Homeગુજરાતીદેશ-વિદેશIND vs NZ: વિરાટ કોહલીની તોફાની અડધી સદી, ભારતે ન્યૂઝીલેન્ડને 5 વિકેટે...

IND vs NZ: વિરાટ કોહલીની તોફાની અડધી સદી, ભારતે ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું

નવી દિલ્હી, 04 નવેમ્બર 2026: અર્શદીપ સિંહના નેતૃત્વમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, અને વિરાટ કોહલીની ધમાકેદાર અડધી સદીની મદદથી ભારતીય ટીમે બુધવારે ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ વન-ડે (ODI) મેચમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી પરાજય આપ્યો હતો.

ઈડન પાર્કમાં વરસાદે ત્રણ વખત મેચમાં વિક્ષેપ પાડ્યો. પહેલાં, વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો. ત્યારબાદ, વરસાદના બીજા રાઉન્ડને લીધે ઓવરોની સંખ્યામાં 10 ઓવરનો ઘટાડો કરવામાં આવ્યો, જેનાથી ભારત સામે 40 ઓવરમાં 167 રનનું લક્ષ્ય નક્કી થયું.

વરસાદ થંભી ગયા બાદ મેચ ફરી શરૂ થઈ, પરંતુ માત્ર એક ઓવર પછી વરસાદને કારણે રમત ફરી ખોરવાઈ ગઈ. આ વખતે મેચમાં આઠ ઓવરનો ઘટાડો કરવામાં આવ્યો અને ભારત સામે 35 ઓવરમાં 143 રનનું લક્ષ્ય રાખવામાં આવ્યું.

ગિલ અને કોહલીની ઇનિંગ્સને કારણે ભારતની જીત

પહેલી જ ઓવરમાં રોહિત શર્માની વિકેટ પડ્યા બાદ, ગિલ અને કોહલીએ ક્રિઝ પર મોરચો સંભાળી લીધો. આ જોડીએ બીજી વિકેટ માટે 104 બોલમાં 113 રનની ભાગીદારી નોંધાવી.

ગિલ અને કોહલી સામે ન્યૂઝીલેન્ડના બોલરો લાચાર જણાયા. કોહલીએ 51 બોલમાં 13 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 74 રનની ધમાકેદાર ઇનિંગ રમી. બીજી તરફ, ગિલે 56 બોલમાં 37 રન બનાવીને ઉત્તમ સાથ આપ્યો. તેમના શાનદાર પ્રદર્શનને કારણે, ભારતે 23મી ઓવરમાં સરળ વિજય મેળવ્યો.

જોકે જેકબ ડફીએ અંતિમ તબક્કામાં કોહલી સહિત ભારતના ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો મેચ ન્યૂઝીલેન્ડના હાથમાંથી નીકળી ગઈ હતી. નમન ધીરે બાઉન્ડ્રી ફટકારીને ભારત માટે જીત નિશ્ચિત કરી દીધી. આ સાથે જ, પાંચ મેચની શ્રેણીમાં ભારતે 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

વધુ વાંચો: મણિપુરમાં ફરી ભડકી હિંસા! બે વિરોધી જૂથો વચ્ચે ગોળીબારમાં ત્રણ ઉગ્રવાદીઓ ઠાર

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular