1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

યુક્રેન યુદ્ધવિરામ પર મુદ્દે અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિનની બેઠક મળશે

યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની વધતી આશાઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે આવતા શુક્રવારે એક મહત્વપૂર્ણ બેઠક કરવાની જાહેરાત કરી છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે અમેરિકાએ ભારત પર 25 ટકા વધારાનો કર લાદ્યો છે, જે રશિયાથી તેલ ખરીદવાના કારણે લાદવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ‘ટ્રુથ સોશિયલ’ પર […]

યુપીના બારાબંકીમાં ભારે વરસાદને કારણે બસ પર ઝાડ પડતા 5 લોકોના મોત

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે એક દુ:ખદ અકસ્માત થયો, જ્યાં યુપી રોડવેઝની બસ પર અચાનક એક મોટું ઝાડ પડી ગયું. આ અકસ્માતમાં બસમાં સવાર પાંચ લોકોના મોત થયા, જ્યારે ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા. સીએમ યોગી આદિત્યનાથે અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું અને પીડિતોને તાત્કાલિક મદદ કરવા સૂચના આપી છે. આ ઘટના […]

હિમાચલ પ્રદેશના ચંબામાં કાર અકસ્માતમાં 6 લોકોના મોત

હિમાચલ પ્રદેશમાં એક મોટી દુર્ઘટના બની છે. ચંબાના ચુરાહ સબડિવિઝનમાં, પર્વત પરથી એક મોટો પથ્થર એક કાર પર પડ્યો, જેના કારણે કાર ખાડામાં પડી ગઈ. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. સ્વિફ્ટ કાર નંબર HP 44 4246 જે ભજરાડુથી શ્રીગર ગામ જઈ રહી હતી, તેને અકસ્માત થયો. સૌયા પાથરી નજીક, પર્વત પરથી મોટા પથ્થરો […]

નરેન્દ્ર મોદી સાથે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ ટેલિફોન પર વાતચીત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે બ્રાઝિલના રાષ્ટ્રપતિ, મહામહિમ, લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા તરફથી ટેલિફોન કોલ મળ્યો હતો.પ્રધાનમંત્રીએ ગયા મહિને તેમની બ્રાઝિલની મુલાકાતને યાદ કરી, જેમાં બંને નેતાઓ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ, કૃષિ, આરોગ્ય અને લોકો વચ્ચેના સંબંધોમાં સહયોગને મજબૂત બનાવવા માટે એક માળખા પર સંમત થયા હતા. આ ચર્ચાઓના આધારે, તેમણે ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને નવી […]

અમેરિકાએ વધારેલા ટેરિફ અંગે પીએમ મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે બપોરે 1 વાગ્યે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં, યુએસ ટેરિફની અસર અંગે ગંભીર પરામર્શ થશે.અમેરિકા દ્વારા ભારતીય માલ પર ટેરિફ 50 ટકા સુધી વધારવાના નિર્ણય બાદ બંને દેશો વચ્ચે વધતા વેપાર તણાવ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.આ બેઠકમાં અમેરિકાના પગલા પ્રત્યે ભારતના વ્યૂહાત્મક […]

બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પર કોઈ રાજકીય પક્ષે કોઈ વાંધો નોંધાવ્યો નથી: ચૂૂંટણીપંચ

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચ (ECI) બિહારની મતદાર યાદીઓનું સંશોધન કરી રહ્યું છે. નાગરિકોને સંપૂર્ણ માહિતી આપવા માટે નિયમિતપણે પ્રેસ નોટ્સ અને જાહેરાતો જારી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, શુક્રવારે દૈનિક બુલેટિન જારી કરીને, ચૂંટણી પંચે માહિતી આપી કે બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી અંગે છેલ્લા 7 દિવસમાં કોઈ રાજકીય પક્ષે કોઈ વાંધો નોંધાવ્યો નથી. […]

ભારત 2050 સુધીમાં 25 ટ્રિલિયન ડોલરનું પાવરહાઉસ બનશે: ગૌતમ અદાણી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, લખનૌ (IIML) ખાતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને ઉત્સાહજનક સંબોધન કર્યુ હતું. તેમણે ભારત 2050 સુધીમાં 25 ટ્રિલિયન ડોલરનું આર્થિક પાવરહાઉસ બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યુવા અને મહત્વાકાંક્ષી વસ્તી, વિશાળ સ્થાનિક માંગ, વિશ્વ કક્ષાનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારતીય વિચારોને સમર્થન આપતી મૂડીનો ઉદય, આ ચાર પરિબળોને તેમણે દેશના ઉજ્વળ ભવિષ્ય નિર્માણમાં […]

ધારાલી દૂર્ઘટનાઃ 274 લોકોને બચાવાયા, 814 બચાવ કાર્યકરો રાહત કાર્યમાં જોડાયાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી વિસ્તારમાં આવેલી આપત્તિ બાદ બચાવ કામગીરી ચાલુ છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સેના, વાયુસેના, ITBP, NDRF, SDRF અને વહીવટીતંત્રની ટીમો સતત પ્રયાસો કરી રહી છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અપડેટ મુજબ, અત્યાર સુધીમાં કુલ 274 લોકોને ગંગોત્રી અને અન્ય વિસ્તારોમાંથી […]

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં CRPFનું વાહન ખાડામાં ખાબક્યું, ત્રણ જવાનોના મોત

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એક અકસ્માત થયો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનોને લઈ જતું વાહન બસંતગઢમાં ખાડામાં પડી ગયું, જેના લીધે ત્રણ જવાનોના મોત થયા અને ઘણા ઘાયલ થયા. તમામ ઘાયલોને કમાન્ડ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. માહિતી આપતાં, ઉધમપુરના એડિશનલ એસપી સંદીપ ભટે જણાવ્યું હતું […]

કુબેરેશ્વર ધામમાં કાવડ યાત્રા દરમિયાન ત્રણ દિવસમાં 6 શ્રદ્ધાળુઓના મોત

મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં કુબેરેશ્વર ધામમાં કાવડ યાત્રા દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ મામલો હવે વધુ વકર્યો છે અને મધ્યપ્રદેશ માનવ અધિકાર પંચે આ અંગે સ્વતઃ નોંધ લીધી છે અને રિપોર્ટ મંગાવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયેલા છ મૃત્યુમાંથી, મૃતકોની ઓળખ ગુજરાતના પંચવેલના રહેવાસી ભૂરાના પુત્ર ચતુર સિંહ (50 વર્ષ); હરિયાણાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code