તજિકિસ્તાન, 21 ઑક્ટોબર, 2026 – Defence Minister “વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી પ્રેરિત થઈને ભારત વૈશ્વિક શાંતિ અને માનવજાતના કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે સમૃદ્ધિ, જ્ઞાન અને સામર્થ્યનો સંગમ ધરાવતો દેશ બનવાની આકાંક્ષા ધરાવે છે,” તેમ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે તાજિકિસ્તાનના દુશાનબે ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતનું આર્થિક પરિવર્તન, સુધારા-લક્ષી સુશાસન, તકનીકી પ્રગતિ અને વૈશ્વિક સ્તરે વધતી પ્રતિષ્ઠા આ વિઝનને સાકાર કરવા તરફનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યા છે.
ભારતના વિકાસ દરને રેખાંકિત કરતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વના અનેક અગ્રણી અર્થતંત્રો મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં 16 ટકાથી વધુ યોગદાન આપી રહ્યું છે અને આશરે 7.8 ટકાના દરે વૃદ્ધિ નોંધાવી રહ્યું છે. બદલાતા વૈશ્વિક વેપાર દ્રશ્યપટનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે ભારતે 38 દેશો સાથે મુક્ત વેપાર કરારો (FTA) કર્યા છે, જેનાથી ભારતીય ઉત્પાદકો માટે નવા બજારો ખૂલ્યા છે. તેમણે જણાવ્યું કે ભારત-યુકે અને ભારત-ઈયુ વેપાર કરારો, જે આ બજારોમાં ભારતની 99 ટકા નિકાસ પરના ટેરિફ (જકાત) નાબૂદ કરે તેવી અપેક્ષા છે, તે દેશની વેપાર સંભાવનાઓ અને વૈશ્વિક આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.
Addressing the Indian diaspora in Dushanbe, Tajikistan, Raksha Mantri Shri @rajnathsingh said that under the leadership of PM Shri @narendramodi, India is progressing towards becoming a nation that combines prosperity, knowledge & strength with a commitment to global peace and the well-being of humanity, guided by the timeless philosophy of Vasudhaiva Kutumbakam.
Read here: https://t.co/v0Uplp2poh
@IndEmbDushanbe
@MEAIndia— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) October 20, 2026
છેલ્લા દાયકામાં સુશાસન અને નીતિનિર્માણમાં આવેલા પરિવર્તન અંગે શ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત ‘પોલિસી પેરાલિસિસ’ના યુગમાંથી બહાર આવીને સ્પષ્ટ નીતિગત દિશા દ્વારા સંચાલિત ‘રિફોર્મ એક્સપ્રેસ’ ના યુગમાં પહોંચ્યું છે. તેમણે કહ્યું, “અમારા માટે સુધારાઓ એ કોઈ મજબૂરી નથી; તે અમારો દ્રઢ વિશ્વાસ છે.”
સંરક્ષણ મંત્રીએ નોંધ્યું હતું કે ચાલુ ખાતાની ખાધ જે 12-13 વર્ષ પહેલાં જીડીપીના ચાર ટકાથી વધુ હતી, તે વિતેલા નાણાકીય વર્ષમાં ઘટીને 0.61 ટકા થઈ ગઈ છે. ભારતનું વિદેશી હૂંડિયામણ અનામત 700 અબજ યુએસ ડોલરને વટાવી ગયું છે, જ્યારે બેંકિંગ ક્ષેત્ર તેની અત્યાર સુધીની સૌથી મજબૂત સ્થિતિમાં છે.
સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતની પ્રગતિને ઉજાગર કરતા શ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સંરક્ષણ નિકાસ રૂ. 38,424 કરોડની વિક્રમી સપાટીએ પહોંચી છે, જ્યારે સંરક્ષણ ઉત્પાદન વધીને રૂ. 1.80 લાખ કરોડ થયું છે. તેમણે રેખાંકિત કર્યું હતું કે સ્ટાર્ટ-અપ્સની સંખ્યા 2014 પહેલાં માત્ર થોડાક સો હતી જે વધીને 2.5 લાખથી વધુ થઈ ગઈ છે, અને આમાંથી લગભગ અડધા સ્ટાર્ટ-અપ્સ નાના શહેરો અને નગરોમાંથી આવે છે, જ્યારે 45 ટકાથી વધુ સ્ટાર્ટ-અપ્સમાં ઓછામાં ઓછી એક મહિલા ડિરેક્ટર કે ભાગીદાર છે. તેમણે કહ્યું કે પોસાય તેવા મોબાઈલ ડેટા અને વ્યાપક કનેક્ટિવિટીએ વધુ ભારતીયોને તકો મેળવવા માટે સક્ષમ બનાવ્યા છે, જેનાથી નવીનતા (ઇનોવેશન) ને પ્રોત્સાહન મળ્યું છે અને નવા ઉકેલો પ્રાપ્ત થયા છે.
