1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

મહુવા માર્કેટિંગ યાર્ડમાં વરસાદને લીધે ખૂલ્લામાં રાખેલી મગફળીનો જથ્થો પલળી ગયો

શેડની સુવિધા હોવા છતાં ખુલ્લામાં રખાતી જણસીથી ખેડૂતોને નુકસાન, મગફળીની આવક બે દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, મગફળીની વધુ પડતી આવક અને વરસાદી વાતાવરણને લીધે નિર્ણય લેવાયો ભાવનગરઃ મેઘરાજા વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે ફરીવાર જિલ્લાના મહુવા સહિત વિસ્તારોમાં વરસાદી મોહાલ સર્જાયો છે. મહુવામાં પડેલા વરસાદને લીધે માર્કેટ યાર્ડમાં ખૂલ્લામાં રખાયેલી મગફળીની […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 16 કોર્સના સેમેસ્ટર-3ની પરીક્ષાના ફોર્મ 30મી સપ્ટેમ્બર સુધી ભરાશે

સેમેસ્ટર-3મી પરીક્ષાઓ 25મી નવેમ્બરથી લેવાય એવી શક્યતા, વિદ્યાર્થીઓ પરીક્ષાના ફોર્મ યુનિની વેબસાઈટ પર ઓનલાઈન ભરી શકશે, પરીક્ષા ફી પણ ઓનલાઈન જ ભરવાની રહેશે. રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ત્રીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફોર્મ ભરવાનો પ્રારંભ કરાયો છે. તા. 30મી સપ્ટેમ્બર સુધી પરીક્ષાના ફોર્મ ભરી શકાશે. સેમેસ્ટર-3ની પરીક્ષા 25 નવેમ્બર, 2025થી […]

અમદાવાદના સૈજપુર બોઘામાં એક્ટિવાની ડેકી તોડી ગઠિયો 4 લાખ ઉઠાવી ગયો

યુવાન એક્ટિવા પાર્ક કરીને ટ્રેડિંગ કંપની ગયો અને ગઠિયાએ ચોરી કરી, આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને એક્ટિવાની ડેકીમાં મુક્યા હતા, કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી, અમદાવાદઃ શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં પાર્ક કરેલા એક્ટિવા સ્કૂટરની ડેકીમાંથી રૂપિયા 4 લાખની ચોરીનો બનાવ બન્યો છે. ટ્રેડિંગની દુકાનમાં નોકરી કરતો યુવાન આંગડિયા પેઢીમાંથી રૂપિયા 4 લાખ લઈને એક્ટિવા […]

અમદાવાદના રિવરફ્રન્ટ પરથી કાલે 22મી સપ્ટેમ્બરથી હેલિકોપ્ટર જોય રાઈડ ફરી શરૂ થશે

જોય રાઈડ માટે 10 મિનિટના હવે 5900 ચૂકવવા પડશે, અઠવાડિયામાં છ દિવસ જોય રાઇડ સર્વિસ ચાલુ રહેશે, પ્રતિ રાઇડે ગુજસેલને યુઝર ડેવલપમેન્ટ ફી પેટે નક્કી કરેલો ચાર્જ ચૂકવાશે. અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર એક વર્ષથી બંધ થયેલી હેલિકોપ્ટર જોયરાઇડ સેવા આવતી કાલે તા. 22 સપ્ટેમ્બરને સોમવારથી ફરીથી શરૂ થશે. હેલિકોપ્ટરની જોય રાઈડ સેવામાં આ વખતે બમણો […]

કૃષિ માત્ર એક વ્યવસાય નહીં, પણ સંસ્કૃતિ અને જીવનશૈલીનું અભિન્ન અંગ છેઃ રાજ્યપાલ

સતલાસણના જશપુરીયા ખાતે રાજ્યપાલે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો, લોકોને આરોગ્ય પ્રદ આહાર મળે તે માટે પ્રાકૃતિક કૃષિ અપનાવીએઃ રાજ્યપાલ, રાજ્યપાલએ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર‘ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પની પણ મુલાકાત લીધી મહેસાણાઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ મહેસાણાના સતલાસણા તાલુકાના જશપુરીયા ખાતે આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ’ કાર્યક્રમમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે રાજયપાલ આચાર્ય […]

સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં હાજરી સહિત મુખ્યમંત્રી અમરેલીમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આજે અમરેલી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે. પટેલ અમર દાણ ફેક્ટરી ખાતે અમરેલી જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે.લોહાણા મહાજન વાડી ખાતેથી વરિષ્ઠ નાગરિકોનો અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સોમનાથ – દ્વારકા તીર્થ પ્રવાસના કાર્યક્રમમાં બસોને લીલીઝંડી આપશે. અમરેલીના ટાવર ચોક ખાતે સ્વદેશી ઝુંબેશના કાર્યક્રમમાં હાજર રહેશે આ સાથે બેડમિન્ટન કોર્ટની […]

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ઓખા બીચ પર સફાઈ અભિયાન હાથ ધરાયું

દ્વારકાઃ ભારતીય કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર 15 (ઉત્તર ગુજરાત) દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન-અપ ડે 2025 નિમિત્તે ઓખા બીચ, દ્વારકા ખાતે એક ભવ્ય સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ સામુદાયિક ભાગીદારી દ્વારા આપણા દરિયાઈ પર્યાવરણનું સંરક્ષણ અને જાળવણી કરવાનો હતો.આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ કમાન્ડર, ઓખા, દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમના […]

નવરાત્રીમાં મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડશે, ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદઃ 2025નું ચોમાસું અંતિમ ચરણમાં હોવા છતાં હવામાનમાં ફરી અસ્થિરતા સર્જાઈ છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશન ઊભું થયું છે, જેના કારણે ગુજરાતમાં નવરાત્રીના દિવસોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું કે આમ તો ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે, પરંતુ ભેજવાળા પવનના કારણે ચોમાસું હજુ […]

બનાસકાંઠાના મુક્તેશ્વર જળાશયની આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું

પાલનપુરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ખાતે આવેલ મુક્તેશ્વર ડેમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યપાલએ જળાશયનું નિરીક્ષણ કરી તેની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુક્તેશ્વર જળાશય એ વડગામ તાલુકાની સૌથી […]

અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

અમદાવાદઃ ગુજરાતમાં વિદાય લેતા પહેલા ચોમાસું ફરી એકવાર જામ્યું છે. અંતિમ તબક્કામાં ધોધમાર વરસાદે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોને જળબંબાકાર કર્યા છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ, અમરાઇવાડી, રખિયાલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયું. અચાનક વરસાદને કારણે વાહન ચાલકો અટવાયા, જ્યારે વાતાવરણમાં ઠંડક વધી. ગાળની ખાડીમાં લો પ્રેશર ક્રિએટ થયા બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code