1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

એમવી કેમ પ્લૂટો જહાજ પર ડ્રોનથી હુમલાના જવાબદારોને છોડવામાં નહીં આવેઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ એમવી કેમ પ્લૂટો જહાર ઉપર ડ્રોનથી હુમલો અને લાલ સાગરમાં એમવી સાઈબાબા પર હુમલા મામલે ભારત સરકારે કહ્યું છે કે, જવાબદારોને છોડવામાં આવશે નહીં. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, હુમલાખોરોને પાતાળમાંથી ખોદીને બહાર કાઢવામાં આવશે. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતમાં સમુદ્રી ક્ષેત્રમાં હલચલ તેજ બની છે ભારતની વધતી આર્થિક તાકાત […]

RBI કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર દ્વારા તપાસ કરાઈ

એચડીએફસી બેંક સહિત અન્ય 11 સ્થળોને પણ ઉડાવી દેવાની ધમકી તમામ સ્થળો ઉપરથી કંઈ શંકાસ્પદ ન મળ્યું સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં આરબીઆઈ કાર્યાલય અને એચડીએફસી બેંક સહિત 11 જેટલા સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની નનામી ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું. અજાણ્યા શખ્સોએ ઈમેલ […]

PM મોદીએ બનાવ્યો મોટો રેકોર્ડ, YouTube પર આવું કરનાર વિશ્વના પ્રથમ નેતા

મુંબઈ:સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીનો પ્રભાવ ચાલુ છે. એક તરફ પીએમ મોદી એપ્રુવલ રેટિંગમાં વિશ્વભરના નેતાઓને પાછળ છોડી રહ્યા છે, તો બીજી તરફ તેમણે યુટ્યુબ પર પણ સબસ્ક્રાઇબર્સની બાબતમાં એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. પીએમ મોદીની યુટ્યુબ ચેનલ 20 મિલિયન એટલે કે 2 કરોડ સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગઈ છે. પીએમ મોદી આ વિશેષ […]

જમ્મુ-કાશ્મીરના પૂંછ આતંકવાદી હુમલામાં પાક-ચીન કનેક્શનનો થયો પર્દાફાશ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુંછ હુમલામાં મોટો ખુલાસો થયો છે. ઈન્ટેલિજન્સ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં પાકિસ્તાન અને ચીનની સંયુક્ત સાંઠગાંઠ દેખાઈ રહી છે. PAFF અને TRF જેવા પાકિસ્તાની શેડો આતંકવાદી સંગઠનો જમ્મુમાં ચાઈનીઝ હથિયારો, બોડી સૂટ, કેમેરા અને કોમ્યુનિકેશન ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યાં છે. ગુપ્તચર એજન્સીના જણાવ્યા અનુસાર, આતંકવાદી હુમલા દરમિયાન ચીનની ટેક્નોલોજીથી બનેલી સ્નાઈપર […]

પાકિસ્તાનઃ કાશ્મીર મુદ્દે ઝેર ઓકનાર બિલાવલની પાર્ટીએ હિન્દુ મહિલાને ચૂંટણી મેદાનમાં ઉતારી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આવતા વર્ષે યોજાવનારી સામાન્ય ચુંટણીમાં પહેલી વખત કોઈ હિંન્દુ મહિલાએ ઉમેદવારી કરી છે. સવેરા પ્રકાશ નામની હિન્દુ મહિલા ખૈબર પખ્તૂનખ્વાના બુનેર જિલ્લાથી છે. આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાવનારી 16મી નેશનલ અસેમ્બલીની ચુંટણી પ્રક્રિયા શરૂ થઈ છે. પાકિસ્તાનમાં અલગ-અલગ પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરુ કર્યું છે. એવામાં એક હિંન્દુ મહિલાએ ફેબ્રુઆરીમાં યોજાવનારી ચુંટણીમાં […]

દેશમાં કોવિડ-19ના 412 નવા કેસ નોંધાયા, JN1ના 69 કેસ

કોરોનાનો ખતરો ફરી ડરાવા લાગ્યો કોવિડ-19ના 412 નવા કેસ નોંધાયા  દિલ્હી: કોરોના મહામારી ફરી એકવાર ઝડપથી ફેલાઈ રહી છે. દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે ભારતમાં કોવિડ-19ના 412 નવા કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા વધીને 4,170 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સવારે 8 […]

ભારતમાં રહેલા અમુક પરિબળો અને વિદેશી તાકાત સનાતન એકતાને ખંડિત કરવાના કાવાદાવા કરે છેઃ ડો.ગુરુપ્રકાશ પાસવાન

અમદાવાદઃ  ઉત્તર ભારતમાં દિવાળી પછી ઉજવાતી છઠ પૂજામાં સૌથી વધુ ભક્તિભાવ કોણ દર્શાવે છે? કાવડયાત્રામાં સૌથી વધુ કયા સમુદાયના લોકો હોય છે? રામનામી સંપ્રદાય શું છે અને કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો? શું શબરી વિના શ્રીરામની કલ્પના શક્ય છે? આ પ્રશ્નો સાથે પટણા યુનિવર્સિટી લૉ કૉલેજના પ્રાધ્યાપક ડૉ. ગુરુપ્રકાશ પાસવાને ભારતમાં દલિત વિમર્શ ઊભો કરવાની જરૂરિયાત […]

SVPI એરપોર્ટ માટે રેકોર્ડ્સ અને નવીનતાઓ સાથે 2023 પુર્ણાહુતિને આરે

સર્વોચ્ચ પેસેન્જર ટ્રાફિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ સહિત એરલાઇન્સ કનેક્ટીવીટીની સિદ્ધિઓ   અમદાવાદ, 26 ડિસેમ્બર, 2023:- અમદાવાદના ગૌરવ સમુ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કેટલાય સુધારા-વધારા અને નવીન વિક્રમ સર્જનો સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાના કેન્દ્રમાં રહ્યું. 2023માં સૌથી વધુ મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરી હતી. પેસેન્જર ટ્રાફિક ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચો દરમિયાન સતત ત્રણ […]

‘ભારત-રશિયા સંબંધો હંમેશા મજબૂત રહેશે’,વિદેશ મંત્રી જયશંકરે મોસ્કોમાં આપ્યું મોટું નિવેદન

વિદેશ મંત્રી રશિયાના પાંચ દિવસના પ્રવાસે જયશંકરે મોસ્કોમાં આપ્યું મોટું નિવેદન ‘ભારત-રશિયા સંબંધો હંમેશા મજબૂત રહેશે’ દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાના પાંચ દિવસના પ્રવાસે છે. રશિયાના વિદેશ મંત્રી અને અન્ય ટોચના નેતાઓને મળ્યા પહેલા એસ જયશંકરે રશિયામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે,ભૌગોલિક અને વ્યૂહાત્મક પરસ્પર નિર્ભરતાને કારણે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code