1. Home
  2. ગુજરાતી
  3. રામલલાની મૂર્તિ અને તેમના આભુષણોની દુનિયાભરમાં ચર્ચા, જાણો પ્રભુ શ્રી રામના આભુષણો અંગે
રામલલાની મૂર્તિ અને તેમના આભુષણોની દુનિયાભરમાં ચર્ચા, જાણો પ્રભુ શ્રી રામના આભુષણો અંગે

રામલલાની મૂર્તિ અને તેમના આભુષણોની દુનિયાભરમાં ચર્ચા, જાણો પ્રભુ શ્રી રામના આભુષણો અંગે

0
Social Share

નવી દિલ્હીઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યાં છે. બીજી તરફ રામલલાની મૂર્તિને જે શણગાર કરાયો છે જેની ભારત જ નહીં સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે. રામલલાની સુંદર પ્રતિમાને સોનુ, હિરા, રૂબી અને પન્નાથી જડિત આભુષણોની પણ ચર્ચા થઈ રહી છે. રામલલાના પહેરાવેલા આભુષણો લખનૌમાં તૈયાર કરવામાં આવ્યાં છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટએ જણાવ્યું કે, લખનૌના હરસહાયમલ શ્યામલાલ જ્વેલર્સે આભુષણો બનાવ્યાં છે. પ્રભુ શ્રી રામના ભવ્ય આભુષણોને યતીંદ્ર મિશ્રાને લીમદ્વાલ્મીકિ, શ્રી રામચરિતમાનસક અને આલવન્દાર સ્ત્રોતના અભ્યાસ અને શોધ અનુસાર તૈયાર કરાવ્યાં છે. રામાયણમાં ભગવાન શ્રી રામજીની શાસ્ક્ષસમ્મત શોભા અનુરૂપ જ્વેલર્સે આભુષણો બનાવ્યાં છે. માથા ઉપર મુગટથી લઈને ગળામાં હાર, માથામાં તિલક, વિંટી, કમર બંધ અને કાનમાં કુંડલ સહિતના તમામ આભુષણ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યાં છે.

શ્લામલાલ જ્વેલર્સના જણાવ્યા અનુસાર રામલલાને મુગટ સહિત 14 જ્વેલરી પહેરવવામાં આવી છે. આ આભુષણો 10થી 12 દિવસમાં તૈયાર કરવામાં આવ્યાં છે. 1લી જાન્યુઆરીએ ટ્રસ્ટે ફોન કરીને દાગીના બનાવવા માટે ઓર્ડર આપ્યો હતો અને 2 જાન્યુઆરીના રોજ રામલલાનું માપ લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમને રમવા માટે સોના-ચાંદીના હાથી-ધોડા અને છ અન્ય રમકડાં પણ તૈયાર કરવામાં આવ્યાં છે. 14 આભુષણોમાં રામલલાનો મુગટ, કાનના કુંડળ, ગળાના ચાર હાર, હાથમાં કડા, કમરબંધ, આંગળીઓમાં વીંટી, તિલક અને ધનુષ-બાણનો સમાવેશ થાય છે.

મુગટઃ રામલલાનો મુગડ ખુબ અદભુત છે. મુગડને 1 કિલો 700 ગ્રામ સોનામાંથી બનાવવામાં આવ્યો છે જેમાં 75 કેરેટના હિસા, 175 કેરેટનો પન્ના અને 262 કેરેટનો રૂબી લગાવવામાં આવ્યો છે. મુગટમાં સુર્યવંશીના પ્રતિક સમાન સૂર્યના ચિન્હ પણ બનાવાયાં છે અને બે હિરા પણ લગાવવામાં આવ્યાં છે જે અનેક વર્ષ જુના માનવામાં આવે છે. મુગડમાં મોર અને માછલી પણ બનાવવામાં આવી છે. મુગડમાં 3 પક્ષી અને મધ્યમાં મોટો એક પન્ના લગાવવામાં આવ્યો છે. પન્ના બુધનો સ્વામી છે. પન્ના રાજવીઓની ઓખળ હોય છે એટલે આભુષણમાં લગાવાયો છે.

તિલકઃ પ્રભુ શ્રી રામજીના તિલકમાં 16 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મધ્યમાં 3 કેરેટનો હિતો અને બંને તરફ 10 હિરા લગાવવામાં આવ્યાં છે તિલકની મધ્યમાં રૂબી લગાવવામાં આવ્યો છે. દરેક રામ નવમીના દિવસે બપોરે 12 કલાકે સૂર્યના કિરણો તિલક પર નીચેથી આવશે અને 5 મિનિટ સુધી ઉતર તરફ રહેશે. આ રીતે તિલક તૈયાર કરવામાં આવ્યું છે.

વીંટીઃ રામલલાને હાથમાં પન્નાની વીંટી પહેરાવવામાં આવી છે. આ વીંટીનું વજન લગભગ 65 ગ્રામ જેટલું છે. જમણા હાથમાં 26 ગ્રામની વીંટી પણ છે. સોનાની વીંટીમાં રૂબી લગાવવામાં આવ્યો છે.

ગળાનો હારઃ રામલલાને ગળામાં સોનાની વિજયમાળા પહેરવામાં આવી છે. આ વિજયમાળા ગળી પગ સુધી લાંબી છે જેને 22 કેરેટ સોનાથી તૈયાર કરવામાં આવી છે. વિજયમાલા વૈષ્ણવ પંરપરાના તમામ મંગળ ચિન્હ સુદર્શન ચક્ર, પદ્મપુષ્મ, શંખ અને મંગળ કળસને દર્શાયા છે. જેમાં પાંચ પ્રકારના દેવતાઓના પ્રિય પુષપોને અલંકરિત કરાયાં છે. આ પુષ્પ કમળ, ચમ્પા, પારિજાત, કુંદ અને તુલસી છે.

રામલલાના ગળામાં લગભગ 500 ગ્રામ સોનાનો હાર પણ છે જેમાં લગભગ 150 કેરેટ રૂબી અને 380 કેરેટ પન્ના લગાવેલો છે. હારની વચ્ચે સૂર્યવંશનું ચિન્હ પણ છે. ચિન્હની મધ્યમાં રૂબી લગાવેલો છે. જે સૂર્ય ભગવાનનું જ રત્ન છે અને બાજુમાં માણિક્યમાં ફુલ, પન્ના અને નેચરલ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામજીના ગળામાં પંચલડા પણ છે જેમાં પાંચ હેર છે. જે પંચતત્વોને દર્શાવે છે. જે ગળાથી નાભી સુધી લાંબી છે. જેમાં પન્ના અને હિરાનો ઉપયોગ કરાયો છે.

કમરબંધઃ રામલલાના માટે 750 ગ્રામનો કમરબંધ બનાવાયો છે. જેમાં 70 કેરેટના હિરા અને 850 કેરેટનો રૂબી અને પન્ના લગાવેલો છે. ટ્રસ્ટએ જણાવ્યું કે, પવિત્રતાનો બોધ કરાવવા માટે કમરવબંધ ઉપર પાંચ નાની-નાની ઘંટડીઓ પણ લગાવી છે. આ ઘંટડીમાં મોતી, રૂબી અને પન્નાનો ઉપયોગ કરાયો છે.

બાજુબંધઃ રામલલા માટે 22 કેરેટ સોનાના ચાર બાજુ બંધ બનાવાયાં છે. આ ઉપરાંત રામલલાના હાથમાં કડુ પણ છે જેમાં રૂબી, પન્ના અને હિરા લગાવવામાં આવ્યાં છે.

ધનુષ-બાણઃ રામલલા માટે સોનાના ધનુષ-બાણ પણ બનાવવામાં આવ્યાં છે. ધનુષ-બાણ બનાવવા માટે એક કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code