1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં, સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો

મુંબઈ 07 જાન્યુઆરી 2026: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ નબળો રહ્યો છે. વૈશ્વિક બજારના દબાણ વચ્ચે આજે સ્થાનિક સૂચકાંકો ઘટાડા સાથે ખુલ્યા હતા. બીજી તરફ, રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફાખોરીને કારણે સોના અને ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં બજારની સ્થિતિ મિશ્ર રહી છે. BSE સેન્સેક્સ 145 પોઈન્ટના ઘટાડા સાથે 84,917 […]

મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટઃ ભારતીય ખેલાડી લક્ષ્ય સેને પ્રથમ મેચ જીતી

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતીય શટલર્સે ધમાકેદાર પ્રદર્શન કરીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. સ્ટાર ખેલાડી લક્ષ્ય સેને પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે, જ્યારે યુવા ખેલાડી આયુષ શેટ્ટીએ પેરિસ ઓલિમ્પિકના મેડલિસ્ટને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. લક્ષ્ય સેનનો સંઘર્ષપૂર્ણ વિજય ભારતના લક્ષ્ય સેને સિંગાપુરના ખેલાડી જિયા […]

પ્રધાનમંત્રીએ ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ સમુદ્ર પ્રતાપના કમિશનિંગની પ્રશંસા કરી

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) સમુદ્ર પ્રતાપના કમિશનિંગની પ્રશંસા કરી, જે ભારતની દરિયાઈ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે કહ્યું કે આ અદ્યતન જહાજનો સમાવેશ અનેક કારણોસર નોંધપાત્ર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ કમિશનિંગ સંરક્ષણ અને દરિયાઈ ક્ષમતાઓમાં આત્મનિર્ભર ભારતના ભારતના વિઝનને મજબૂત બનાવે છે. તેમણે વધુમાં […]

ઉત્તરભારતમાં કડકડતી ઠંડીઃ દિલ્હી-યુપી સહિત અનેક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હી 07 જાન્યુઆરી 2026: સમગ્ર ઉત્તર ભારત અત્યારે હાડ થીજવતી ઠંડી અને ગાઢ ધુમ્મસની લપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આકરી ઠંડીને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં શીત લહેર (Cold Wave) ફરી વળી છે, જેના […]

કોલંબો એરપોર્ટ પર કરોડોના ગાંજા સાથે ત્રણ ભારતીયોની ધરપકડ

નવી દિલ્હી 07 જાન્યુઆરી 2026: શ્રીલંકાના કોલંબો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 50 કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલ ગાંજાની કિંમત 14.5 કરોડથી વધુ છે, જે એરપોર્ટ પર અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે. ધરપકડ કરાયેલા લોકોમાં મુંબઈની બે મહિલા શિક્ષિકાઓનો પણ સમાવેશ થાય છે, જેઓ શ્રીલંકન એરવેઝની ફ્લાઇટમાં બેંગકોકથી […]

મતદારની નાગરિકતાની તપાસ કરવી ચૂંટણી પંચનો બંધારણીય અધિકાર

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં મહત્વની રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મતદાર યાદીમાં કોઈ વ્યક્તિનું નામ સામેલ કરતા પહેલા તેની ભારતીય નાગરિકતાની તપાસ કરવી એ પંચનો અધિકાર પણ છે અને બંધારણીય ફરજ પણ છે. પંચે ભારપૂર્વક કહ્યું કે આ પ્રક્રિયાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ વિદેશી નાગરિક ભારતમાં […]

પાલઘરઃ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થિનીને પરાણે નમાઝ પઢાવતા વિવાદ

મુંબઈ, 7 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં આવેલી એક મેડિકલ કોલેજમાં ચકચારી ઘટના સામે આવી છે. પોશેરી સ્થિત મેડિકલ કોલેજની હોસ્ટેલમાં પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીને અન્ય વિદ્યાર્થિનીએ બળજબરીપૂર્વક નમાઝ પઢવા મજબૂર કરી હોવાનો આક્ષેપ થતા તણાવ ફેલાયો છે. આ ઘટના બાદ હિન્દુ સંગઠનોએ કોલેજ કેમ્પસમાં ભારે હોબાળો મચાવ્યો હતો, જેના પગલે તંત્રએ એક પ્રોફેસર […]

ઝારખંડમાં જંગલી હાથીનો આતંક, એક જ રાતમાં 7 લોકોના મોત

ચાઈબાસા (પશ્ચિમ સિંહભૂમ) 07 જાન્યુઆરી 2026: નોઆમુન્ડી બ્લોકના જેતિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાબરિયા ગામમાં 6 જાન્યુઆરીની રાત્રે જંગલી હાથીના હુમલામાં એક પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના બે નાના બાળકોનો સમાવેશ થાય છે. હાથીના હુમલામાં પરિવારના અન્ય એક સભ્યનું પણ મોત થયું હતું. આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ […]

CM રેખા ગુપ્તાએ ભગતસિંહ અને કોંગ્રેસ મુદ્દે કરેલા નિવેદનથી વિવાદ સર્જાયો

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પોતાના એક નિવેદનને કારણે વિવાદોના વમળમાં ફસાયા છે. મંગળવારે દિલ્હી વિધાનસભામાં સંબોધન દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે શહીદ ભગત સિંહે ‘કોંગ્રેસ સરકાર’ વિરુદ્ધ બોમ્બ ફેંક્યો હતો. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વિપક્ષી દળોએ મુખ્યમંત્રીની ઐતિહાસિક જાણકારી પર આકરા પ્રહારો શરૂ કર્યા […]

એન્ટિબાયોટિક દવાઓ હવે અલગ રંગ કે કોડમાં દેખાશે, કેન્દ્રનો નિર્ણય

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: એન્ટિબાયોટિક દવાઓના આડેધડ અને ખોટા વપરાશને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી છે. સામાન્ય નાગરિકો સરળતાથી ઓળખી શકે કે તેઓ જે દવા લઈ રહ્યા છે તે એન્ટિબાયોટિક છે કે નહીં, તે માટે સરકાર દવાઓના પેકેજિંગ પર એક ખાસ ઓળખ પ્રણાલી લાવવાની યોજના બનાવી રહી છે. આ માટે સેન્ટ્રલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code