1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

નાગરિક ઉડ્ડયન મંત્રીની તહેવારો દરમિયાન તમામ એરલાઇન્સને સસ્તા હવાઈ ભાડા જાળવવા અપીલ

નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આગામી તહેવારો દરમિયાન તમામ એરલાઇન્સને સસ્તા હવાઈ ભાડા જાળવવા વિનંતી કરી છે. એરલાઇન્સે જણાવ્યું છે કે મુસાફરોની સુવિધા તેમની ટોચની પ્રાથમિકતા છે અને જો જરૂર પડે તો વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. ગઈકાલે નવી દિલ્હીમાં માસિક સમીક્ષા બેઠકમાં, શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ઉડ્ડયન સેવાઓમાં સલામતીના ધોરણો પર […]

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સેબેસ્ટિયન લેકોર્નુને ફરીથી પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને રાજીનામું આપ્યાના થોડા દિવસો બાદ સેબેસ્ટિયન લેકોર્નુને ફરીથી પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. મેક્રોને લેકોર્નુને રાજકીય ગતિરોધનો અંત લાવવા માટે સરકાર બનાવવા અને બજેટ રજૂ કરવાનો પ્રયાસ કરવા કહ્યું છે. લેકોર્નુની પુનઃનિયુક્તિ તેમના રાજીનામાના એક અઠવાડિયાથી પણ ઓછા સમય પછી અને દિવસોની વાટાઘાટો બાદ થઈ છે. ફ્રાન્સના વધતા આર્થિક પડકારો અને […]

ભારત વૈશ્વિક સ્તરે ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સિડનીમાં પ્રથમ ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ઉદ્યોગ વ્યાપાર ગોળમેજીને સંબોધિત કરી હતી અને વ્યૂહાત્મક, ઔદ્યોગિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધતી જતી તાલમેલની પુષ્ટિ કરી હતી. સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, “2020માં સ્થાપિત અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ, અમે અમારા સંરક્ષણ સંબંધોને ફક્ત ભાગીદારો તરીકે જ નહીં, પરંતુ સુરક્ષિત અને […]

દીપિકા પાદુકોણની “માનસિક સ્વાસ્થ્ય રાજદૂત” તરીકે નિયુક્તિ

કેન્દ્ર સરકારે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 2025 પર અભિનેત્રી દીપિકા પાદુકોણને “માનસિક સ્વાસ્થ્ય રાજદૂત” બનાવ્યાં. આ સાથે, આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ ટેલિ-માનસ એપનું નવું સંસ્કરણ લોન્ચ કર્યું, જે હવે 10 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તેમાં ચેટબોટ તેમજ ઇમરજન્સી સુવિધાઓ ઉમેરાઈ છે. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 2025 ના અવસરે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી […]

બિહાર ચૂંટણીઃ બુરખાધારી અને પડદો કરનારી મહિલાઓની ઓળખ માટે ચૂંટણીપંચે બનાવ્યો પ્લાન

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓએ પોતાની તૈયારીઓમાં વધુ તેજી લાવી છે. બીજી તરફ ચૂંટણી પ્રક્રિયા સરળ અને સુગમ બને તે માટે ચૂંટણીપંચ પણ જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. આ જ સંદર્ભમાં ચૂંટણી પંચે બિહાર ચૂંટણી દરમિયાન બુરખા પહેરનારી અથવા પડદો […]

ગૌતમ અદાણીએ સિનેમાને રાષ્ટ્રનિર્માણનો આત્મા ગણાવી બજારો અને મીડિયામાં ખોટી સ્ક્રિપ્ટો સામે વિદ્યાર્થીઓને ચેતવ્યા

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ખાતે ફિલ્મ વિશે ભણતા વિદ્યાર્થીઓને ખાસ ભાષણ આપ્યું હતું. સિનેમા રાષ્ટ્ર નિર્માણનો આત્મા ગણાવતા તેમણે ઉદ્યોગના અગ્રણીઓને ચેતવણી આપતા જણાવ્યું કે કોઈપણ કથાવસ્તુ ભલે તે કલા, મીડિયા કે બજારોમાં હોય પણ તે ભાગ્યને બદલવાની શક્તિ ધરાવે છે. “જીના યહાં, મરના યહાં: રાષ્ટ્ર નિર્માણનો સિનેમેટિક આત્મા” શીર્ષક ધરાવતા […]

બિહાર ચૂંટણી વચ્ચે કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે નીતિશ કુમારને ઘેર્યા, લગાવ્યા આરોપો

રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે પટનામાં કહ્યું કે “આખો દેશ જાણવા માંગે છે કે બિહારની ચૂંટણીમાં શું થશે, કારણ કે આ ચૂંટણી ફક્ત બિહાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશની ભવિષ્યની દિશા નક્કી કરશે.” બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નિરીક્ષક તરીકે નિયુક્ત થયેલા અશોક ગેહલોત પટનાની મુલાકાત દરમિયાન પાર્ટી દ્વારા […]

વિશ્વાસ આધારિત શાસન માટે આધુનિક કર માળખું આવશ્યક : નીતિ આયોગ

નવી દિલ્હી: નીતિ આયોગે સ્વૈચ્છિક પાલન, પારદર્શિતા અને ન્યાયીતા સહિત વિશ્વાસ આધારિત શાસન માટે આધુનિક કર માળખું સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. કમિશને આવકવેરા અધિનિયમ, 2025 માં અનેક સુધારા પ્રસ્તાવિત કર્યા છે, જેમાં નાના ઉલ્લંઘનોને ગુનાહિત જાહેર કરવા, અતિશય ફરજિયાત લઘુત્તમ સજાઓ દૂર કરવા અને કેદની કુલ અવધિ ઘટાડવાનો સમાવેશ થાય છે, જેથી […]

“સ્વયંસેવકથી સ્ટેટ્સમેન- નરેન્દ્ર મોદી @25 – ગુજરાતી પત્રકારોની નજરે” પુસ્તક પ્રકાશિત થયું

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક સફળ અને કુશળ શાસક તરીકે 24 વર્ષ પૂર્ણ કરીને 25મા વર્ષમાં પ્રવેશ્યા છે. ભારતીય રાજકીય ઇતિહાસની આ અસાધારણ ઘટના છે. ગુજરાતમાં તેમના શાસન દરમિયાન ભારતમાં તેમજ દુનિયાના કેટલાક દેશોમાં ગુજરાતનું માન વધ્યું હતું. અને હવે વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભારતનું માન વધ્યું છે. અર્થતંત્ર મજબૂત થયું છે. આપણી સૈન્ય […]

સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં દેશના દુશ્મનો દ્વારા પોષાયેલા આતંકવાદી નેટવર્કને નબળું પાડ્યુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. અમિત શાહે આતંકવાદ મુક્ત જમ્મુ અને કાશ્મીરના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓના દૃઢ પ્રયાસોએ જમ્મુ અને કાશ્મીરમાં દેશના દુશ્મનો દ્વારા પોષાયેલા આતંકવાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code