1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અફઘાનિસ્તાનનો પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કર્યાનો દાવો, ISIS ના ઠેકાણા ઉડાવ્યા

કાબુલ, 1 જુલાઈ 2026: અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે એક ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું છે કે તેની વાયુસેના (એરફોર્સ) એ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને ઇસ્લામિક સ્ટેટ (ISIS) ના આતંકી ઠેકાણાઓ પર જોરદાર હવાઈ હુમલા કર્યા છે. બે દિવસ પહેલા પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની ધરતી પર કરવામાં આવેલી એરસ્ટ્રાઈકના જવાબમાં તાલિબાને આ જવાબી કાર્યવાહી કરી છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા […]

પાકિસ્તાન: લાહોરમાં ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી, 14 બાળકોનાં મોત

લાહોર, 01 જુલાઈ 2026: પાકિસ્તાનના લાહોરમાં નિર્માણાધીન ઇમારતમાં આવેલી એક ખાનગી શાળાની છત ધરાશાયી થતાં ચૌદ બાળકોના મોત થયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા. 7 થી 13 વર્ષની વયના આ બાળકો ગીચ વસ્તીવાળા કહાના નૌ વિસ્તારમાં આવેલી એકેડેમીમાં વર્ગોમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે છત તૂટી પડી, જેના કારણે તેઓ કાટમાળ નીચે ફસાઈ […]

ડિજિટલ ઈન્ડિયાએ સામાન્ય માણસના જીવનને અત્યંત સરળ બનાવ્યું: PM મોદી

નવી દિલ્હી, 1 જુલાઈ 2026: ભારતની પ્રગતિની ગાથામાં સીમાચિહ્નરૂપ ગણાતા ‘ડિજિટલ ઈન્ડિયા’ અભિયાનના આજે 11 વર્ષ પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ પહેલે ભારતને વિશ્વભરમાં એક નવી ઓળખ અપાવી છે અને ‘વિકસિત ભારત’ના પાયાને મજબૂત બનાવ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે છેલ્લા એક દાયકામાં ડિજિટલ ઈન્ડિયાએ સામાન્ય માણસના […]

વેનેઝુએલા: વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1900ને પાર પહોંચ્યો

ન્યૂયોર્ક,  જુલાઈ 2026: વેનેઝુએલામાં તાજેતરમાં આવેલા બે શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. વેનેઝુએલાની નેશનલ એસેમ્બલીના પ્રમુખ જોર્જ રોડ્રિગ્ઝે આપેલી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 1,943 પર પહોંચ્યો છે, જ્યારે 10,000થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપની સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારે ‘સ્ટેટ ઓફ ઇમરજન્સી’ (કટોકટી) જાહેર કરી છે. રાહત અને બચાવ […]

રાજસ્થાનઃ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બસ-ટ્રકની ગમખ્વાર અકસ્માતમાં 8 ના મોત

જયપુર, 1 જુલાઈ 2026: રાજસ્થાનના દૌસા જિલ્લામાં બુધવારે વહેલી સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઋષિકેશથી ઈન્દોર જઈ રહેલી એક સ્લીપર બસ આગળ જઈ રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા બસમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં 8 લોકોના કરૂણ મોત થયા છે, જેમાં 6 લોકો જીવતા ભૂંજાયા હતા, જ્યારે 2 […]

જીએસટીના ૯ વર્ષ, ચેકપોસ્ટના જંગલથી ડિજિટલ ભારત સુધીની સફરઃ વેપાર વધ્યો કે વાંધા ઘટ્યા?

હેમંત પરમાર દ્વારા ૧ જુલાઈ, ૨૦૧૭. ભારતીય અર્થતંત્રના ઇતિહાસમાં એવી તારીખ, જેને કેટલાક લોકોએ આર્થિક ક્રાંતિ ગણાવી હતી તો કેટલાકે તેને દેશના વેપાર-ઉદ્યોગનો અંતિમ સંસ્કાર જાહેર કરી દીધો હતો. સંસદમાં મધ્યરાત્રિના વિશેષ સત્રમાં જીએસટી અમલમાં આવ્યો અને સાથે જ દેશની રાજનીતિમાં આગાહીબાજી, ભવિષ્યવાણી અને વિરોધની નવી સ્પર્ધા શરૂ થઈ ગઈ. તે સમયે કેટલાક રાજકીય નેતાઓ […]

એર ફોર્સ સ્ટેશન વડોદરા દ્વારા ઇન્ડસ્ટ્રી આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરાયું

[અલકેશ પટેલ]  એર ફોર્સ સ્ટેશન વડોદરા, 30 જૂન, 2026 – એર ફોર્સ સ્ટેશન વડોદરા દ્વારા આત્મનિર્ભર ભારત સંદર્ભે 30 જૂનને મંગળવારે ઇન્ડસ્ટ્રી આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘આત્મનિર્ભર ભારત‘ ના રાષ્ટ્રીય વિઝનને સમર્થન આપવા માટે ભારતીય વાયુસેના અને ભારતીય સંરક્ષણ ઉદ્યોગ વચ્ચેના સહયોગને મજબૂત કરવાના હેતુથી એર ફોર્સ સ્ટેશન વડોદરા દ્વારા આ ઇન્ડસ્ટ્રી આઉટરીચ […]

માનસિક તણાવને હળવાશથી ન લો, આ આદતો બદલીને સ્ટ્રેસ મુક્ત જીવન જીવો

આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં તણાવ (સ્ટ્રેસ) એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઓફિસમાં કામનું દબાણ, પારિવારિક જવાબદારીઓ, અભ્યાસની ચિંતા, આર્થિક તંગી અને બદલાતી જીવનશૈલી જેવા અનેક કારણોસર લોકો માનસિક તણાવનો શિકાર બની રહ્યા છે. જો આ તણાવ લાંબા સમય સુધી રહે, તો તે માત્ર માનસિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન પહોંચાડી […]

ચહેરા પર ભૂલથી પણ ન લગાવો આ 5 વસ્તુઓ, નહીં તો ખીલથી ચહેરો બગડશે

ઉનાળા અને અસહ્ય ભેજવાળા હવામાનમાં ઓઇલી સ્કીન (તૈલી ત્વચા) ધરાવતા લોકોની મુશ્કેલીઓ ઘણી વધી જાય છે. આ ગરમીમાં સ્કીન કેરને લગતી નાની સરખી ભૂલ પણ ચહેરા પર ખીલ (પિમ્પલ્સ) નું કારણ બની શકે છે. આજકાલ સોશિયલ મીડિયા પર રીલ્સ કે વીડિયો જોઈને મોટાભાગની મહિલાઓ ઘરગથ્થુ ઉપચારો આંધળુકિયા કરીને ચહેરા પર અખતરા કરવા લાગે છે, જે […]

નાસ્તામાં બનાવો પ્રોટીન અને આયર્નથી ભરપૂર ટેસ્ટી મગ પાલકની પૂરી

જો તમે દરરોજ સવારે એ જ પરોઠા અને બોરિંગ નાસ્તો ખાઈને કંટાળી ગયા છો અને કંઈક એવું ટ્રાય કરવા માંગો છો જે સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ હોય, તો ‘મગ પાલકની પૂરી’ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. મગની દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે, જ્યારે પાલકમાં આયર્નનું પ્રમાણ ખૂબ વધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code