Homeગુજરાતીઅમદાવાદમાં આવતીકાલે IPL 2024ની પહેલી ક્વોલિફાયરમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ...

અમદાવાદમાં આવતીકાલે IPL 2024ની પહેલી ક્વોલિફાયરમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામ

IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની છેલ્લી લીગ મેચ વરસાદને કારણે રદ થઈ હતી. ગુવાહાટીમાં રવિવાર સાંજથી જ વરસાદ પડી રહ્યો હતો. ટૉસમાં સાડા ત્રણ કલાકનો વિલંબ થયો હતો, પરંતુ વરસાદે ચાહકોની આશા પર પાણી ફેરવ્યું હતું. આવી સ્થિતિમાં બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યા છે. આ પોઈન્ટ સાથે કોલકાતા પહેલા અને રાજસ્થાન ત્રીજા સ્થાને છે.

પહેલી ક્વાલિફાયરમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે 21 મેના રોજ અમદાવાદમાં ટક્કર થશે. આ જ મેદાન પર 22 મેના રોજ રાજસ્થાન અને બેંગલુરુ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular