1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

‘હુમલા પાછળ ભારતનો હાથ’, અફઘાન સેના સામે ઘૂંટણ ટેકવ્યા બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે અફઘાનિસ્તાન પર ભારત માટે પ્રોક્સી વોર લડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભારત તાલિબાન દ્વારા પાકિસ્તાનને નિશાન બનાવી રહ્યું છે. ન્યૂઝ સાથેના એક ટીવી ઇન્ટરવ્યુમાં, ખ્વાજા આસિફે કહ્યું, “અત્યારે, કાબુલ દિલ્હી માટે પ્રોક્સી યુદ્ધ લડી રહ્યું છે.” તેમણે તાજેતરમાં જાહેર કરાયેલા 48 કલાકના કામચલાઉ યુદ્ધવિરામ પર […]

પ્રોપર્ટી ટેક્સ કૌભાંડના આરોપો વચ્ચે મદુરાઈના મેયરે પદ પરથી રાજીનામું આપ્યું

ચેન્નાઈ: કરોડો રૂપિયાના પ્રોપર્ટી ટેક્સ કૌભાંડના આરોપો વચ્ચે મદુરાઈના મેયર અને ડીએમકે નેતા ઈન્દ્રાણી પોનવસંતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સ્વાસ્થ્ય કારણોસર તેમણે રાજીનામું આપ્યું હોવા છતાં, એક વિશેષ તપાસ ટીમ (SIT) હાલમાં મિલકત કરના રેકોર્ડમાં વ્યાપક હેરાફેરી સાથે સંકળાયેલા 200 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહી છે. ઇન્દ્રાણીના પતિની ધરપકડ દરમિયાન, ઇન્દ્રાણીએ […]

બિહાર ચૂંટણીઃ JDUએ વધુ 44 ઉમેદવારોના નામ જાહેર, 4 મુસ્લિમ નેતાઓને ફાળવી ટીકીટ

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)એ 44 ઉમેદવારોના નામ સાથે બીજી યાદી જાહેર કરી છે. આમ ત્યાર સુધીમાં જેડીયુએ 101 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. કેબિનેટ મંત્રી બિજેન્દ્ર પ્રસાદ યાદવને સુપૌલથી ટીકીટ ફાળવવામાં આવી છે. આ બીજી યાદીમાં […]

રાજસ્થાનના બાડમેરમાં ભયાનક કાર અકસ્માતમાં ચાર લોકોના બળીને ખાખ

નવી દિલ્હી: રાજસ્થાનના બાડમેરમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. બાલોત્રામાં ટ્રેલર અને સ્કોર્પિયો વચ્ચે સામસામે ટક્કર થતાં ચાર લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા, જેમાં જીવતા બળી ગયા. વધુમાં, અકસ્માતમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે જોધપુર રિફર કરવામાં આવ્યો છે. આ દુ:ખદ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકો સિંધરી (બાલોત્રા) […]

ભારત ઓઈલ-ગેસની ખરીદી દેશવાસીઓના હિતોને ધ્યાનમાં રાખીને કરે છે, ટ્રમ્પને ભારતનો સણસણતો જવાબ

ટ્રમ્પે પીએમ મોદીને લઈને કરેલા દાવાનું ભારતે કર્યું ખંડન અમેરિકાએ પણ ભારત સાથે ઉર્જા સહયોગ મજબુત બનાવવા રસ દાખવ્યોઃ ભારત નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે, હવે ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી નહીં કરે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી પણ આવી છે. ટ્રમ્પના આ દાવાનું ખંડન […]

જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી નેટવર્ક્સ પર મોટી કાર્યવાહીઃ આતંકવાદીની મિલ્કત જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી નેટવર્ક્સ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રિયાસી જિલ્લા પોલીસે પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઓપરેટિવ, મોહમ્મદ શરીફ મિરાસી, જે મૂળ જિલ્લાના મહોર તાલુકાના સિલધર ગામનો રહેવાસી છે, તેની મિલકત જપ્ત કરી છે.શરીફ મિરાસી 2000માં આતંકવાદી રેન્કમાં જોડાયો હતો અને બાદમાં 2010માં ભારત સામે યુદ્ધ કરવાના ઇરાદાથી શસ્ત્રો ખરીદવા અને […]

50 ટકા યુએસ ટેરિફ ભારતના વિકાસ માટે મોટી ચિંતાનો વિષય નથી: RBI

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત પર ૫૦ ટકા યુએસ ટેરિફ ભારતના વિકાસ માટે મોટી ચિંતાનો વિષય નથી. વોશિંગ્ટન, ડીસીમાં આઈએમએફ-વર્લ્ડ બેંકની બેઠકો દરમિયાન એક કાર્યક્રમમાં બોલતા, મલ્હોત્રાએ કહ્યું કે ભારતનો સ્થાનિક-સંચાલિત અર્થતંત્ર તરીકેનો દરજ્જો યુએસ ટેરિફની નકારાત્મક અસરને નહિવત કરે છે.ભારતીય વેપાર વાટાઘાટ ટીમ યુએસ અધિકારીઓ સાથે […]

દેશી લશ્કરી કોમ્બેટ પેરાશૂટ સિસ્ટમનું 32,000 ફૂટની ઊંચાઈથી સફળ પરીક્ષણ કરાયું

નવી દિલ્હીઃ DRDOએ ઉત્કૃષ્ટ ટેકનોલોજી અને ક્ષમતાથી સજ્જ ‘મિલિટરી કોમ્બેટ પેરાશૂટ સિસ્ટમ’ વિકસાવી છે. આ મિલિટરી કોમ્બેટ પેરાશૂટ સિસ્ટમ 32,000 ફૂટની ઊંચાઈએ પણ સફળ રહી છે. આ કોમ્બેટ પેરાશૂટ દ્વારા 32,000 ફૂટની ઊંચાઈ પર સફળ કોમ્બેટ ફ્રી-ફોલ જમ્પ પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણની સાથે જ DRDOએ એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. સ્વદેશી ઉડાનમાં સફળ […]

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાવવાની ભલામણ કરી, નવેમ્બર મહિનામાં લેવાશે નિર્ણય

નવી દિલ્હીઃ રમતગમત ક્ષેત્રના વિકાસની દિશામાં ભારત વધુ એક પગલું આગળ વધ્યું છે. કેમ કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ 2030માં યોજાનાર 24માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરી છે. સાથે જ બોર્ડે આ રમતોત્સવની યજમાની અમદાવાદને સોંપવામાં આવે તેવી ભલામણ કરી છે. આ સાથે વર્ષ 1930માં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સનો શતાબ્દી સમારોહ અમદાવાદમાં […]

જાણો મુસ્લિમ મહિલા ડીએસપીએ શા માટે લગાવ્યા ‘જય શ્રીરામ’ના નારા?

. ગ્વાલિયરમાં ટકરાવની સ્થિતિ ટાળવાની હતી ડ્યૂટી . ડીએસપીને સનાતન વિરોધી ગણાવીને જય શ્રીરામના પોકારાયા સૂત્રો . ડીએસપીએ પણ જય શ્રીરામના સૂત્રો પોકારીને આપ્યો વળતો જવાબ ગ્વાલિયર : મધ્યપ્રદેશમાં ગ્વાલિયર બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ અનિલ મિશ્રા દ્વારા ડૉ. ભીમરાવ આંબેડકર પર વિવાદિત ટીપ્પણી બાદ એસસી, એસટી અને સવર્ણ સંગઠનો વચ્ચે તણાવ છે. જો કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code