1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

રામલલાની મૂર્તિ અને તેમના આભુષણોની દુનિયાભરમાં ચર્ચા, જાણો પ્રભુ શ્રી રામના આભુષણો અંગે

નવી દિલ્હીઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યાં છે. બીજી તરફ રામલલાની મૂર્તિને જે શણગાર કરાયો છે જેની ભારત જ નહીં સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે. રામલલાની સુંદર પ્રતિમાને સોનુ, હિરા, રૂબી અને પન્નાથી જડિત આભુષણોની પણ ચર્ચા થઈ રહી છે. રામલલાના પહેરાવેલા આભુષણો લખનૌમાં તૈયાર કરવામાં […]

મમતા બેનર્જી કોંગ્રેસ સામે ઝુકવા નથી તૈયાર, “વિપક્ષી ઈન્ડિયા” ગઠબંધનમાં ડખ્ખાના એંધાણ

કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ કોંગ્રેસને મોટો રાજકીય આંચકો આપવાની તૈયારી કરી લધી છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી તમામ 42 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આને લઈને સત્તાવાર રીતે ટીએમસીએ કંઈ કહ્યું નથી. પરંતુ ટીએમસી બેઠક વહેંચણીમાં થઈ રહેલા વિલંબથી નારાજ અને આક્રોશિત છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, […]

લાલ નિશાન સાથે ખુલ્યા બાદ ભારતીય શેરબજારમાં તેજી

અમદાવાદઃ ભારતીય શેરબજાર ગઈકાલે ભારે ઘટાડા સાથે બંધ થયા બાદ આજે સવારે લાલ નિશાન સાથે જ ખુલ્યું હતું. જો કે, માર્કેટ ઓપનિંગના એકાદ કલાકમાં જ માર્કેટ લીલા નિશાન ઉપર એટલે કે વધારા ઉપર પરત ફર્યું હતું. સવારે એકાદ કલાકમાં જ બીએસઈમાં 200થી વધારે પોઈન્ટનો વધારો થયો હતો. જ્યારે નિફ્ટીમાં 75થી વધારે પોઈન્ટ સાથે ટ્રેડ કરતું […]

કુનો નેશનલ પાર્ક: નામીબીયાની લવાયેલી માદા ચિત્તા જ્વાલાએ 3 બચ્ચાને જન્મ આપ્યો

નવી દિલ્હીઃ કુનો નેશનલ પાર્કમાં 17 સપ્ટેમ્બર, 2022 ના રોજ નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિતા જ્વાલાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. આ પછી વન વિભાગની ટીમ ઘણી ખુશ દેખાઈ રહી છે. આ અંગે કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે. દેશભરના તમામ વન્યજીવન ફ્રન્ટલાઈન યોદ્ધાઓએ વન્યજીવ પ્રેમીઓને અભિનંદન પાઠવ્યા છે. […]

દેશમાં આવનાર સમયમાં નવ રાજ્યોમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સેન્ટરો સ્થપાશેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતમાં ગુનાઓના નિયંત્રણ અને ડિટેક્શન માટે ભારતની ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમને ટેકનોલોજીના માધ્યમ દ્વારા વિશ્વની સૌથી આધુનિક  ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમ બનાવવાનો મક્કમ નિર્ધાર અમે કર્યો છે. જે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આજે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સનો ત્રિદિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવતા […]

ગુજરાતના મતદારોનું યોગદાન હંમેશા મોખરે રહ્યું છે અને આ વખતે પણ ટોચના સ્થાને રહેશેઃ જે.પી.નડ્ડા

ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે ગાંધીનગર ખાતે લોકસભા મતવિસ્તાર કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન નડ્ડાએ એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાતની તમામ લોકસભા સીટોને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં 26માંથી તમામ 26 બેઠકો મેળવશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા […]

અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં લાખો શ્રદ્ધાળુઓ

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે મંદિર ભક્તો માટે દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. દરમિયાન વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા. બીજી તરફ મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોને જોઈને તંત્રના હોંશ પણ ઉડી ગયા હતા. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા મંદિર પરિસર નજીકથી ધક્કામુક્કી થઈ હતી. જેથી […]

ન્યૂઝ જે છે ખાસ : ચીનની અકળામણ, ઈરાન-માલદીવમાં ચાલબાજી, પાકિસ્તાનની પળોજણ, મસ્કે ક્યાં મુદ્દે આપ્યું ભારતને સમર્થન

તાઈવાનની સરકારને શુભેચ્છા ચીનની અકળામણ ભારત અને ચીન વચ્ચે 2020થી ચાલી રહેલા સૈન્ય અને કૂટનીતિક તણાવ વચ્ચે નવો ફણગો ફૂટયો છે. તાઈવાનની નવી સરકારે ભારતને શુભેચ્છા પાઠવી છે. આને લઈને ચીનના પેટમાં નિશ્ચિતપણે તેલ રેડાવાનું છે. ન્યૂઝ એજન્સી ફોકસ તાઈવનના અહેવાલ મુજબ, તાઈવાનમાં ભારતના પ્રતિનિધિ મનહરસિંહ લક્ષ્મણભાઈ યાદવે નવનિર્વાચિત નેતાઓને અભિનંદન આપ્યા છે. ન્યૂઝ એજન્સી […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદને લઈ એલોન મસ્કે સમર્થન આપ્યું

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા તથા સ્પેસએક્સ જેવી કંપનીઓના વડા એલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યપદની વકાલત કરી છે. તેમણે કહ્યું છે કે, વિશ્વના સૌથી મોટા સંગઠન સંયુક્ત રાષ્ટ્રમાં કેટલાક મુદ્દાઓ પર ફેરફાર કરવાની જરૂર છે. ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાને કારણે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી […]

ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યા બાદ 500થી વધારે પોઈન્ટનો કડાકો

મુંબઈઃ મંગળવારે શેરબજારમાં કારોબારની શરૂઆત લીલા નિશાન સાથે થઈ હતી. સારા વૈશ્વિક સંકેતોથી બજારને તેજી જોવા મળી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં ઉત્તમ પરિણામો બાદ ICICI બેન્ક સહિત અન્ય શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેના કારણે સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને ખુલ્યો હતો. નિફ્ટી પણ શરૂઆતના કારોબારમાં 21700ને પાર કરી ગયો હતો. મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન IT, ફાર્મા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code