1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

દેશ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભારત દૂતાવાસ શરૂ કરશે

નવી દિલ્હીઃ ભારત મિત્ર દેશ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં દૂતાવાસ શરૂ કરશે. નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુતાકી સાથેની બેઠકમાં વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરએ કાબુલમાં દૂતાવાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી.જયશંકરએ આ દરમિયાન અફઘાનિસ્તાનના સંપ્રભુતાના સમર્થન પણ કર્યું હતું. 2021 બાદ આ પ્રથમવાર છે જ્યારે ભારતે અફઘાનિસ્તાનના સંપ્રભુતાનું પૂર્ણ સમર્થન આપ્યું છે. મુતાકી સાથે […]

નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત, વેનેઝુએલાના વિપક્ષ નેતા મારિયા કોરિના મચોડાનું કરાશે સન્માન

અનેક દેશમાં યુદ્ધ રોકાવ્યાનો દાવો કરનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નોબલ શાંતિ એવોર્ડની આશા રાખતા હતા. તેમજ પાકિસ્તાને પણ ટ્રમ્પને નોબલ શાંતિ એવોર્ડ આપવાની અપીલ કરી હતી. દરમિયાન આજે આ વર્ષના નોબલ શાંતિ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતતી ટ્રમ્પની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચોડાને આ એવોર્ડથી […]

ભારતના ‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાનમાં ભય: હવે બનાવશે અંડરગ્રાઉન્ડ એરબેસ

નવી દિલ્હીઃ ભારતના ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના 11 થી 13 એરબેસ પર સચોટ હુમલા કર્યા હતા, જેના કારણે પાકિસ્તાનને ભારે નુકસાન થયું હતું. આ હુમલાથી ડરીને હવે પાકિસ્તાન પોતાની એરફોર્સની સુરક્ષા માટે ભૂગર્ભ (અંડરગ્રાઉન્ડ) એરબેસ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ એરબેસ પહાડી વિસ્તારોમાં અથવા જમીન હેઠળ બનાવાશે જેથી તે હવાઈ તથા મિસાઇલ […]

ભારત-ઈઝરાયલની મિત્રતાનો વધુ એક પુરાવો મળ્યો, PM મોદી સાથે ફોન ઉપર વાત કરવા નેતન્યાહૂએ બેઠક અટકાવી

નવી દિલ્હીઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારના દિવસે ગાઝામાં થયેલા યુદ્ધવિરામ માટે ઇઝરાઇલના વડાપ્રધાન બેનજામિન નેતન્યાહૂને ટેલિફોન પર અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીના ફોન માટે નેતન્યાહૂએ પોતાની સિક્યુરિટી કેબિનેટની બેઠક થોડા સમય માટે રોકી હતી. આ સંવાદ દરમિયાન પીએમ મોદીએ ગાઝા શાંતિ યોજના અને બંધકોની મુક્તિના સમજોટા પર નેતન્યાહૂને અભિનંદન આપ્યાં હતા. ઇઝરાયલી પીએમઓએ નિવેદનમાં જણાવ્યું […]

કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક, તાબિબાનના મુખ્ય નેતા નૂર વલી મહસૂદના મોતની આશંકા

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પાકિસ્તાન દ્વારા એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ એરસ્ટ્રાઈકમાં તાલિબાનના મુખ્ય નેતા નૂર વલી મહસૂદના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. નૂર વલી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના ચીફ હતા, જેને પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરે છે. નૂરનું નામ પાકિસ્તાનની હિટલિસ્ટમાં વર્ષોથી સામેલ હતું. આ એરસ્ટ્રાઈકમાં પાકિસ્તાન ઉપરાંત અમેરિકાની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું […]

બિહાર: NDA માં બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ, ચિરાગ પાસવાનને મનાવવાના BJP ના પ્રયાસો

પટનાઃ બિહાર વિધાનસભાની આવનારી ચૂંટણી પહેલા એનડીએમાં બેઠક વહેંચણીને લઈને મતભેદો ઊભા થયા છે. મોડીરાત્રિ સુધી આ મુદ્દે બેઠકો ચાલી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે દિવસ દરમિયાન બે વખત લોક જનશક્તિ પાર્ટી (લોજપા)ના અધ્યક્ષ ચિરાગ પાસવાનના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. ત્યારબાદ રાત્રે ભાજપના બિહાર પ્રભારી અને કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન […]

ફિલીપિન્સમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર કરાઈ

દક્ષિણ ફિલીપિન્સના દાવો ઓરિએન્ટલ પ્રાંતમાં શુક્રવારે 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ પછી ફિલીપિન્સ વલ્કેનો એન્ડ સિસ્મોલોજી ઇન્સ્ટિટ્યૂટ (PHIVOLCS) એ મિંડાનાઓના દરિયાકાંઠા વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. અહેવાલ મુજબ, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 9.43 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર દાવો ઓરિએન્ટલના માનેથી આશરે 44 કિલોમીટર ઉત્તરપૂર્વે અને જમીનથી આશરે 20 કિલોમીટર ઊંડાણે […]

PM મોદી આવતીકાલે ખેડૂતો માટે બે મોટી યોજનાઓનો આરંભ કરાવશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દેશના ખેડૂતોને લક્ષ્યમાં રાખીને બે મહત્વપૂર્ણ યોજનાઓની ભેટ આપશે. આ યોજનાઓનો હેતુ કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનો અને ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. પ્રધાનમંત્રી જે બે યોજનાઓનો પ્રારંભ કરાવશે તેમાં ‘પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના’ અને ‘દલહન આત્મનિર્ભરતા મિશન’નો સમાવેશ થાય છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ […]

મહિલા વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો પરાજય

બેંગ્લોરઃ વિશાખાપટ્ટનમમાં ગુરુવારે રમાયેલી ICC મહિલા વર્લ્ડ કપની મેચમાં ભારતીય મહિલા ટીમને દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમે આ રોમાંચક મેચમાં ભારત દ્વારા અપાયેલા 252 રનના લક્ષ્યને 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 251રન બનાવ્યા હતા. […]

વૈશ્વિક ડિજિટલ વ્યવહારોમાંથી અડધા ભારતમાં થાય છેઃ નરેન્દ્ર મોદી

મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતે દુનિયાને બતાવ્યું કે ટેકનોલોજી સુવિધાની સાથે સમાનતાનું પણ સાધન છે. મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025 માં બોલતા, મોદીએ કહ્યું કે, ડિજિટલ ચુકવણી હવે દરેક નાગરિકના રોજિંદા જીવનનો એક ભાગ છે. પીએમ મોદીએ કહ્યું કે વૈશ્વિક ડિજિટલ વ્યવહારોમાંથી અડધા ભારતમાં થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની UPI, આધાર-સક્ષમ ચુકવણી પ્રણાલી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code