1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અદાણી વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા

ગાંધીનગરઃ અમદાવાદમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, જે બાળકો નાની ઉંમરથી જ પરિશ્રમને પ્રાધાન્ય આપે છે એ જરૂરથી પોતાના જીવનકાળમાં સફળ થાય છે. એવા અનેક મહાપુરુષોના ઉદાહરણો છે જેઓને આજે દેશ જ નહીં પણ સમગ્ર […]

પ્રતિબંધોની વચ્ચે ઈરાને જર્મની, ફ્રાન્સ અને બ્રિટનમાંથી રાજદૂતોને પરત બોલાવ્યા

તેહરાન : ઈરાને જર્મની, ફ્રાન્સ અને બ્રિટનમાંથી પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 15 સભ્યોની બેઠકમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પુનઃસ્થાપિત કરવા માટેના પ્રસ્તાવને રશિયા અને ચીન અટકાવવામાં નિષ્ફળ રહ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂતે પશ્ચિમી દેશો પર રાજદ્વારી પ્રક્રિયાને નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ […]

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ બિહાર માટે 7 નવી ટ્રેનોને લીલી ઝંડી આપી

પટણા : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આજે બિહાર માટે ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ સહિત કુલ સાત નવી ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો મુઝફ્ફરપુરથી ચારલાપલ્લી, દરભંગાથી મદાર જંકશન અને છાપરાથી આનંદ વિહાર ટર્મિનલને જોડશે. આ કાર્યક્રમમાં રેલવે મંત્રી નવી દિલ્હીની વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા, જ્યારે […]

એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમ પર વરસ્યો પૈસાનો વરસાદ, BCCIએ 21 કરોડના ઇનામની કરી જાહેરાત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2025નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ટી20 ફોર્મેટના ફાઇનલ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે પરાજય આપ્યો હતો. પાકિસ્તાનએ ભારતને 147 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને તિલક વર્મા, શિવમ દુબે અને સંજુ સેમસનના શાનદાર પ્રદર્શનથી ટીમ ઇન્ડિયાએ સહેલાઈથી હાંસલ કરી લીધો. આ સાથે ભારતે 9મી વાર એશિયા […]

એશિયા કપમાં ભારતની જીતથી ઉશ્કેરાટમાં પાકિસ્તાન, મોદીએ ટીમ ઈન્ડિયાને પાઠવી શુભકામના

નવી દિલ્હીઃ એશિયા કપ 2025માં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત પછી પડોશી દેશ પાકિસ્તાનમાં તિલમિલાટ જોવા મળી રહ્યો છે. ભારતીય નેતાઓ પણ પાકિસ્તાન પર ટિપ્પણી કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કિરણ રિજિજુ પછી હવે ખેલમંત્રી મનસુખ મંડાવિયાએ પણ પાકિસ્તાનને લઈને સોશિયલ મીડિયા પોસ્ટ કર્યું છે. મંડાવિયાએ એક્સ પર લખ્યું કે, “સરહદ પર પણ હરાવ્યા, […]

ટીમ ઇન્ડિયાનો મોટો નિર્ણય: પાકિસ્તાની મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો કર્યો ઇનકાર

નવી દિલ્હીઃ એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી ચોંકાવનારું પગલું ભર્યું હતું. મેચ બાદ ખેલાડીઓએ સ્પષ્ટ જણાવ્યું કે, તેઓ પાકિસ્તાની રાજકારણી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસિન નકવીના હાથે ટ્રોફી નહીં સ્વીકારે. મેચ પૂરી થયા બાદ લગભગ બે કલાક સુધી હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો […]

અમૃતસરમાં મોટી કાર્યવાહી: બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલા 4 યુવકની ધરપકડ

અમૃતસરઃ અમૃતસર પોલીસે એક મોટી કાર્યવાહી કરતાં પટવારખાનાની પાસે એન્ટી-નેશનલ નારા લખનારા ચાર યુવકની ધરપકડ કરી છે. પોલીસ કમિશ્નરે માહિતી આપતાં જણાવ્યું કે, આ તમામ યુવક બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના એક્ટિવ ઓપરેટિવ છે અને તરનતારનમાં થયેલી ફાયરિંગ તથા અટેમ્પ્ટ ટુ મર્ડર જેવા ગંભીર ગુનાઓમાં સામેલ હતા. પોલીસ અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ગુરવિંદર ઉર્ફ હરમન, વિશાલ, […]

પ્રધાનમંત્રી મોદીની ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત અંગેની માહિતી તેમણે વ્યક્તિગત રીતે એક્સ (પૂર્વ ટ્વિટર) પર આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, તેમની સાથે વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સી.પી. રાધાકૃષ્ણને 12 સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. 9 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી […]

લખીમપુર ખીરીમાં ગમખ્વાર અકસ્માત: બસ અને વાન અથડાતા 5ના મોત, 10 ઘાયલ

લખનૌઃ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં રવિવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખીરી પોલીસ સ્ટેશન વિસ્તારના ઓયલ કસ્બા નજીક સ્ટેટ હાઈવે પર પુરપાટ ઝડપે આવી રહેલી રોડવેઝ બસ અને ઓમની વાન વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં વાનમાં સવાર 15 મુસાફરોમાંથી 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે 10 મુસાફર ગંભીર રીતે ઘાયલ […]

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ: 10 મોત, 11,800થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

પૂણેઃ મહારાષ્ટ્ર, ગુજરાત અને અન્ય રાજ્યોમાં ફરીથી ભારે વરસાદ પડ્યો છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં પડેલા વરસાદમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં દસ લોકોના મોત થયા છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 11,800થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નાસિક જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ચાર લોકોના મૃત્યુ થયા છે, જેમાંથી ત્રણનો મોત ઘરો ધરાશાયી થવાના કારણે થયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code