1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

અમેરિકાથી અપાચે હેલિકોપ્ટરનો અંતિમ જથ્થો ભારત પહોંચ્યો

નવી દિલ્હી: ભારતીય સેનાની હવાઈ આક્રમક ક્ષમતામાં મોટો ઉછાળો આવ્યો છે. ભારતને અમેરિકા પાસેથી AH-64E અપાચે એટેક હેલિકોપ્ટરનો છેલ્લો જથ્થો મળી ગયો છે. આ સાથે વર્ષ 2020માં અમેરિકા સાથે થયેલા 6 અપાચે હેલિકોપ્ટર માટેનો 796 મિલિયન ડોલરનો સોદો હવે સત્તાવાર રીતે પૂર્ણ થયો છે. પ્રાદેશિક સુરક્ષા અને સરહદી તણાવ વચ્ચે આ હેલિકોપ્ટરની હાજરી દુશ્મનો માટે […]

ભારતમાં ડિજિટલ ક્રાંતિ: UPI પેમેન્ટમાં રેકોર્ડબ્રેક તેજી, QR કોડની સંખ્યા વધી

મુંબઈ: ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે એક નવી ક્રાંતિ જોવા મળી રહી છે. લોકો હવે રોકડ રકમને બદલે મોબાઈલ દ્વારા ચૂકવણી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ‘વર્લ્ડલાઈન ઈન્ડિયા’ના તાજેતરના અહેવાલ મુજબ, દેશમાં સક્રિય યુપીઆઈ ક્યુઆર કોડની સંખ્યા વધીને 70.9 કરોડ થઈ ગઈ છે, જે ડિજિટલ ઈન્ડિયાની સફળતાની સાક્ષી પૂરે છે. જુલાઈથી સપ્ટેમ્બર 2024ના ત્રિમાસિક ગાળામાં […]

સરહદો સુરક્ષિત: ભારત-પાક. સરહદે 93 ટકા તથા બાંગ્લાદેશ સરહદે 79 ટકા ફેન્સિંગનું કામ પૂર્ણ

નવી દિલ્હી: દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવાના પ્રયાસોમાં કેન્દ્ર સરકારને મોટી સફળતા મળી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત-પાકિસ્તાન સરહદના 93 ટકાથી વધુ હિસ્સામાં તાર ફેન્સિંગનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. સંસદમાં આ મહત્વની જાણકારી આપતા ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે, આ જ રીતે બાંગ્લાદેશ સરહદે પણ અંદાજે 79 […]

સરહદી સુરક્ષા બનશે વધુ લોખંડી: લદ્દાખ પોલીસને હાઈટેક બનાવવા RRU સાથે કરાર

ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલામાં, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને લદ્દાખ પોલીસે આજે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા, જે ભારતના માનનીય પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના દેશભરમાં સ્માર્ટ પોલીસિંગને આગળ વધારવાના સ્વપ્નદ્રષ્ટા માર્ગદર્શનને અનુરૂપ છે. આ MoU ટેકનોલોજી-સક્ષમ, ગુપ્તચર-આધારિત અને સમુદાય-લક્ષી અભિગમો દ્વારા લદ્દાખના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રમાં પોલીસિંગને […]

નવા વર્ષની ભેટ: 1 જાન્યુઆરીથી CNG અને PNGના ભાવમાં થશે ઘટાડો

નવી દિલ્હી: દેશભરમાં મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય નાગરિકો અને વાહનચાલકો માટે નવા વર્ષની શરૂઆત રાહતજનક સમાચાર સાથે થશે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) એ કુદરતી ગેસના ટેરિફ સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે, જે 1 જાન્યુઆરી 2026થી અમલી બનશે. આ ફેરફારને કારણે ઘરેલું પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) […]

વૈશ્વિક વ્યાપાર હવે મુક્ત કે ન્યાયી રહ્યો નથી, ટેરિફનો હથિયાર તરીકે ઉપયોગ ચિંતાજનક: નિર્મલા સીતારમણ

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે બદલાતી વૈશ્વિક વ્યાપાર પરિસ્થિતિઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં શુલ્ક (ટેરિફ) અને અન્ય ઉપાયો દ્વારા વૈશ્વિક વ્યાપારને ઝડપથી ‘હથિયાર’ બનાવવામાં આવી રહ્યો છે. આવા પડકારજનક માહોલમાં ભારતે અત્યંત સાવધાનીપૂર્વક પોતાનો માર્ગ નક્કી કરવો પડશે અને દેશની સમગ્ર આર્થિક મજબૂતી જ […]

પાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં સુરક્ષાદળો ઉપર હુમલો, 12 જવાનોના મોત

બલૂચિસ્તાનમાં આઝાદીની માંગ કરી રહેલા બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેના પર ફરી એકવાર મોટો હુમલો કરી ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે. BLA ના પ્રવક્તા ઝૈદ બલૂચે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, અલગ-અલગ વિસ્તારોમાં થયેલી હિંસક અથડામણોમાં પાકિસ્તાની સેનાના 12 સૈનિકો માર્યા ગયા છે. આ ઓપરેશન દરમિયાન BLA એ પંજગુર શહેરમાં […]

લોરેન્સ બિશ્નોઈ અને હેરી બોક્સર ગેંગના 5 શાર્પ શૂટર્સ દિલ્હીથી ઝડપાયા

નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને ગેંગસ્ટરો વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં મોટી સફળતા મળી છે. પોલીસે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ, આરઝૂ અને હેરી બોક્સર ગેંગના પાંચ ખતરનાક શૂટર્સની ધરપકડ કરી છે. આ શૂટર્સમાં 1લી ડિસેમ્બરે ચંદીગઢમાં થયેલી ઈન્દ્રપ્રીત પેરીની હત્યામાં સામેલ મુખ્ય શૂટર્સનો પણ સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અંકુશ, પીયૂષ પિપલાણી, કુંવર બીર, […]

ભારતનું આક્રમક વલણ: બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું મોકલી ફટકાર લગાવી, વિઝા કામગીરી સ્થગિત

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત વિરોધી નિવેદનબાજી અને વધતી જતી અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે હવે લાલ આંખ કરી છે. ભારતના પૂર્વોત્તર રાજ્યો (7-સિસ્ટર્સ) ને અલગ કરવાની ધમકી અને ભારત વિરોધી ઉશ્કેરણીજનક નિવેદનોને પગલે વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના હાઈ કમિશનર એમ. રિયાઝ હામિદુલ્લાહને તેડું મોકલીને સખત વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ ભારતે ઢાકા સ્થિત […]

લુધિયાણા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે લોહિયાળ જંગ: જેલ સુપરિન્ટેન્ડન્ટ પર ઈંટથી હુમલો

નવી દિલ્હીઃ પંજાબની લુધિયાણા સેન્ટ્રલ જેલમાં મંગળવારે સાંજે કેદીઓના બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ હિંસાને શાંત પાડવા ગયેલા જેલ સુપરિન્ટેન્ડન્ટ કુલવંત સિદ્ધુ પર કેદીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. એક કેદીએ તેમના માથામાં ઈંટ ફટકારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code