1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

કેન્દ્રીય કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહતના વધારાના હપ્તાને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોને મોંઘવારી રાહત (DR)નો વધારાનો હપ્તો જારી કરવા મંજૂરી આપી છે, જે મોંઘવારી સામે વળતર આપવા માટે મૂળભૂત પગાર/પેન્શનના 55% ના હાલના દર કરતાં 3%નો વધારો દર્શાવે છે. મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત બંનેમાં વધારાને કારણે સરકારી તિજોરી પર […]

દેશભરમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો (KVS) ખોલવામાં આવશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યામાં વધારો થતા બાળકોની શૈક્ષણિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દેશભરમાં સિવિલ સેક્ટર હેઠળ 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો (KVS) ખોલવાની મંજૂરી આપી છે. 2026-27થી નવ વર્ષના સમયગાળા દરમિયાન 57 નવા કેન્દ્રીય વિદ્યાલયોની સ્થાપના માટે ભંડોળની કુલ અંદાજિત જરૂરિયાત રૂ. 5862.55 કરોડ (આશરે) છે. […]

લેફ્ટનન્ટ જનરલ વીરેન્દ્ર વત્સે રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સના મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ લેફ્ટનન્ટ જનરલ વીરેન્દ્ર વત્સે 1 ઓક્ટોબર, 2025ના રોજ રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC)ના મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો, તેઓ લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલ સિંહના સ્થાને આવ્યા છે. તેઓ એક મહત્વપૂર્ણ તબક્કે કાર્યભાર સંભાળી રહ્યા છે જ્યારે NCC, વિશ્વનું સૌથી મોટું ગણવેશધારી યુવા સંગઠન, 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની કેડેટ સંખ્યા 2 મિલિયન સુધી વધારી રહ્યું […]

સંઘે વ્યક્તિગત વિકાસ દ્વારા રાષ્ટ્રનિર્માણનો માર્ગ પસંદ કર્યો: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બુધવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે સંઘની 100 વર્ષની યાત્રાને બલિદાન, નિઃસ્વાર્થ સેવા, રાષ્ટ્રનિર્માણ અને શિસ્તનું એક અદ્ભુત ઉદાહરણ ગણાવ્યું હતું. આ પ્રસંગે બોલતા, પીએમ મોદીએ કહ્યું કે, તેઓ RSSના શતાબ્દી સમારોહનો ભાગ બનીને ખૂબ જ સન્માનિત અનુભવે છે. કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, […]

ઉદઘાટન પહેલા ગૌતમ અદાણીની નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સમીક્ષા

મુંબઈના નવા ગ્રીનફિલ્ડ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) ના ઉદ્ઘાટનનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે, ત્યારે બુધવાર, ૮ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ ગૌતમ અદાણીએ તેની અંતિમ તૈયારીઓની વ્યાપક સમીક્ષા અને વ્યક્તિગત વોકથ્રુ માટે પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન અદાણી ગ્રુપના ચેરમેને એરપોર્ટનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું, જે એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા બાદ […]

અમેરિકામાં ફરી શટડાઉન : સાત વર્ષ બાદ ફંડિંગના અભાવે સરકારનું કામકાજ ઠપ

અમેરિકામાં ફરી એકવાર સરકારી શટડાઉન લાગુ થઈ ગયું છે. સાત વર્ષમાં પહેલીવાર આવી સ્થિતિ ઊભી થઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષે સેનેટમાં કામચલાઉ ફન્ડિંગ બિલ પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જરૂરી 60 મતોની બદલે ફક્ત 55 મત મળતા પ્રસ્તાવ અટવાઈ ગયો. પરિણામે સંઘીય સરકારનું કામકાજ બુધવારથી ખોરવાઈ ગયું છે. શટડાઉનને કારણે બિનજરૂરી સરકારી વિભાગોમાં […]

આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાનએ ફરી IMFનો દરવાજો ખટખટાવ્યો

ગરીબી, ભુખમરી અને આર્થિક સંકટથી પીડાતા પાકિસ્તાનએ ફરી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાસે નવા દેવા માટે વિનંતી કરી છે. માહિતી મુજબ, IMFનું મિશન લગભગ બે અઠવાડિયા સુધી પાકિસ્તાનમાં રહેશે અને દેશમાં આર્થિક સુધારા થઈ રહ્યા છે કે નહીં તેની સમીક્ષા કરશે. જો મિશનને સંતોષકારક સુધારા જોવા મળશે, તો જ પાકિસ્તાનને નવું દેવુ મળશે. પાકિસ્તાની અખબાર […]

એશિયા કપ વિવાદમાં હવે નવો વળાંક આવ્યો : મોહસિન નકવીએ માંગી માફી

એશિયા કપ 2025ના ફાઇનલ પછી ઉઠેલા વિવાદ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવીએ આખરે માફી માંગી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠક દરમિયાન નકવીએ કહ્યું કે, “જે થયું તે થવું જોઈતુ ન હતું, પરંતુ હવે આપણે નવી શરૂઆત કરવી જોઈએ. ટ્રોફી માટે હું તૈયાર છું, સૂર્યકુમાર યાદવ પોતે આવીને ટ્રોફી લઈ જાય.” ભારતે […]

ચેન્નાઈમાં ભીષણ દુર્ઘટના : 30 ફૂટ ઉપરથી આર્ચ ધરાશાયી થતા 9 શ્રમિકોના મોત

ચેન્નાઈ : તમિલનાડુમાં વધુ એક મોટી દુર્ઘટના બની છે. ઉત્તર ચેન્નાઈ સ્થિત એનૉર થર્મલ પાવર સ્ટેશનના બાંધકામ સ્થળે આર્ચ (કમાન) ધરાશાયી થતાં 9 શ્રમિકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ ઘાયલ થયા છે. ઘટના દરમિયાન આશરે 30 ફૂટ ઊંચાઈથી કમાન તૂટી પડતાં અનેક સ્થળાંતરિત શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. પ્રાથમિક અહેવાલો મુજબ, મૃતકો તમામ […]

કોમર્શિયલ  LPG સિલિન્ડરના ભાવમાં વધારો : ઘરેલુ સિલિન્ડરની કિંમતો યથાવત

નવી દિલ્હીઃ નવા મહિના ઓક્ટોબરની શરૂઆત સાથે જ દેશભરમાં લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 16 સુધીનો વધારો કર્યો છે. જો કે, 14 કિલોગ્રામના ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) દ્વારા જાહેર કરાયેલા અપડેટ મુજબ, દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code