1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદ સહિત રાજ્યભરમાં 92 ટકા નકલી પનીરનું વેચાણ, મીઠાઈ-ફરસાણ એસોનો ઘટસ્ફોટ

મીઠાઈ-ફરસાણના ધંધામાં 35 થી 40 ટકા નફો છતાંયે ભેળસેળ વધતી જાય છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળિયા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરાતી નથી, ઘીમાં પણ મોટાભાગે ભેળસેળ કરવામાં આવતી હોય છે, અમદાવાદઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. રાજ્યના ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોય છે. ભેળસેળના […]

અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પર દારૂ પીધેલા કારચાલકે વાહનોને અડફેટમાં લીધા

નશામાં ધૂત કારચાલકે અન્ય કારને ટક્કર મારી ડિવાઈડર સાથે કાર અથડાવી, લોકોએ દોડી આવીને કારચાલકને બહાર કાઢ્યો, એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપી કારચાલકની ધરપકડ કરી અમદાવાદઃ શહેરના શ્યામલ ચાર રસ્તા પર ગઈ મધરાતે દારૂ પીધેલી હાલતમાં કારચાલકે ફુલ સ્પીડમાં અન્ય કારને ટક્કર મારીને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ બનાવને લીધે લોકોના ટોળેટોળા […]

કડી-છત્રાલ હાઈવે પર રાત્રે પાઈપો ભરેલી ટ્રેકટર ટ્રોલી પાછળ કાર અથડાતા ચાલકનું મોત

લોખંડની પાઈપો કારના કાચ તોડીને ઘૂંસી ગઈ, ટ્રેકટરચાલક વાહન મુકીને નાસી ગયો, અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો અમદાવાદઃ મહેસાણા હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ગઈ મોડી રાત્રે કડી છત્રાલ હાઈવે પર પાઈપ ભરેલી ટ્રેકટર ટ્રોલીની પાછળ કાર ઘૂસી જતાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટ્રેક્ટરની ટ્રોલીમાં લોખંડના પાઇપો ભરેલી હતી. […]

ભાભર-રાધનપુર નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાને લીધે વાહનચાલકો પરેશાન

ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી અનેક ટુ વ્હીલરચાલકો પટકાયા છે, હાઈવે ઓથોરિટીના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે રોષ, ડીસા -પાલનપુર હાઇવે ઉપર સર્વિસ રોડને પદયાત્રીઓ માટે મરામત કરાયો પાલનપુરઃ ચોમાસાના વરસાદને લીધે રાજ્યભરના નેશનલ અને સ્ટેટ હાઈવેની હાલત બદતર બની છે. હાઈવે પર ઠેર ઠેર ઊંડા ખાડા પડી ગયા હોવા છતાંયે ખાડા પૂરવામાં આવતા નથી. અને તેથી […]

CGST દ્વારા વેપારીઓને વર્ષો પહેલાની ડિમાન્ડ કાઢીને સાગમટે નોટિસો ફટકારાતા વિરોધ

બે મહિના અગાઉ શો-કોઝ નોટિસોમાં વિરોધ થયા બાદ પુન: કાર્યવાહી શરૂ કરાઈ, વેપારીઓ કહે છે કે, તમામ વિગતો તંત્ર પાસે છે, છતા હેરાનગતિ કરવામાં આવી રહી છે, કરોડો રૂપિયાની ડિમાન્ડ નોટિસો સામે વેપારીઓ વિરોધ ભાવનગરઃ શહેર અને જિલ્લાના વેપારીઓ અને ઉદ્યોગકારોને વર્ષો પહેલાની રિકવરી કાઢીને સેન્ટ્રલ જીએસટી દ્વારા ડિમાન્ડ નોટિસો ફટકારાતા વેપારીઓમાં તંત્ર સામે નારાજગી […]

