HomeAgency Newsકોલકાતામાં દુર્ગા પૂજા દરમિયાન પંડાલ તૂટી પડતાં ૧૮ મૃત્યુ, 35 ઘાયલ

કોલકાતામાં દુર્ગા પૂજા દરમિયાન પંડાલ તૂટી પડતાં ૧૮ મૃત્યુ, 35 ઘાયલ

કોલકાતા, 17 ઑક્ટોબર, 2026 – pandal collapses during Durga Puja in Kolkata પશ્ચિમ બંગાળના કોલકાતામાં દુર્ગાપૂજાના ઉત્સવ વચ્ચે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સપ્તમીની સાંજે ચોરબગાન સાર્વજનિક પૂજા પંડાલનો એક ભાગ તૂટીને નીચે પડી ગયો, જેના કારણે ત્યાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ દરમિયાન ઓછામાં ઓછા 18 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હોવાનું અને અન્ય 35 ઘાયલ હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહે ઘટના અંગે આઘાત વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો માટે 2-2 લાખ રૂપિયા તથા ઘાયલોને 50-50 હજાર રૂપિયાની તાકીદની સહાયની જાહેરાત કરી છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પણ રૂબરૂમાં ચાંપતી નજર રાખી રહ્યા છે.

પ્રાથમિક અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મૃત્યુ થયા છે અને લગભગ 35 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગેટ તૂટીને પડવાથી ઘણા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ દુર્ઘટના બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ઘાયલોને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. 

ઇજાગ્રસ્તોને કોલકાતા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આપત્તિને પહોંચી વળવા માટે પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પશ્ચિમ બંગાળ સરકારે આ દુર્ઘટના સંબંધિત માહિતી મેળવવા માટે 18003455678 નંબરનો ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે.

ઘટનાને નજરે જોનાર લોકોના જણાવ્યા મુજબ સાંજના સમયે થોડો વરસાદ વરસ્યા બાદ પંડાલમાં વરસાદથી બચવા માટે શ્રદ્ધાળુઓ વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ હતી, જેના કારણે આ ગમખ્વાર દુર્ઘટના ઘટી હતી. એક અન્ય પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ અનેક લોકો બેભાન થઈ ગયા હતા અને તેમને મોટરસાઇકલ પર બેસાડીને હોસ્પિટલ લઈ જવાયા હતા.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img