1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે આચારસંહિતા ભંગની કોંગ્રેસે પંચમાં કરી ફરિયાદ

અમદાવાદઃ  ગુજરાત વિધાનાસભાના અધ્યક્ષનો બંધારણીય હોદ્દો છે. અને અધ્યક્ષ રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર કરી શકે નહીં, ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ચૂંટણી પ્રચાર કરાતો હોવાની કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ શંકર ચૌધરી સામે  ચુટંણી પંચમાં ફરિયાદ કરી છે. કે  વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં શંકર ચૌધરીએ ભાજપાના […]

જામનગર-જોડિયા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ત્રણના મોત, એકને ગંભીર ઈજા

જામનગરઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ભૂજ-ભચાઉ હાઈવે પર સર્જાયેલા અકસ્માત બાદ વધુ એક અકસ્માત જામનગર-જોડિયા હાઈવે પર સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ત્રણનો ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજા થતાં સારવાર માટે જામનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ અને 108 […]

રાજસ્થાન સરકારે ગુજરાત પાસે મહીના પાણી માટેના બાકી લેણાના રૂપિયા 31 કરોડની કરી ઉધરાણી

અમદાવાદઃ ભાજપ શાસિત ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મહી નદીના પાણીના મુદ્દે વિખવાદ થયો છે. રાજસ્થાનના મહી સિંચાઈ વિભાગે ગુજરાતના કડાણાડેમ સિંચાઈ વિભાગ પાસે મહીના પાણીના રૂપિયા 31 કરોડના બાકી લેણાંની ઉઘરાણી કરી છે. કહેવાય છે કે, રાજસ્થાન મહી ડેમ બાસવાડાએ આગામી સમયમાં રાજસ્થાનનું પાણી રાજસ્થાનમાં રહે તેવી તૈયારીઓ આરંભી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મહીસાગર નદી […]

સુરતની તાપી નદીમાં લીલ અને શેવાળને દુર કરવા માટે ઉકાઈ ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું

સુરતઃ  શહેરની તાપી નદી પ્રદૂષિત બની રહી છે. નદીમાં ચારેકોર લીલ અને શેવાળ જોવા મળે છે, ઉપરાંત કોઝ-વેનું જળ સ્તર ઘટી જતાં પાણીની ગુણવત્તા પણ બગડી રહી છે. લીલ અને બંધિયાર પાણીમાંથી દુર્ગંધ પણ આવતી હોવાથી ઉકાઈ ડેમમાંથી છેલ્લા પખવાડિયાથી સરેરાશ 800 ક્યુસેક (દર સેકંડે 24 હજાર લિટર) પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની નવી […]

અમદાવાદમાં વિશ્વહિન્દુ પરિષદ દ્વારા રામનવમીએ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે,

અમદાવાદઃ શહેરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમીનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. શહેરના તમામ રામ મંદિરોમાં પૂજા-પાઠ હવનનું વિશેષ આયોજન કરાયું છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના ઉપક્રમે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર તેમજ અલગ-અલગ વિસ્તારમાં થઈને કુલ સાત કિલોમીટર વિસ્તારમાં રામ શોભાયાત્રા નીકળશે. જેમાં અખાડા, હાથી, ઊંટગાડી, […]

અમદાવાદમાં લાલ દરવાજાથી બોપલ, વસ્ત્રાલ અને રાણીપના રૂટ પર ડબલ ડેકર બસ શરૂ કરાશે

અમદાવાદઃ શહેરમાં એએમટીએસ દ્વારા ડબલ ડેકર એસી બસ શરૂ કરવામાં આવી છે. હાલ જે રૂટ પર વધુ પ્રવાસી ટ્રાફિક રહેતો હોય એવા રૂટ્સ પર ડબલ ડેકર બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. હાલ શહેરના વાસણાથી ચાંદખેડા, લાલ દરવાજાથી શીલજ, નરોડાથી લાંભા અને સારંગપુરથી સિંગરવા ગામ સુધી એમ ચાર રૂટ ઉપર ડબલ ડેકર એસી બસ […]

અમદાવાદના મેઘાણીનગર અને દાણી લીંબડામાં નળમાં આવતા દૂષિત પાણીને લીધે લોકો પરેશાન

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર, દાણી લીંબડા સહિત ઘણા વિસ્તારોમાં પાણીની લાઈનો વર્ષો પહેલા નાંખેલી છે. અને પાણીની ગટરનું પાણી મિશ્રિત થતું હોવાની ફરિયાદો ઊઠી છે. પાણી પુરતા પ્રેશરથી મળતું નથી. અને જે પાણી નળ દ્વારા મળી રહ્યું છે. તે પ્રદૂષિત અને ગંદુ છે. તેના લીધે લોકો બિમાર પડી રહ્યા છે. આ અંગે દાણી લીંબડાના લોકોએ મ્યુનિ.કોર્પોરેશનને […]

રાજકોટમાં કાલે રવિવારે યોજાનારા ક્ષત્રિય સંમેલનમાં લાખોની સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડશે

રાજકોટઃ લોકસભાની ચૂંટણી માટે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિવાદાસ્પદ ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ ટિકિટ પરત ખેંચવાની માગ કરી રહ્યો છે. સામે ભાજપ મક્કમ છે, અને રૂપાલા 16મીએ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા 14 એપ્રિલને રવિવારે રાજકોટ નજીક આવેલા રતનપર પાસે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, મોટી સંખ્યામાં ક્ષત્રિય […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ રૂ.86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં લોકસભાની ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત […]

અમદાવાદના સાબરમતી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અમદાવાદના સાબરમતી ખાતે 18 સ્થળો ઉપર રવિવારે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેડિકલ કેમ્પનો શહેરીજનો સવારે 9 કલાકથી લાભ લઈ શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતીમાં ગાંધીવાસ, જવાહર ચોક, કબીર ચોક ધર્મનગર, ગોકુલનગર, અચેલ ગામ, મેવાલાલની ચાલી, જે.પીની ચાલી, મોટેરા ગામ, કાલિકા ધામ, ઈન્દિરાનગર, કોટેશ્વર ગામ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code