1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારત સામે વનડે અને T20 સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની જાહેરાત, મિચેલ માર્શ ટીમનું નેતૃત્વ કરશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ત્રણ વનડે અને પ્રથમ બે ટી20 મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. મિચેલ માર્શ બંને ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરશે. ઓસ્ટ્રેલિયાની ODI ટીમમાં ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, બેન  ડ્વાર્શિસ, ટ્રેવિસ હેડ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝામ્પા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે, જ્યારે એરોન હાર્ડી, માર્નસ લાબુશેન અને મેથ્યુ […]

નરેન્દ્ર મોદીના સરકારના વડા તરીકે કાર્યકાળના 24 વર્ષ પૂર્ણ, 25મીમાં વર્ષનો મંગળ પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકેના 25મા વર્ષમાં પ્રવેશ કરતાં ભારતના લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. 2001માં આજના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછીની તેમની યાત્રાને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકોના જીવનમાં સુધારો લાવવા અને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવાનો તેમનો સતત પ્રયાસ રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં ગુજરાતના મુખ્યમંત્રીની […]

1 નવેમ્બરથી અમેરિકામાં આવતા માલવાહક ટ્રક પર 25% ટેરિફની ટ્રમ્પની જાહેરાત

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે પહેલી નવેમ્બરથી અન્ય દેશમાંથી અમેરિકામાં આવતા તમામ મધ્યમ અને ભારે-માલવાહક ટ્રક પર 25 ટકા ટેરિફ લાદશે.યુ.એસ ટ્રકિંગ ઉદ્યોગ રાષ્ટ્રીય અર્થતંત્રનો આધાર સ્તંભ છે, જે લગભગ 73 ટકા સ્થાનિક માલસામાનનું પરિવહન કરે છે. યુએસ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, લગભગ બે મિલિયન અમેરિકનો ભારે […]

તમિલનાડુ: છ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ચેન્નાઈઃ ચેન્નાઈના પ્રાદેશિક હવામાન કેન્દ્ર (આરએમસી) એ મંગળવારે (7 ઓક્ટોબર) તમિલનાડુના છ જિલ્લામાં ભારે વરસાદની જાહેરાત કરી છે. હવામાન વિભાગ મુજબ, આગામી થોડા કલાકોમાં નીલગિરિસ, ઇરોડ, કૃષ્ણગિરિ, ધર્મપુરી, સેલમ અને નમક્કલમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. આરએમસીએ તેની નવીનતમ સલાહમાં રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં ગાજવીજ અને મધ્યમ વરસાદની ચેતવણી પણ આપી છે. અરિયાલુર, પેરામબાલુર, […]

ગ્રેટર નોઈડામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડાના ઈકોટેક થર્ડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉદ્યોગ વિહારમાં સ્થિત એક મોટા ઔદ્યોગિક એકમમાં સોમવારે (6 ઓક્ટોબર) મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. પ્લાસ્ટિક ફેક્ટરીમાં અચાનક લાગેલી આગ થોડીવારમાં જ ઝડપથી ફેલાઈ ગઈ, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ફેક્ટરીની અંદર મોટી માત્રામાં જ્વલનશીલ પ્લાસ્ટિક અને પેકેજિંગ સામગ્રી હાજર હતી, જેના કારણે […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ 2022-23 માટે માય ભારત-નેશનલ સર્વિસ સ્કીમ એવોર્ડ્સ એનાયત કર્યા

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં, વર્ષ 2022-23 માટે MY ભારત-રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પુરસ્કારો રજૂ કર્યા હતા. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસેએ એવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી. યુવા બાબતોના સચિવ […]

કેરળઃ સબરીમાલા ગોલ્ડ વિવાદમાં હાઈકોર્ટે SITની તપાસનો આદેશ કર્યો

બેંગ્લોરઃ કેરળ હાઈકોર્ટે સબરીમાલા સોનાના ઢોળવાના વિવાદની તપાસ માટે એક ખાસ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. તપાસ રિપોર્ટ એક મહિનાની અંદર રજૂ કરવો રહેશે. SIT ADGP H. Venkatesh ના નેતૃત્વમાં હશે અને તેમાં પાંચ સભ્યો હશે. આ વધતા મંદિર વિવાદમાં ન્યાયતંત્રનો સીધો હસ્તક્ષેપ દર્શાવે છે. દેવસ્વોમ વિજિલન્સ રિપોર્ટનો અભ્યાસ કર્યા પછી હાઈકોર્ટનો આ નિર્દેશ […]

બિહારમાં બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, 14મી નવેમ્બરે મતગણતરી

નવી દિલ્હીઃ બિહારમાં છેલ્લા કેટલાક સમયથી વિધાનસભાની ચૂંટણીને લઈને આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.દરમિયાન આજે આ આતુરતાનો અંત આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાની 243 બેઠકો માટે બે તબક્કામાં તા. 6 નવેમ્બર અને 11 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. તેમજ 14મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે […]

પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધુ વિદેશી કેદીઓ, મોટાભાગના બાંગ્લાદેશી

નવી દિલ્હીઃ ભારતની વિવિધ જેલોમાં હજારો કેદીઓ સજા ભોગવી રહ્યા છે અથવા કેસ વિચારાધીન છે, જેમાં નોંધપાત્ર સંખ્યામાં વિદેશી કેદીઓનો પણ સમાવેશ થાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના અહેવાલ મુજબ, સૌથી વધુ વિદેશી કેદીઓ પશ્ચિમ બંગાળની જેલોમાં બંધ છે. અહેવાલ અનુસાર, ભારતમાં કુલ 6,956 વિદેશી કેદીઓ છે, જેમાંથી 2,508 (અથવા 36 ટકા) પશ્ચિમ […]

દિવાળીએ દેશભરમાં રેકોર્ડબ્રેક વેચાણની આશા, વેપાર રૂ. 4.75 લાખ કરોડ પાર જવાનો CAITનો અંદાજ

નવી દિલ્હી : આ વર્ષની દિવાળી દેશના વેપારીઓ માટે રેકોર્ડબ્રેક સાબિત થવાની સંભાવના છે. વેપાર સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના અંદાજ મુજબ આ વર્ષની દિવાળીના તહેવારમાં દેશભરમાં કુલ રૂ. 4.75 લાખ કરોડનું વેચાણ થવાની શક્યતા છે  જે અત્યાર સુધીનું સૌથી વધુ ગણાશે. CAITના રાષ્ટ્રીય મહાસચિવ અને ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code