ઈમ્ફાલ, 04 નવેમ્બર 2026: મણિપુરના નોની જિલ્લામાં વહેલી સવારે પ્રતિસ્પર્ધી ઉગ્રવાદી જૂથો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અથડામણમાં ઓછામાં ઓછા ત્રણ ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે નાગા બહુમતી ધરાવતા નોની જિલ્લાના ખોપમ વિસ્તારમાં આવેલા તૌદાઈઝાંગ ગામમાં સવારે લગભગ 4 વાગ્યે અચાનક ભારે ગોળીબાર શરૂ થઈ ગયો હતો.
આ અથડામણ વિવિધ નાગા ઉગ્રવાદી સંગઠનોના સભ્યો વચ્ચે થઈ હોવાની શંકા છે; અહેવાલો અનુસાર, તેમાં ‘ઝેલિયાંગરોંગ યુનાઈટેડ ફ્રન્ટ’ અને એક પ્રતિસ્પર્ધી જૂથનો સમાવેશ થાય છે.
શાંતિ માટે અપીલ કરવા મહિલાઓ આગળ આવી
મુઠભેડ શાંત થયા બાદ, સ્થાનિક ગ્રામજનોએ ઘટનાસ્થળેથી માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓના મૃતદેહો મેળવી લીધા. વિસ્તારમાં તણાવનું સ્તર ઊંચું હોવાથી, પરિસ્થિતિ હજુ પણ સંવેદનશીલ છે.
ઘટના બન્યાના તરત જ બાદ, સ્થાનિક રહેવાસીઓ(ખાસ કરીને મહિલાઓ)વધુ હિંસા અને લોહીયાળ સંઘર્ષને રોકવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયાં. તેમણે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને ઉગ્રવાદીઓને તાત્કાલિક ગોળીબાર બંધ કરવા અને શાંતિ જાળવી રાખવા માટે ભાવપૂર્ણ અપીલ કરી.
વધુ વાંચો: અગ્નિવીરો માટે મોટા સમાચાર, 75% જવાનોની સેવામાં બે વર્ષનો વધારો


