1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પંજાબ: સરહદ પારથી હથિયારોની દાણચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ, 2ની ધરપકડ

નવી દિલ્હીઃ પંજાબ પોલીસે સરહદ પારથી હથિયારોની દાણચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા ફિરોઝપુર પોલીસે ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોરી અને વિક્રમજીત સિંહ ઉર્ફે વિક્કીની ધરપકડ કરાઈ છે. બંને આરોપીઓ પાસેથી છ ગ્લોક 9mm પિસ્તોલ, 4 મેગ્ઝિન અને 4 જીવતા કારતૂસ મળી […]

મુંબઈમાં હથિયારો સાથે યુવકની ધરપકડ

પૂણેઃ મુંબઈની પંત નગર પોલીસે ઘાટકોપર વિસ્તારમાં મધ્યપ્રદેશના 24 વર્ષનાં યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી 2 દેશી બનાવટની પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ જપ્ત કરાયા છે. આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી છે. આરોપીનું નામ અજય કૈલાશ કાયતા છે. પોલીસે આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, કોર્ટે તેને 12 નવેમ્બર સુધી પોલીસ […]

INS સાવિત્રી મોઝામ્બિક પહોંચ્યું, દ્વિપક્ષીય દરિયાઈ સંબંધોને વેગ મળશે

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળનું ઓફશોર પેટ્રોલ વેસલ INS સાવિત્રી હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેની વર્તમાન જમાવટના ભાગ રૂપે મોઝામ્બિકના પોર્ટ બેરા ખાતે પહોંચ્યું. મોઝામ્બિકન નૌકાદળના કર્મચારીઓ દ્વારા જહાજનું ઉષ્માભર્યું અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. આ સ્વાગત બંને દેશો વચ્ચેના ઊંડા ઐતિહાસિક સંબંધો અને મજબૂત દરિયાઈ સહયોગનું પ્રતીક છે. સંરક્ષણ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને આ […]

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું

મુંબઈઃ મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે મંગળવારે ભારતીય શેરબજાર નીચા સ્તરે ખુલ્યું. સવારે 9:32 કલાકે, સેન્સેક્સ 191 પોઈન્ટ ઘટીને 83,332 પર ખુલ્યું હતું. નિફ્ટી 55 પોઈન્ટ ઘટીને 25,518 પર બંધ રહ્યો હતો. શરૂઆતના સત્રમાં નાણાકીય અને બેંકિંગ શેરોમાં ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિસ 0.85 ટકા, નિફ્ટી પીએસયુ બેંક 0.71 ટકા, નિફ્ટી એનર્જી 0.31 ટકા, નિફ્ટી […]

દિલ્હી બ્લાસ્ટ અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા વિસ્ફોટને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રધાનમંત્રીએ X (પૂર્વે Twitter) પર પોસ્ટ કરી વિસ્ફોટમાં જાન ગુમાવનારાઓ માટે શોક વ્યક્ત કર્યો અને ઘાયલોના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે આશા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “ધમાકાથી પ્રભાવિત લોકોને સહાય આપવા અધિકારીઓ કાર્યરત છે. ગૃહ […]

ઓપરેશન સિંદૂર હેઠળ આગામી દિવસોમાં મોટી કાર્યવાહી થવાની શકયતા

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ ભારતીય આર્મીએ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી અડ્ડાઓને નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. તે વખતે સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે, હવે જો દેશમાં કોઈ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણીને સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે. જેથી દિલ્હીમાં લાલકિલ્લા પાસે થયેલા બ્લાસ્ટને પગલે ભારતીય સેના આગામી દિવસોમાં […]

દિલ્હીમાં લાલકિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ અંગે અમિત શાહે પીએમ મોદીને માહિતગાર કર્યાં

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં લાલકિલ્લા પાસે કારમાં થયેલા બ્લાસ્ટને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમગ્ર ઘટના અંગે માહિતગાર કર્યાં હતા. આ ઉપરાંત અમિત શાહે દિલ્હીના પોલીસ કમિશન, આઈબીના ચીફ અને એનઆઈએના ડીજી સાથે ટેલિફોન ઉપર વાત કરી હતી. દેશની રાજધાની દિલ્હીમાં લાલકિલ્લા પાસે થયેલા બ્લાસ્ટને પગલે સમગ્ર […]

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશન પાસે કારમાં બ્લાસ્ટ, 10 ના મોત

નવી દિલ્હીઃ સુરક્ષા એજન્સીઓએ ગુજરાત બાદ જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો  છે. દરમિયાન મોડી સાંજે દેશની રાજધાની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક સોમવારે સાંજે વિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ ગભરાટ ફેલાઈ ગયો હતો. અહેવાલો અનુસાર, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટની આ ઘટનામાં 8થી […]

આગામી સમયમાં એઆઈ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધ પણ કરી શકશે

આગામી વર્ષોમાં કૃત્રિમ બુદ્ધિ (AI) ફક્ત ચેટબોટ્સ અથવા શોધ સાધનો સુધી મર્યાદિત રહેશે નહીં. અમેરિકન કૃત્રિમ બુદ્ધિ કંપની OpenAI કહે છે કે 2028 અને તે પછી, AI “મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધો” કરી શકશે જે અત્યાર સુધી ફક્ત માનવીઓ જ કરી શકતા હતા. કંપની અનુસાર, AI હાલમાં ફક્ત નાની શોધો કરવા સક્ષમ છે, પરંતુ આગામી વર્ષોમાં તેની ક્ષમતાઓ […]

શિયાળામાં આ પાંચ પ્રકારની ચટણીમાં સ્વાદમાં વધારાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક

ચટણી ભારતીય રસોઈનો અવિભાજ્ય ભાગ છે. ભોજનમાં સ્વાદ વધારવા સાથે આ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે, કારણ કે ચટણીમાં તેલનો ઉપયોગ બહુ ઓછો થાય છે. કોથમી-પુદીના થી લઈને કાચી કેરી, આંબલી, નાળિયેર કે ટમેટાની ચટણી દરેકમાં છે પોષક તત્વો અને ઔષધીય ગુણ હોય છે. ખાસ કરીને શિયાળામાં બનેલી કેટલીક ચટણીઓ સ્વાદમાં તીખી પણ આરોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code