સંરક્ષણ મંત્રીએ સમાવેશી વિકાસની અસર પર પણ પ્રકાશ ફેંક્યો હતો અને જણાવ્યું હતું કે વિતેલા દાયકામાં આશરે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે. તેમણે સરકારી સહાય સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં પહોંચાડવામાં, ભ્રષ્ટાચાર ઘટાડવામાં તેમજ પારદર્શિતા વધારવામાં JAM ટ્રિનિટી (જન ધન, આધાર, મોબાઈલ) અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
શ્રી રાજનાથ સિંહે નોંધ્યું હતું કે ભારતની અક્ષય ઉર્જા (રિન્યુએબલ એનર્જી) ક્ષમતા 2014 માં આશરે 75 GW હતી જે વધીને લગભગ 300 GW થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું કે ભારત સેમિકોન ઈન્ડિયા પ્રોગ્રામ અને ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન દ્વારા સેમિકન્ડક્ટર ઉત્પાદન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. “અમે જહાજ (ships) અને ચિપ (chips) બંનેના ઉત્પાદન તરફ આગળ વધી રહ્યા છીએ, જે વ્યૂહાત્મક ક્ષેત્રોમાં આપણી સ્થિતિ મજબૂત કરે છે,” તેમ તેમણે કહ્યું હતું.
ભારતના ડિજિટલ પરિવર્તન અંગે શ્રી રાજનાથ સિંહે હાઈલાઈટ કર્યું હતું કે દેશ રિયલ-ટાઈમ ડિજિટલ વ્યવહારો માટે વૈશ્વિક હબ તરીકે ઉભરી આવ્યો છે. UPI વ્યવહારોનું મૂલ્ય 2016-17માં રૂ. 7,000 કરોડ હતું જે વધીને 2025-26 માં રૂ. 314 લાખ કરોડ થયું છે, જે રોકડ-રહિત અને કાગળ-રહિત અર્થતંત્ર તરફ ભારતની ઝડપી કૂચ દર્શાવે છે. તેમણે રેલવે, રસ્તા, એરપોર્ટ, બંદરો અને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સહિત ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભૂતપૂર્વ વિસ્તરણ પર પણ ભાર મૂક્યો હતો.
સાયન્સ અને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે ભારતની સિદ્ધિઓને રેખાંકિત કરતા શ્રી રાજનાથ સિંહે ચાંદરીયાન અને આદિત્ય-L1 ની સફળતાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગગનયાન માનવ અંતરિક્ષ મિશનની તૈયારીઓની પ્રગતિ અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સંરક્ષણ મંત્રીએ ભારતને એક એવા આત્મવિશ્વાસુ રાષ્ટ્ર તરીકે વર્ણવ્યું હતું જેની સાથે વિશ્વભરના દેશો મજબૂત અને સકારાત્મક સંબંધો બાંધવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે ભારતીય મૂળના લોકો સાંસ્કૃતિક રાજદૂત તરીકે કામ કરે છે, જેઓ પોતાના યજમાન દેશોના વિકાસમાં યોગદાન આપવાની સાથે વિશ્વભરમાં ભારતના મૂલ્યો અને પરંપરાઓને આગળ ધપાવે છે.
શ્રી રાજનાથ સિંહે ગાઢ સાંસ્કૃતિક અને જન-સંપર્ક સંબંધો સ્થાપિત કરવા તરફ થઈ રહેલા પ્રયાસોની સરાહના કરી હતી અને નોંધ્યું હતું કે તાજિક લોકોમાં ભારતીય ગીતો, સંગીત, સાહિત્ય અને સિનેમાની લોકપ્રિયતાને કારણે ભારત અને તાજિકિસ્તાન મિત્રતાના મજબૂત બંધનથી જોડાયેલા છે. તેમણે ઉમેર્યું હતું કે બંને દેશો વચ્ચેના લાંબા ગાળાના સૌહાર્દપૂર્ણ સંબંધોમાં ભારતીય સમુદાયનું યોગદાન એક મજબૂત કડી સમાન છે.
આ પ્રસંગે, સંરક્ષણ મંત્રીએ પ્રખ્યાત ભારતવિદ (Indologist) અને તાજિકિસ્તાનના પ્રથમ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પ્રો. હબીબુલ્લો રજબોવનું સન્માન કર્યું હતું અને હિન્દી સાહિત્ય તથા શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય અને તાજિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવી હતી.


