1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝ સામે સતત 10મી ટેસ્ટ શ્રેણી જીતી રચ્યો ઈતિહાસ

નવી દિલ્હીઃ ભારતે વેસ્ટ ઈન્ડીઝ સામે દિલ્હી ટેસ્ટ 7 વિકેટથી જીતીને 2-0 થી શ્રેણી જીતી લીધી હતી. આ ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડીઝ સામે સતત 10મો ટેસ્ટ શ્રેણીનો વિજય છે. આ સાથે, ભારતે કોઈ પણ પ્રતિસ્પર્ધી સામે સતત સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ સંયુક્ત રીતે મેળવી લીધો છે. ભારત પહેલા, દક્ષિણ આફ્રિકાની ટીમે 1998થી 2024 […]

મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ભારતના પ્રવાસે, પીએમ મોદી સાથે કરશે મુલાકાત

નવી દિલ્હીઃ મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ભારતના પ્રવાસે આવ્યાં છે. તેઓ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે. જ્યાં બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે. વાટાઘાટો પછી અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. મોંગોલિયન રાષ્ટ્રપતિ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે, અને રાષ્ટ્રપતિ મુર્મુ તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે. […]

સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની જરૂરિયાત, ભારત નિયમ આધારિત વ્યવસ્થાનો સમર્થક: રાજનાથસિંહ

નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથસિંહે સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર હાલમાં વિશ્વાસના સંકટનો સામનો કરી રહ્યું છે, કારણ કે તે આજની વૈશ્વિક હકીકતોને પ્રતિબિંબિત કરતું નથી અને તેથી આધુનિક પડકારોનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યું છે. રાજનાથસિંહે કોઈ દેશનું નામ લીધા વગર કહ્યું કે કેટલાક […]

માઓવાદીઓના કાવતરાને સુરક્ષાદળોએ બનાવ્યું નિષ્ફળ, જંગી માત્રામાં જપ્ત કરી વિસ્ફોટક સામગ્રી

નવી દિલ્હીઃ સુરક્ષા દળોએ ખતરનાક માઓવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. તાડપાલા બેઝ કેમ્પમાંથી કોબ્રા 206, CRPF 229, 153 અને 196 ની સંયુક્ત ટીમે KGH તળેટી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન માઓવાદીઓ દ્વારા છુપાવવામાં આવેલા BGL (બોમ્બ ગ્રેનેડ લોન્ચર) બનાવવા માટે મોટી માત્રામાં વિસ્ફોટકો અને સામગ્રી મળી આવી હતી. જપ્ત કરાયેલ સામગ્રીમાં 51 […]

ભારતમાં ફુગાવો 0.45 ટકાની આસપાસ રહેવાની શક્યતા

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં ફુગાવો આવતા મહિને 0.45 ટકાની આસપાસ રહેવાની શક્યતા છે, જે નિર્ણાયક પગલાં માટે મજબૂત આધાર પૂરો પાડે છે. અહેવાલમાં જણાવાયું છે કે બજારના વિવિધ વિભાગો અને સામાન્ય જનતાનો સામૂહિક અવાજ હોવાના કારણે, અમારું માનવું છે કે RBI અને MPC આ ચોક્કસ સમયે બદલાતી ભાવના પર […]

ઝેલેન્સકી ટ્રમ્પને મળશે, રશિયા પર હુમલો કરવા માટે નવા શસ્ત્રોની ચર્ચા કરશે

નવી દિલ્હી: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ વોશિંગ્ટનમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે, જ્યાં બંને નેતાઓ યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલી અને નવા શસ્ત્રો પર ચર્ચા કરશે. યુક્રેનને લાંબા અંતરની ટોમાહોક મિસાઇલો સપ્લાય કરવા અંગેની ચર્ચાઓ વચ્ચે ઝેલેન્સકી અને ટ્રમ્પે વાત કરી હતી. દરમિયાન, યુક્રેનના વડા પ્રધાન યુલિયાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ વોશિંગ્ટનની મુલાકાત લેવાનું […]

PoK થી કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોના ફાયરિંગમાં બે આતંકવાદીઓ ઠાર

શ્રીનગર: ઉત્તર કાશ્મીરમાં LoC પર માછલ (કુપવાડા) સેક્ટરમાં સેનાના જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અહેવાલો અનુસાર, આ કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઘટના પ્રદેશના કામકાડી વિસ્તારમાં બની હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ કરી રહેલા સૈનિકોએ કેટલાક સશસ્ત્ર તત્વોને કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરથી […]

ઉત્તર ભારતમાં શિયાળાની દસ્તક, રાત્રે લોકો ઠંડીનો કરી રહ્યાં છે અનુભવ

દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની શકયતા નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ હવે વિધિવત રીતે વિદાય લીધી છે. બીજી તરફ હવે રાત્રિના સમયે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. ઉત્તરપ્રદેશ સહિતના ઉત્તરભારતના રાજ્યોમાં આગામી દિવસોમાં ઠંડી ચમકારો વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ચોમાસાના વિદાયની સાથે જ […]

વેસ્ટઈન્ડિઝને ભારતે બીજી ટેસ્ટ મેચ 7 વિકેટથી હરાવી, ભારત 2-0થી સિરીઝ જીત્યું

નવી દિલ્હીઃ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે વેસ્ટઈન્ડિઝને સાત વિકેટથી હરાવીને બે મેચની સિરીઝ 2-0થી જીતી લીધી હતી. બીજી ઈનીંગ્સમાં ભારતને જીત માટે વેસ્ટઈન્ડિઝએ 121 લક્ષ્યાંક આપ્યો હતો. જે આજે રમતના પ્રથમ કલાકમાં જ હાંસલ કરી લીધો હતો. કેપ્ટન તરીકે ગિલની આ પ્રથમ ટેસ્ટ સિરીઝ જીત છે. દિલ્હીમાં રમાયેલી આ ટેસ્ટમાં […]

શાંતિ સ્થાપનામાં સૌથી મોટા યોગદાનકર્તાઓમાં ભારતનો પણ સમાવેશઃ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્રિવેદી

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં બે દિવસીય સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય યોગદાનકર્તા દેશો (યુએનટીસીસી)ના પ્રમુખોનું સમ્મેલન શરૂ થયું છે. જેની મેજબાની ભારતીય સેના કરી રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા 32 દેશોના સિનિયર સેન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે. યુએનટીસીસી સંમેલનનો મુખ્ય હેતુ ભવિષ્યમાં શાંતિ સ્થાપના માટે એક દ્રષ્ટીકોણ વિકસિત કરવો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code