ભાવનગરમાં એમજી રોડ અને પીરછલ્લા વિસ્તારમાંથી નાના-મોટા દબાણો દૂર કરાયા

લારીઓ, ટેબલ, જાળી, કેરેટ તથા અન્ય છુટક સામાન. જપ્ત કરાયો, શાકભાજી માર્કેટ બહાર પાથરણાવાળાને હટાવીને રોડ ખૂલ્લો કરાયો, મ્યુનિના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવ કામગીરી ચાલુ રખાશે ભાવનગરઃ  શહેરના મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના હેવમોર ચોક, શાકમાર્કેટ એમ.જી રોડ, વોરા બજાર અને પીરછલ્લા માર્કેટ સહિતના વિસ્તારમાંથી ગેરકાયદેસર કરાયેલા નાના-મોટા દબાણો દૂર કરાયા હતાં, તથા કેટલી […]

રાજકોટમાં સામાન્ય બાબતમાં યુવાન પર લૂખ્ખાતત્વોએ પાઈપ અને છરીથી હુમલો કર્યો

અજાણ્યા શખ્સે સ્કુટરને ઠોકર મારતા યુવકે જોઈને ચલાવવાનું કહેતા ઝઘડો થયો હતો, અજાણ્યા શખસે ફોન કરતા તેના સાથીઓ પાઈપો અને છરીઓ સાથે દોડી આવ્યા, યુવાનને માર મારતા હોવાનો વિડિયો લોકોએ ઉતાર્યો પણ છોડાવવા કોઈ ન આવ્યું રાજકોટઃ શહેરમાં સામાન્ય બાબતે સ્કૂટરચાલક યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો.શહેરના ગોંડલ રોડ ઉપરના પુલ પરથી વિજય પ્લોટ તરફ […]

સુરતમાં મેયરને રજુઆત માટે ગયેલા AAP’ના કોર્પોરેટરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી

મ્યુનિની સામાન્ય સભામાં મેયરે વિપક્ષને જવાબ આપવાની ના પાડી હતી, સવાલોના જવાબ માગવા આપના કોર્પોરેટરો મેયરની કચેરીએ પહોંચ્યા હતા, મેયરે અડધો કલાક રાહ જોવડાવતા વિપક્ષે રામધૂન બોલાવી સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં મેયરને રજુઆત કરવા માટે આવેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને મેયરે અડધો કલાક રાહ જોવડાવ્યા બાદ મુલાકાત ન આપતા કોર્પોરેટરોએ મેટરની કચેરી બહાર રામધૂન બોલાવીને મેયરનો […]

અમદાવાદમાં કેટલીક હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર NOC રિન્યુ કરવામાં નથી આવી

200થી વધુ હાઇરાઇઝ બિલ્ડીંગો દ્વારા ફાયર NOC રીન્યુ કરાવી ન હોવા અંગે ચર્ચા, હાઉસિંગ સોસાયટીઓને ફાયરના સાધનો ખરીદવા 18થી 22 ટકા GST પરવડતો નથી, કેટલીક સોસાયટીઓમાં હોદેદારો-સભ્યો વચ્ચે આંતરિક ઝઘડાને લીધે ફાયર NOC રીન્યુ કરાતી નથી અમદાવાદ શહેરમાં અનેક હાઈરાઈઝ બિલ્ડિંગો એવી છે કે, જેની ફાયરની એનઓસી રિન્યુ કરવામાં આવી નથી. ફાયર એનઓસી રિન્યુ ન […]

અમદાવાદના સરખેજ વિસ્તારના શકરી તળાવમાં બોટ ઊંધી વળતા 3 યુવાનોના મોત

તળાવને કાંઠે પડેલી મ્યુનિની બોટ લઈ યુવાનો તળાવમાં ગયા, ઊંડા પાણીમાં બોટ ઊંધી વળી જતા ત્રણેય યુવાનો ડૂબવા લાગ્યા, ગત રાતે ત્રણેય યુવાનોના મૃતદેહ તળાવમાંથી બહાર કઢાયા અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવના કાંઠે લીલ કાઢવા માટે ઉપયોગમાં લેવાતી મ્યુનિની બોટ રેઢી પડી હતી. ત્યારે ચાર યુવાનો આવ્યા હતા. એમાં ત્રણ યુવાનો બોટમાં બેસીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code