1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

આપણી વચ્ચે એક એવા સંગ્રાહક છે જે જ્ઞાન અને માહિતીનો સંગ્રહ કરે છે, નામ છે…

શું તમારે છેક 1900ના વર્ષમાં કોઈ સામયિકમાં છપાયેલી કોઈ વિગત મેળવવી છે? શું તમારે વિજ્ઞાન, રમતગમત, સિનેમા, સાહિત્ય, બાળ સાહિત્ય – વિશે વર્ષો કે દાયકાઓ પહેલાં પ્રકાશિત માહિતી જોઈએ છે? શું તમે 600 પ્રકારનાં 35,000થી વધુ સામયિકોનો સંગ્રહ એક જગ્યાએ જોયો છે? અલકેશ પટેલઃ અમદાવાદ, 25 નવેમ્બર, 2025: A collector among us who collects knowledge […]

ગુજરાત સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર તા. 27મી નવેમ્બરથી ધરમપુરમાં યોજાશે

ધરમપુર ખાતેના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં સરકાર સામુહિક ચિંતન કરશે, ચિંતન શિબિરમાં ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે, ચિંતર શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો તથા 241 ઉચ્ચ સનદી અધિકારીઓ ભાગ લેશે ગાંધીનગરઃ રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર આગામી 27 થી 29 નવેમ્બર 2025 દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. “સામૂહિક ચિંતનથી સામૂહિક […]

અમદાવાદમાં બનેવીએ સાળા પર કરેલા ફાયરિંગ કેસમાં બે આરોપી ઉજ્જૈનથી પકડાયા

બે મહિના પહેલા થલતેજ વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યા હતા. પારિવારિક ઝઘડામાં ફાયરિંગ કરતા સુધીર ઠક્કરને ગોળી વાગી હતી, પોલીસે રિવોલ્વર અને 10 જીવતા કાર્ટિઝ ઝપ્ત કર્યા અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં બે મહિના પહેલા પારિવારિક ઝઘડામાં બનેવીએ તેના સાળા પર ફાયરિંગ કરતા સાળા સુધીર ઠક્કરને પેટમાં ગોળી વાગી ગંભીર ઇજા થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલ […]

ગીરના અભ્યારણ્યમાં લટાર મારતા એક સાથે 11 સિંહ જોવા મળ્યા, પ્રવાસીઓ ઝૂમી ઊઠ્યાં

ગીર જંગલ સફારીના સૂકા કડાયા રૂટ પર લટાર મારતા એકસાથે 11 સિંહ જોવા મળ્યા, 11 સિંહનો નજારો જોઈને પ્રવાસીઓએ મોબાઈલમાં ફોટા પાડ્યા, પ્રવાસીઓએ એક સાથે 11 સિંહના લટાર મારતા ફોટા વાયરલ કર્યા જૂનાગઢઃ સાસણના ગીર અભ્યારણ્યમાં વનરાજોને નિહાળવા માટે પ્રવાસીઓ આવતા હોય છે. અને અભ્યારણ્યમાં એકાદ-બે સિંહના દર્શન થતા હોય છે. ત્યારે તાજેતરમાં પ્રવાસીઓને ગીર […]

સાયલાના ખીટલા ગામની સીમમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર પકડાયુ

પોલીસે 559 કિલો લીલા ગાંજાના 180 છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી, ખેતરમાં ગાંજાના છોડ ઉખેડવા માટે એક ડઝન GRD જવાનની મદદ લેવી પડી, ગાંજાની કિમત આશરે 2,79,85,000 રૂપિયા આંકવામાં આવી સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં પોલીસે કપાસની આડમાં ગાંજાનું વાવેતર પકડી પાડ્યુ છે. જિલ્લાની એસઓજી પોલીસે બાતમીને આધારે ખીટલાં ગામની સીમમાં રેડ […]

રાજકોટમાં આગામી તા,8મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત રિજિનલ એક્ઝિબિશન યોજાશે

રિજિનલ એક્ઝિબિશનમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને ઉચ્ચ પ્લેટફોર્મ મળશે, એક્ઝિબિશનમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગ, ઈજનેરી સહિત અગ્રણી કંપનીઓ ભાગ લેશે, મુલાકાતીઓના અનુભવને સમૃદ્ધ બનાવવા માટે દૈનિક લકી ડ્રૉ પણ યોજાશે,  ગાંધીનગરઃ ગુજરાત સરકારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે, જે 8 થી 9 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાશે. આ કોન્ફરન્સની સાથે જ, 8 થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન તે જ […]

ધનસુરાના ભેસાવાડા નજીક વીજળીનો કરંટ લાગતા બે અજાણ્યા શખસોના મોત

ભેંસાવાડા નજીક સાકરિયા પુર પાસે રોડ સાઈડ પર બન્યો બનાવ, વીજ કરંટ એટલો જોરદાર હતો કે બંને વ્યક્તિઓ જીવતા ભૂંજાયા, મૃતકો છોટા હાથી વાહન લઈને ચોરીના ઈરાદે આવ્યાની લોકચર્ચા, મોડાસાઃ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેસાવાડા ગામે વીજ કરંટ લાગવાથી બે અજાણ્યા વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ ઘટના ગામના સાકરી પૂલ પાસે બની હતી. […]

સુરતમાં પનીરના નમુના ફેલ થતાં જાણીતી ડેરીના સંચાલક સામે ગુનો નોંધાયો

પ્રતિદિન 1000 કિલો નકલી પનીર બનાવીને વેચવામાં આવતુ હતુ, પોલીસે થોડા દિવસ પહેલા રેડ પાડી 754 કિલો પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો, પોલીસે ગુનો દાખલ કરી ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી, સુરતઃ શહેરમાં ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાં શહેરની એસઓજી પોલીસે ફુડ અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને થોડા દિવસ પહેલા રેડ પાડી હતી. […]

જૂનાગઢના ચાંદ્રાવાડી ગામ નજીક કાર રોડ સાઈડના તળાવમાં ખાબકતા બેના મોત

5 મિત્રો કારમાં ગઢાળીથી મેંદરડા તરફ જઈ રહ્યા હતા, પૂરફાટ ઝડપે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર તળાવમાં ખાબકી, કારમાં સવાર ત્રણનો ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા જૂનાગઢઃ જિલ્લાના મેંદરડા તાલુકાના ચાંદ્રાવાડી ગામ નજીક પૂરફાટ ઝડપે જઈ રહેલી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારીને રોડની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી […]

કંડલા પોર્ટ પર રૂપિયા 82 કરોડના ખર્ચે વધુ એક ઓઈલ જેટી બનાવાશે

કંડલા પોર્ટ પર હાલ 16 કાર્ગો અને 8 ઓઈલ જેટી કાર્યરત છે, નવી ઓઈલ જેટીનું કામ 18 મહિનામાં પૂર્ણ કરાશે, 1 લી ડિસેમ્બર, 2025 ના રોજ પ્રી-બિડ મીટિંગનું આયોજન કરાશે ગાંધીધામઃ કંડલાના દીનદયાલ પોર્ટ પર બહારથી આવતા જહાજોનો સારોએવો ટ્રાફિક રહેતો હોય છે. કંડલામાં હાલમાં 8 ઓઈલ જેટી અને 16 કાર્ગો જેટી કાર્યરત છે. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code