Homeગુજરાતીજાણો મુસ્લિમ મહિલા ડીએસપીએ શા માટે લગાવ્યા 'જય શ્રીરામ'ના નારા?

જાણો મુસ્લિમ મહિલા ડીએસપીએ શા માટે લગાવ્યા ‘જય શ્રીરામ’ના નારા?

. ગ્વાલિયરમાં ટકરાવની સ્થિતિ ટાળવાની હતી ડ્યૂટી

. ડીએસપીને સનાતન વિરોધી ગણાવીને જય શ્રીરામના પોકારાયા સૂત્રો

. ડીએસપીએ પણ જય શ્રીરામના સૂત્રો પોકારીને આપ્યો વળતો જવાબ

ગ્વાલિયર : મધ્યપ્રદેશમાં ગ્વાલિયર બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ અનિલ મિશ્રા દ્વારા ડૉ. ભીમરાવ આંબેડકર પર વિવાદિત ટીપ્પણી બાદ એસસી, એસટી અને સવર્ણ સંગઠનો વચ્ચે તણાવ છે. જો કે આ વિવાદમાં 15 ઓક્ટોબરે ઘોષિત આંદોલન પ્રશાસનના પ્રયાસ બાદ સંગઠનોએ પાછા ખેંચ્યા હતા, તેમ છતાં વકીલોનું એક જૂથ અનિલ મિશ્રાના જન્મદિવસના બહાને તેમના ઘરની પાસે મંદિર પર ટેન્ટ લગાવીને સુંદરકાંડ અને ભંડારો કરવા માટે જીદ્દ કરી રહ્યું હતું.

વકીલોને મનાવવા માટે પહોંચેલા મહિલા ડીએસપીને સનાતન વિરોધી જણાવીને વકીલોએ તેમને વિરોધ શરૂ કર્યો હતો. મુસ્લિમ મહિલા ડીએસપીએ પણ સુજબુજનો પરિચય આપતા જય શ્રીરામના સૂત્રો પોકારીને વકીલોને ચુપ કરાવી દીધા. પ્રશાસને સાવધાનીના ભાગરૂપે બંને પક્ષો દ્વારા કરવામાં ઘોષિત આયોજનો પર રોક લગાવી છે, તેમ છતાં વકીલોનું જૂથ ધાર્મિક આયોજનની જીદ્દ કરી રહ્યું હતું.

ડીએસપી હિના ખાને તેમને રોક્યા તો ડીએસપીને સનાતન વિરોધી કહીને જય શ્રીરામના સૂત્રો પોકારવાની વકીલોએ શરૂઆત કરી હતી. હિના ખાને પણ જવાબમાં આગળ વધીને જય શ્રીરામનો સૂત્રોચ્ચાર કર્યો. તેમના આ વલણથી પ્રશાસનનો નિયમોના પેંચમાં ફસાયેલા વકીલોએ ચુપકીદી સાધીને આયોજન ટાળવાનું મુનાસિબ માન્યું. મહત્વપૂર્ણ છે કે ડૉ. આંબેડકરની પ્રતિમા મધ્યપ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર ખંડપીઠના પરિસરમાં લગાવવાનો વકીલોનું એક જૂથ વિરોધ કરી રહ્યું છે.

આ જૂથમાં અનિલ મિશ્રા પણ સામેલ છે. તાજેતરમાં અનિલ મિશ્રાએ ડૉ. આંબેડકરને બંધારણના ઘડવૈયા નહીં માનવાને લગતી એક વિવાદિત ટીપ્પણી કરી હતી અને તેને લઈને એસસી-એસટી સંગઠનોએ 15 ઓક્ટોબરે વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી આપી હતી. સવર્ણ સંગઠને પણ જવાબી આયોજનની ઘોષણા કરતા પ્રશાસન ટકરાવની સ્થિતિ ટાળવા હરકતમાં આવ્યું હતું. આમા પ્રશાસનને સફળતા પણ મળી અને ટકરાવની સ્થિતિ ટળી ગઈ.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img