1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

એસ. જયશંકર આરબ લીગના વડાને મળ્યા, સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા

નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2026: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર શુક્રવારે નવી દિલ્હીમાં લીગ ઓફ આરબ સ્ટેટ્સ (LAS) ના સેક્રેટરી જનરલ અહેમદ અબુલ ઘીટ સાથે મળ્યા હતા. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં બંને પક્ષો વચ્ચે સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. વિદેશ મંત્રીએ કોમોરોસના વિદેશ મંત્રી મ્બેય મોહમ્મદ સાથે પણ મુલાકાત કરી હતી. બેઠક અંગે, વિદેશ […]

વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરતા બે આરોપીઓ પકડાયા

વાપી, 30 જાન્યુઆરી 2026: વલસાડ જિલ્લાના વાપી નજીક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ગઈ. તા 27મી જાન્યુઆરીને મંગળવારે પથ્થરમારાનો બનાવ બન્યો હતો. આ બનાવને પગલે રેલવે સુરક્ષા દળોએ તપાસ હાથ ધરીને બે આરોપીને દબોચી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ બનાવની વિગત એવી છે કે, ગત 27 જાન્યુઆરીએ જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન […]

કેદારનાથ : મંદિર પરિસરમાં મોબાઈલ વાપર્યો તો ખેર નથી! પ્રતિબંધ ફરમાવાશે

ઋષિકેશ, 30 જાન્યુઆરી 2026: આગામી કેદારનાથ યાત્રાને લઈને વહીવટી તંત્ર આ વખતે અત્યંત કડક માર્ગદર્શિકા લાવવાની તૈયારી કરી રહ્યું છે. પ્રસ્તાવિત વ્યવસ્થા મુજબ, કેદારનાથ ધામના મંદિર પરિસરમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. એટલું જ નહીં, જો કોઈ શ્રદ્ધાળુ નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે, તો તેની પાસેથી ભારે દંડ વસૂલવાની પણ શક્યતા […]

શાળામાં છોકરીઓ માટે અલગ શૌચાલય અને સેનિટરી પેડ ફરજિયાતઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2026: દેશની સર્વોચ્ચ અદાલતે આજે દીકરીઓના શિક્ષણ અને સ્વાસ્થ્યને લઈને એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોની તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલય અને પાણીની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે. કોર્ટે આ આદેશના પાલન માટે […]

ભારતને ફટકો: બાંગ્લાદેશે ભારતીય SEZ રદ કરી ચીનને આપી જમીન

નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2026: દક્ષિણ એશિયાના ભૂ-રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશે ભારતને ફાળવેલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) રદ કરવાનો આઘાતજનક નિર્ણય લીધો છે. એટલું જ નહીં, આ 850 એકર જમીન હવે ચીનને ડ્રોન ફેક્ટરી બનાવવા માટે સોંપી દેવામાં આવી છે. આ સાથે જ બાંગ્લાદેશે ચીન પાસેથી 20 અત્યાધુનિક J-10CE ફાઈટર […]

ટ્રમ્પનો દાવો: રશિયા એક સપ્તાહ સુધી યુક્રેન પર હુમલો નહીં કરે

વોશિંગ્ટન, 30 જાન્યુઆરી 2026: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયા કડકડતી ઠંડી દરમિયાન એક સપ્તાહ સુધી યુક્રેનની રાજધાની કિવ અને અન્ય શહેરો પર હુમલો ન કરવા માટે સહમત થયું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ નિર્ણય માનવીય કારણોસર લેવામાં […]

જમ્મુ-કાશ્મીર: વરસાદ-હિમવર્ષાને લઈને 10 જિલ્લામાં એલર્ટ

નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2026: જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. આ દરમિયાન હવામાન વિભાગે ટૂંક સમયમાં ફરી એક વાર ભારે હિમવર્ષા થવાની ચેતવણી આપી છે. ઉધમપુર સહિત 10 જિલ્લાઓમાં 1 ફેબ્રુઆરીથી શરૂ થતાં વરસાદ અને હિમવર્ષાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શ્રીનગરમાં લઘુતમ તાપમાન 1.3 ડિગ્રી સેલ્સિયસ, ગુલમર્ગમાં માઈનસ […]

જાપાની ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR)એ અદાણી સમૂહની ત્રણ કંપનીને સિમાચિહ્નસમું રેટિંગ આપ્યું

અમદાવાદ, ૩૦ જાન્યુઆરી ૨૦૨૬: જાપાનની ટોચની રેટિંગ એજન્સી, જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR) એ ત્રણ અદાણી ઔદ્યોગિક સમૂહની અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ (APSEZ), અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) મળી ત્રણેય ગ્રુપ કંપનીઓને લાંબા ગાળાના વિદેશી ચલણ ક્રેડિટ રેટિંગને સ્થિર દૃષ્ટિકોણ સાથે સુપ્રત કર્યા છે. આ રેટીંગ અદાણી સમૂહની વૈશ્વિક ક્રેડિટ […]

બાપુની પુણ્યતિથિ: ખડગે અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2026: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે કોંગ્રેસના ટોચના નેતાઓએ તેમને નમન કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બાપુના સત્ય અને અહિંસાના માર્ગને વર્તમાન સમયમાં સૌથી વધુ પ્રાસંગિક ગણાવ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નરસિંહ મહેતાનું પ્રિય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code