1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ભારતીય વીમા ક્ષેત્ર: IRDAI દ્વારા જીવન વીમા કંપનીઓ માટેના મહત્ત્વપૂર્ણ નિયમો

Indian Insurance Sector:  ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI) એ ભારતમાં વીમા ઉદ્યોગ માટે સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા છે. તેનું કાર્ય વીમા કંપનીઓના સંચાલનનું નિયમન કરવું, તેમને માર્ગદર્શન આપવું અને સમગ્ર ઉદ્યોગમાં શિસ્ત જાળવવાનું છે. જીવન વીમા, જે લાંબા ગાળાની નાણાકીય સુરક્ષાનું આવશ્યક સાધન છે, તેમાં પૉલિસીધારકોનાં હિતોની સુરક્ષા કરવી એ IRDAIનો મુખ્ય ધ્યેય છે. […]

લિપસ્ટિક ફેશન અને સ્ટેટસ સિંબોલથી વધારે આત્મવિશ્વાસ વધારતુ મહિલામુક્તિનું પ્રતીક બની ઊભરી આવી છે

અધરં મધુરં, વદનં મધુરં, નયનં મધુરં, હસિતં મધુરમ્ । હૃદયં મધુરં, ગમનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્… યાદ છે, શ્રી વલ્લભાચાર્ય રચિત આ મધુરાષ્ટક ? પરમાત્માની સ્તુતીમાં એમની સુંદરતાની વાતમાં સૌથી પહેલાં એમના મધુર હોઠની વાત વલ્લભાચાર્યજીએ કરી છે. પરમાત્માએ પૃથ્વી ઉપર બનાવેલી તમામ વસ્તુ હસીન અને રંગીન છે એટલે જ કુદરતનુ તમામ સર્જન તારીફને કાબિલ છે. […]

નવેમ્બરમાં પેસેન્જર વ્હીકલના વેચાણમાં 22 ટકાનો ઉછાળો

નવી દિલ્હી : ભારતના પેસેન્જર વ્હીકલ (PV) ઉદ્યોગે નવેમ્બર 2025 દરમિયાન નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે. તહેવારોની સીઝન પૂર્ણ થયા બાદ પણ વાહનોની માંગમાં સતત તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને GST દરોમાં ઘટાડો અને શિયાળામાં લગ્નસરાની મોસમની શરૂઆતને કારણે વેચાણ અને ઉત્પાદન બંનેમાં વાર્ષિક ધોરણે મજબૂત વધારો નોંધાયો છે. ICRAના અહેવાલ મુજબ, નવેમ્બરમાં […]

ભારત પર તોળાતું જળ સંકટ: વર્ષે ક્ષમતા કરતાં 61 ટકા વધુ ભૂગર્ભ જળનો વપરાશ

નવી દિલ્હી : ભારત અત્યારે એક એવા સંકટ તરફ મૌન રીતે આગળ વધી રહ્યું છે. સંસદમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ભૂગર્ભ જળના આંકડા અત્યંત ચિંતાજનક છે. રિપોર્ટ અનુસાર, દેશમાં જે ગતિએ જમીનમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યું છે તે જોતા અનેક વિસ્તારોમાં ભવિષ્યમાં ‘ડ્રાય ડે’ની સ્થિતિ સર્જાઈ શકે છે. વરસાદ અને અન્ય સ્ત્રોતો દ્વારા દર […]

બંદરોની સુરક્ષા માટે બનશે બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી

નવી દિલ્હી : ભારતના દરિયાઈ સીમાઓ અને બંદરોને અભેદ્ય બનાવવા માટે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શુક્રવારે જહાજો અને બંદરોની સુરક્ષા માટે સમર્પિત ‘બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી’ (BOPS) ની રચના અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પોર્ટ, શિપિંગ અને નાગરિક ઉડ્ડયન મંત્રીઓ પણ ઉપસ્થિત […]

ભારતનો ટેક્સ સંગ્રહ 8 ટકા વધ્યો: રૂ. 17.04 લાખ કરોડની જંગી આવક

નવી દિલ્હીઃ ભારત સરકારની તિજોરીમાં ટેક્સની આવકનો પ્રવાહ સતત વધી રહ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં 17 ડિસેમ્બર સુધીમાં ભારતનો નેટ ડાયરેક્ટ ટેક્સ (શુદ્ધ પ્રત્યક્ષ કર) સંગ્રહ વાર્ષિક ધોરણે 8 ટકા વધીને રૂ. 17.04 લાખ કરોડ પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે બજેટમાં નવી કર પ્રણાલી હેઠળ રૂ. 12 […]

વર્લ્ડ મેડિટેશન ડે 2025: 21 ડિસેમ્બરે લાખો લોકો શાંતિમાં એક થવા તૈયાર

રવિવાર, 21 ડિસેમ્બર 2025,ના રોજ વિશ્વ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનશે જ્યારે 160+ દેશોમાં લાખો લોકો એકસાથે વર્લ્ડ મેડિટેશન ડે માટે જોડાશે. આ કાર્યક્રમનું માર્ગદર્શન રેવ. દાજી (ડૉ. કમલેશ પટેલ), હાર્ટફુલનેસના ગ્લોબલ ગાઇડ દ્વારા આપવામાં આવશે. “વન વર્લ્ડ વન હાર્ટ” થીમ હેઠળ આ કાર્યક્રમ હાર્ટફુલનેસ યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારિત થશે, જેમાં વ્યક્તિઓ, પરિવારો, સંસ્થાઓ […]

વાયુસેનાની ચોકસાઈ અને ઝડપે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ: રાજનાથ સિંહ

નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય વાયુસેનાએ પ્રદર્શિત કરેલા અપ્રતિમ સાહસ, ગતિ અને ચોકસાઈની મુક્તકંઠે પ્રશંસા કરી છે. ગુરુવારે નવી દિલ્હીમાં આયોજિત ‘વાયુસેના કમાન્ડર્સ કોન્ફરન્સ’ને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ ઓપરેશન બાદ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી બિનજવાબદાર પ્રતિક્રિયાને વાયુસેનાએ અત્યંત અસરકારક રીતે નિયંત્રિત કરી છે. રાજન્નાથ સિંહે ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતા […]

વાઇબ્રન્ટ અંતર્ગત કચ્છ-સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં રિજનલ કોન્ફરન્સ યોજાશે

ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત 19 થી 21 ડિસેમ્બર 2025 દરમિયાન પાંચ જિલ્લાઓમાં કાર્યક્રમોનું આયોજન ગાંધીનગર, 18 ડિસેમ્બર 2025: Vibrant Regional conference  વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા જિલ્લાસ્તરીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર […]

પ્રિયંકા ગાંધીએ સમય માંગતા ગડકરીએ તરત જ ઓફિસ આવવા નિમંત્રણ આપ્યું

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રમાં ચાલી રહેલા ભારે હંગામા અને ‘મનરેગા’ ના સ્થાને લાવવામાં આવેલા નવા બિલ ‘VB-G RAM G’ પરની ચર્ચા વચ્ચે ગુરુવારે લોકસભામાં એક સુખદ અને મૈત્રીપૂર્ણ દ્રશ્ય જોવા મળ્યું હતું. કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પાસે મુલાકાતનો સમય માંગ્યો હતો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code