Homeગુજરાતીદેશ-વિદેશરાજસ્થાન: ઉદયપુરમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, ફાયર બ્રિગેડ-ટ્રેલરની ટક્કરમાં ચારનાં મોત

રાજસ્થાન: ઉદયપુરમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, ફાયર બ્રિગેડ-ટ્રેલરની ટક્કરમાં ચારનાં મોત

ઉદયપુર, 04 નવેમ્બર 2026: ઉદયપુર જિલ્લાના મકાડજાપા ગામ નજીક સવારે નેશનલ હાઈવે-48 પર થયેલા એક ભયાનક માર્ગ અકસ્માત બાદ જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહેલા બે વ્યક્તિઓનું મોડી રાત્રે ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું.

મૃતકોમાં ફાયર બ્રિગેડના કર્મચારી અને ટ્રેલર ચાલકનો સમાવેશ થાય છે. અગાઉ, આ અકસ્માતમાં દાઝી જવાથી બે ફાયર ફાઈટરોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. આમ, આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા ચાર થઈ ગઈ છે.

સ્ટેશન હાઉસ ઓફિસરના જણાવ્યા અનુસાર, સંજીત અલી હરિયાણાના કુરુક્ષેત્રનો રહેવાસી હતો, જ્યારે બુદ્ધપ્રકાશ બ્યાવરનો હતો. બંને એમ.બી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

ખોટી દિશામાંથી આવ્યું ટ્રેલર અને સામસામે ટક્કર

આ અકસ્માત સવારે લગભગ 11 વાગ્યે થયો હતો. પશ્ચિમ બંગાળમાં નોંધાયેલી ‘અગ્નિરક્ષક’ નામની ખાનગી કંપનીનું એક ફાયર ટેન્ડર (અગ્નિશામક વાહન) ગુજરાતથી ઉદયપુર તરફ જઈ રહ્યું હતું. તે સમયે, ઉદયપુરથી અમદાવાદ તરફ જઈ રહેલું એક ટ્રેલર ટ્રક અનિયંત્રિત થઈ ગયું અને હાઈવેની સામેની લેનમાં ઘૂસી જઈને ફાયર ટેન્ડર સાથે અથડાયું.

વધુ વાંચો: IND vs NZ: વિરાટ કોહલીની તોફાની અડધી સદી, ભારતે ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular