છ દાયકાની સેવા બાદ મિગ-21ને વિદાય, ચંદીગઢમાં ભારતીય વાયુસેનાનો ઐતિહાસિક ક્ષણ
ચંદીગઢ : ભારતીય વાયુસેનાએ આજે દેશની રક્ષા ઇતિહાસનો એક અગત્યનો અધ્યાય પૂર્ણ કર્યો છે. લગભગ છ દાયકા સુધી આકાશમાં ગર્જના કરનાર મિગ-21 ફાઇટર જેટને ચંદીગઢમાં સત્તાવાર રીતે સેવાનિવૃત્ત કરવામાં આવ્યું છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ ઐતિહાસિક વિમાનને વિદાય અપાઈ હતી. એર ચીફ માર્શલ એપી સિંહે ‘બાદલ-3’ સ્ક્વોડ્રન સાથે મિગ-21ની છેલ્લી […]


