1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ગ્લોબલ એર ક્વોલિટી રેન્કિંગ કોઈ સત્તાવાર સંસ્થા દ્વારા તૈયાર થતું નથી: કેન્દ્ર સરકાર

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યો પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે આજે ગુરુવારે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે, અલગ-અલગ સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવતી ગ્લોબલ એર ક્વોલિટી રેન્કિંગ કોઈ પણ સત્તાવાર સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવતી નથી. આ ઉપરાંત, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની હવા ગુણવત્તા સંબંધિત ગાઇડલાઇન્સ માત્ર […]

ઉત્તર ગુજરાતની શ્રેષ્ઠ નર્સિંગ કોલેજ તરીકે ભાભરની શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગને મળ્યો એવોર્ડ

ભાભર: ગુજરાત રાજ્યની અગ્રણી સંસ્થાઓના સન્માન સમારોહમાં, ઉત્તર ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આવેલી શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, ભાભરને ઉત્તર ગુજરાતની શ્રેષ્ઠ નર્સિંગ કોલેજ તરીકેનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ગૌરવપૂર્ણ સન્માન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાના વરદ હસ્તે સંસ્થાના ચેરમેન સરતાનભાઈ આર. દેસાઈ (ચેરમેન, શ્રી ક્રિષ્ના ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન્સ, ભાભર અને ફી […]

શત્રુના કોઈ પણ દુ:સાહસનો જડબાતોડ જવાબ આપવા વાયુસેના સંપૂર્ણ સજ્જ: એર ચીફ માર્શલ એ.પી.સિંહ

નવી દિલ્હી: ભારતીય વાયુસેના (IAF)ના પ્રમુખ એર ચીફ માર્શલ એ પી સિંહે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના કોઈ પણ શત્રુ દેશના દુ:સાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વર્ષ 1971માં પાકિસ્તાન પર ભારતના વિજયની યાદમાં ઉજવાઈ રહેલા વિજય દિવસના અવસરે આયોજિત એર શોમાં ભાગ લેતા એર ચીફ માર્શલ સિંહે કહ્યું હતું કે ભારતીય […]

ખોટા CCC સર્ટિફિકેટ રજૂ કરનારા શિક્ષકો સામે પગાર અને ઈજાફા અટકાવવા સુધીનાં પગલાં લેવાશે

તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલાયો પરિપત્ર ગેરરીતિ બદલ શિક્ષકો સામે શિક્ષાત્મક પગલા લેવાશે અમદાવાદ: રાજ્યના શિક્ષણ વિભાગે હવે ખોટા CCC (Course on Computer Concepts) સર્ટિફિકેટ રજૂ કરીને ઉચ્ચ પગાર ધોરણ અને અન્ય આર્થિક લાભ મેળવનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને એક અત્યંત મહત્ત્વપૂર્ણ પરિપત્ર મોકલી […]

પાર્લરમાં હજારો ખર્ચવાને બદલે આ 5 નેચરલ વસ્તુઓથી ચહેરો ચમકી ઉઠશે

આજકાલ ગ્લોઇંગ સ્કિન માટે લોકો બ્યુટી પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચે છે. મોંઘા ફેશિયલ, સલૂન ટ્રીટમેન્ટ્સ અને કેમિકલ-આધારિત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને તરત નિખાર તો મળે છે, પરંતુ થોડા સમય પછી તે ત્વચા ફરીથી નિસ્તેજ અને નિર્જીવ દેખાવા લાગે છે. ત્વચાના નિષ્ણાતો પણ માને છે કે ત્વચાની અસલી સુંદરતા અંદરથી આવે છે અને તેના માટે મોંઘી વસ્તુઓની […]

બુમરાહની અનોખી સિદ્ધિ, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100-100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતને 101 રનથી હરાવીને પાંચ મેચની આ સીરિઝમાં 1-0થી આગળ છે. ભારતે પ્રથમ બેટીંગ કરતા 175 રન બનાવ્યાં હતા. 176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 74 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી બુમરાહે બે વિકેટ ઝડપીને ટી-20માં 100 વિકેટ લેવાનો […]

સરકારી હોસ્પિટલો ખાતે દર્દીઓના સગા-સંબંધીઓ માટે વિશ્રામગૃહ બનાવવામાં આવશે

વિશ્રામગૃહ બનાવવા માટે અમદાવાદના સેવાદાન ફાઉન્ડેશનને જમીન લીઝ પર આપવાનો મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય ગાંધીનગર, 10 ડિસેમ્બર, 2025: Rest houses for relatives રાજ્યની ૧૪ સરકારી હોસ્પિટલો ખાતે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા-જમવાની સુવિધાઓ પૂરી પાડવા માટે વિશ્રામગૃહ (રેન બસેરા) બનાવવામાં આવશે. આ વિશ્રામગૃહ બનાવવા માટે સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદને જમીન લીઝ પર આપવાનો મુખ્યમંત્રીએ કેબીનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય […]

ઘરે જ બનાવો ઉત્તર ભારતની સ્વાદીષ્ટ ડીશ છોલે ભટુરે, જાણો રેસીપી…

છોલે ભટુરે ઉત્તરભારતની ખુબ લોકપ્રિય અને સ્વાદીષ્ટ ડીશ છે અને તેને લોકો સવારે નાસ્તામાં અને બપોરે જમવામાં પણ આરોગવાનું પસંદ કરે છે. મસાલેદાર છોલે અને ફુલેલા ભટુરેનો લોકોને ખુબ પસંદ આવે છે. હવે તો અમદાવાદમાં પણ અનેક સ્થળો ઉપર છોલે ભટુરે મળે છે અને ખાવાના શોખીન અમદાવાદીઓ અવાર-નવાર છોલે ભટુરેનો સ્વાદ માણે છે. તમે પણ […]

રાજ્યના સંતુલિત વિકાસ માટે રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન (EMP)ને મંજૂરી: નોડલ અધિકારીઓ નિમાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય આ માસ્ટર પ્લાન રાજ્યના તમામ જિલ્લાઓમાં સમાન આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેનો મહત્ત્વપૂર્ણ રોડમેપ પૂરવાર થશે માસ્ટર પ્લાનના સરળ અમલીકરણ માટે રિજન-વાઈઝ એક ઉચ્ચ અધિકારીની EMP કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક થશે GRITની ભલામણો અને રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન “વિકસિત ગુજરાત @ ૨૦૪૭” અને “ગુજરાત @ ૨૦૩૫”નો રોડ મેપ […]

ICC ODI રેન્કિંગમાં ભારતનો દબદબો: રોહિત શર્મા ટોચ પર યથાવત, વિરાટ કોહલી બીજા ક્રમે

નવી દિલ્હી: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર વન-ડે ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. આઈસીસીની તાજેતરની વન-ડે રેન્કિંગમાં બેટ્સમેનોમાં ભારતની બાદશાહત જળવાઈ રહી છે. વિરાટ કોહલીએ બે સ્થાનની છલાંગ લગાવીને બેટ્સમેનોમાં બીજું સ્થાન હાંસલ કર્યું છે. કોહલીના છેલ્લા કેટલાક સમયના શાનદાર પ્રદર્શનને પગલે તેમની રેન્કિંગમાં સુધારો થયો છે. સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code