1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

કોચી-દિલ્હી ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ

કોચીઃ મંગળવારે મસ્કતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બની ધમકી મળ્યા બાદ નાગપુર એરપોર્ટ પર નિરીક્ષણ માટે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. તેમ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL) એ જણાવ્યું હતું. CIAL એ જણાવ્યું કે ઇન્ડિગો ફ્લાઇટ વિશેના સત્તાવાર ઇમેઇલ આઈડી પર ધમકી મળી હતી. ફ્લાઇટ સવારે 9.31 વાગ્યે 157 મુસાફરો અને છ ક્રૂ સભ્યો […]

સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, મુસાફરો કોલકાતામાં ઉતારાયાં

કોલકાતાઃ  એર ઈન્ડિયાએ તેના એક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા કોલકાતામાં તેના નિર્ધારિત સ્ટોપ પર સાન ફ્રાન્સિસ્કો-મુંબઈ ફ્લાઈટ રદ કરી દીધી છે. ફ્લાઈટ રદ થવાથી નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી અને ‘બોઇંગ 777-200 LR’ના 211 મુસાફરોએ અધિકારીઓને વિનંતી કરી હતી કે તેઓને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાને લઈ જવામાં […]

ઈરાન-ઈઝરાયલ યુદ્ધઃ ટ્રમ્પની તાત્કાલિક તેહરાન ખાલી કરવાની ચેતવણી

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં લખ્યું કે, મેં જે ‘સોદો’ કરવા કહ્યું હતું તેના પર ઈરાને હસ્તાક્ષર કરવા જોઈતા હતા. મને માનવ જાનહાનિનો દુ:ખ છે. ઇઝરાયલ અને ઈરાનના વધી રહેલા તણાવ વચ્ચે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે. ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવાનું બંધ કરવાની ચેતવણી આપતાં ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે, તેહરાનના લોકોએ […]

દેશના વિવિધ ભાગમાં બે હજાર ડ્રાઈવિંગ તાલીમ શાળા શરૂ કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશના વિવિધ ભાગમાં બે હજાર ડ્રાઈવિંગ તાલીમ શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, આ તાલીમ શાળા દેશના પછાત અને આદિવાસી વિસ્તારોમાં શરૂ કરાશે. તેનાથી યુવાનો માટે રોજગારની તકનું સર્જન થશે.  ગડકરીએ કહ્યું, દેશમાં અંદાજે 22 લાખ ડ્રાઈવરની અછત […]

પરમાણુ અપ્રસાર સંધિમાંથી બહાર નીકળવાની ઇરાનની યોજના

ઈઝરાયેલ સાથે વધી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાન પરમાણુ અપ્રસાર સંધિમાંથી બહાર નીકળવાની યોજના બનાવી રહ્યું છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને કહ્યું કે ઈરાનની સંસદ પરમાણુ સંધિ છોડવા માટે કાયદાનો મુસદ્દો તૈયાર કરી રહી છે. રાષ્ટ્રપતિએ તેહરાનના વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે પરમાણુ શસ્ત્રો વિકસાવવાની તેની કોઈ યોજના નથી અને ઈરાનની પરમાણુ પ્રવૃત્તિઓ શાંતિપૂર્ણ ઊર્જા અને સંશોધન […]

સાયપ્રસમાં કાઉન્સિલના સભ્યએ PM મોદીના ચરણ સ્પર્શ કર્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાયપ્રસ મુલાકાત દરમિયાન એક ભાવનાત્મક ક્ષણ જોવા મળી જ્યારે નિકોસિયા સિટી કાઉન્સિલના સભ્ય મિખાયલા કિથરીઓતી મ્લાપાએ ભારતીય પરંપરા મુજબ તેમનું સન્માન કરવા માટે તેમના ચરણ સ્પર્શ કર્યા. આ દ્રશ્ય ત્યારે જોવા મળ્યા જ્યારે પીએમ મોદી રાજધાનીના ઐતિહાસિક કેન્દ્રમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદીએ પણ આ સન્માન નમ્રતાપૂર્વક સ્વીકાર્યું અને તેમના માથા પર […]

કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે, કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 22મી જૂન સુધી કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત ક્ષેત્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. IMD એ 18 જૂને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ખૂબ […]

અમદાવાદ પ્લેન ક્રેશ: 137 મૃતકોના DNA મેચ

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તાર નજીક 12મી જૂનના રોજ થયેલી એર ઇન્ડિયાની AI171 પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારની આ કામગીરી અંતર્ગત મૃત્યુ પામેલા 137 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે. પાટનગર ગાંધીનગર ખાતે આવેલી FSLની કચેરીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક કરી હતી… જેમાં […]

નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે બે દિવસના કેનેડા પ્રવાસે

નવી દિલ્હીઃ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના કેનેડાના પ્રવાસ પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડા પહોંચી ચુક્યા છે. જ્યાં તેઓ આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી 51મી G-7 શિખર સંમેલનમાં ભાગ લેશે. G-7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી સતત છઠ્ઠી વખત ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી શિખર સંમેલન ઉપરાંત અનેક દ્વિપક્ષીય […]

આતંકવાદીઓ પાસે પૈસા અને ભંડોળ ટ્રાન્સફર કરવાના સાધનો વિના પહેલગામ જેવા હુમલા શક્ય નથીઃ FATF

નવી દિલ્હીઃ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિશ્વમાં આતંકવાદને નાણાકીય સહાય પૂરી પાડનારાઓ પર નજર રાખતી સંસ્થા FATF (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ)એ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code