1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

નરેન્દ્ર મોદીએ હિમાચલના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું, 1,500 કરોડની સહાયની જાહેરાત કરાઈ

નવી દિલ્હીઃ વાદળ ફાટવા, ભારે વરસાદ અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં થયેલા નુકસાન અને પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રાહત અને પુનર્વસન કાર્યને ઝડપી બનાવવા સાથે અસરગ્રસ્ત લોકો માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. પ્રધાનમંત્રીએ પહેલા હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. આ પછી, […]

વારાણસી : ગંગાનું જળસ્તર વધતા નમો ઘાટ પણ પૂરની ઝપેટમાં, વહીવટી તંત્ર સાબદુ બન્યું

લખનૌઃ ઉત્તર પ્રદેશના ધાર્મિક શહેર વારાણસીમાં ગંગા નદીએ ફરી એકવાર તેનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે. પહાડી વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે નદીઓ પૂરમાં છે. વારાણસીમાં તેની મહત્તમ અસર જોવા મળી રહી છે, જ્યાં ગંગાનું જળસ્તર ચેતવણી બિંદુ (70.26 મીટર) ને વટાવી ગયું છે અને ભયના નિશાન (71.26 મીટર) ની નજીક પહોંચી ગયું છે. કેન્દ્રીય જળ […]

એશિયા કપઃ અબુ ધાબીની પિચ બેટિંગ માટે અનુકૂળ રહેશે

એશિયા કપ 2025 ની પહેલી મેચ અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. અબુ ધાબીની પિચ બેટિંગ માટે અનુકૂળ રહેશે, પરંતુ જેમ જેમ રમત આગળ વધશે તેમ તેમ પિચ ધીમી પડશે. સ્પિનરોને અહીં પિચ પર વધુ મદદ મળી શકે છે. અબુ ધાબીના હવામાનની વાત કરીએ તો, મંગળવારમાં થોડું ભેજવાળુ  વાતાવરણ રહેવાની શક્યતા […]

સામાજિક પ્રભાવને વધારવા માટે સુગ્રથિત સહયોગ પ્લેટફોર્મ બનાવવા ડૉ. પ્રીતિ અદાણીની હિમાયત

હોંગકોંગ : અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ હોંગકોંગમાં આયોજિત AVPN ગ્લોબલ કોન્ફરન્સ –2025માં કરેલા ચાવીરુપ સંબોધનમાં પરોપકારીઓ, વ્યવસાયિકો અને પરિવર્તન લાવી રહેલા સહુને ફક્ત આપો નહીં પણ સાથે મળીને નિર્માણ કરવા પ્રેરણાદાયક અપીલ કરી હતી.   ડૉ. અદાણીએ સામાજિક વિકાસ માટે આવનારા સમયનો મોટો જમ્પ પ્રત્યેક પરોપકારી સંસ્થાઓ, બિન સરકારી સંગઠ્ઠનો અને હિસ્સેદારોને એક […]

ભારતીય એરોસ્પેસ ઈતિહાસમાં નવો અધ્યાય ઉમેરાશે, તેજસ પર સ્વદેશી કાવેરી એન્જિનનું પરીક્ષણ થશે

નવી દિલ્હી : ભારત ટૂંક સમયમાં એરોસ્પેસ ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યું છે. DRDOના સૂત્રો મુજબ સ્વદેશી બનાવેલ કાવેરી એન્જિનને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ પર પરીક્ષણ માટે લગાવવામાં આવશે. આ પહેલીવાર હશે જ્યારે દેશે પોતે વિકસાવેલ એન્જિન કોઈ લડાકૂ વિમાન પર ચકાસવામાં આવશે. આ પ્રોજેક્ટ આગળ વધારવા માટે DRDO, HAL (હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ), […]

લાલકિલ્લા પાસે જૈન પર્વ પંડાલમાં થયેલી ચોરીનો પર્દાફાશ, ત્રણ આરોપી ઝડપાયા

નવી દિલ્હી : દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે લાલકિલ્લા નજીક આવેલા જૈન પર્વ પંડાલમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોને ઝડપ્યા છે. પોલીસે તેમના પાસેથી 725 ગ્રામની સોનાની ઝાડી, પીગળેલું સોનું અને રોકડ રકમ જપ્ત કરી છે. અપરાધ શાખાના ડીસીપી પંકજકુમાર સિંહે માહિતી આપી કે, 3 સપ્ટેમ્બરના રોજ લાલકિલ્લા પર આવેલા જૈન પંડાલમાંથી […]

અયોધ્યામાં 26 લાખ દીવા સાથે નવો વિશ્વ રેકોર્ડ બનશે, સરયુ કિનારે ભવ્ય દીપોત્સવની તૈયારીઓ

અયોધ્યા : રામનગરી અયોધ્યામાં આ વર્ષની દીપોત્સવ ઉજવણી વિશ્વ રેકોર્ડ તોડવા તૈયાર છે. પર્યટન વિભાગ દ્વારા સરયુ કિનારો, રામ કી પૈડી અને અન્ય ઘાટો પર લાખો દીયા પ્રગટાવી અદભૂત દૃશ્ય સર્જવામાં આવશે. પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે જણાવ્યું કે, 2017થી અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય દીપોત્સવ ઉજવાય છે અને આ પરંપરા જાળવતા આ વર્ષે પણ […]

કુલગામમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયાં

કુલગામ : દક્ષિણ કાશ્મીરના કુલગામના ગુડર જંગલ વિસ્તારમાં 12 કલાકથી વધુ ચાલી અથડામણમાં  બે આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે. તેમાં એક શોપિયાનના દરમડોરાનો આમિર અહમદ ડાર છે, જેનું નામ પહલગામ હુમલા બાદ તૈયાર કરાયેલી 14 સ્થાનિક આતંકીઓની યાદીમાં સામેલ હતું. પોલીસ અધિકારી મુજબ, આમિર ‘સી કેટેગરી’નો આતંકી હતો અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હતો. તે […]

સોનાના ભાવમાં ઈતિહાસિક ઉછાળો : 10 ગ્રામ દીઠ રૂ. 1,10,047 પર પહોંચ્યો

અમદાવાદ : મંગળવારે સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. સ્થાનિક વાયદા બજારમાં સોનું રૂ. 458ના ઉછાળા સાથે પહેલીવાર 10 ગ્રામ દીઠ રૂ 1,10,047ના ઈતિહાસિક સ્તરે પહોંચી ગયું છે. આ વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી અને અમેરિકન ડૉલરની નબળાઈને કારણે નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બર ડિલિવરી માટે સોનાનો વાયદા ભાવ રૂ. 458 (0.41%) વધીને […]

નેપાળમાં રાજકીય સંકટ ઉભુ થયું : 9 મંત્રીઓએ આપ્યા રાજીનામાં

કાઠમંડુ : નેપાળમાં રાજકીય સંકટ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીની સરકારે મોટો ઝટકો સહન કર્યો છે, કારણ કે 9 મંત્રીઓએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનારાઓમાં મુખ્યત્વે કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને માહિતી મંત્રાલયના મંત્રીઓ સામેલ છે. મંત્રીઓએ સ્પષ્ટ કહ્યું કે, સરકાર દ્વારા નીતિઓમાં પારદર્શિતા ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code