એમનું મૈત્રીપૂર્ણ નિખાલસ હાસ્ય અને લાગણીશીલ શબ્દો આજે પણ કાનમાં પડઘાય છે
ભગીરથભાઈ એક એવું નામ કે જેને મુદ્રણની દુનિયાના નાના-મોટા સૌ કોઈ આદર અને સન્માનપૂર્વક લે છે. એમનું બહુવિધ વ્યક્તિત્વ એટલું દમદાર હતું કે, મુદ્રણ ક્ષેત્ર હોય કે સમાજ સેવાનું, શિક્ષણનું ક્ષેત્ર હોય કે પ્રવાસનનું એમણે પ્રત્યેક ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને આગવું પ્રદાન કર્યું છે. હું ઘણીવાર કહેતો હોંઉ છું કે, ભગીરથભાઈ મુદ્રણ ક્ષેત્રના ચાણક્ય છે. જેમ […]