1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ભાવનગરના મહુવા યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની 1.30 લાખ કટ્ટાની આવક,

ભાવનગર: જિલ્લાના મહુવા માર્કેટ યાર્ડમાં રવિ સીઝનના ફસલની ધૂમ આવત થઈ રહી છે. શનિવારે મહુવા યાર્ડમાં વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. જેમાં એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, ઉપરાંત લીલા નાળિયેરની આવક નોંધાઈ હતી. ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે ગણાય […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર જનશાળી પાટિયા નજીક બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં બેનાં મોત

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં લીંમડીના જનશાળી પાટિયા નજીક લકઝરી બસ અનેડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. આ અકસ્માતમાં 20થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ […]

ગાંધીનગર જિલ્લા પંચાયત સંચાલિત 32 પ્રાથમિક શાળાઓ મ્યુનિ,કોર્પોરેશન (GMC)ને સોંપાશે

ગાંધીનગરઃ શહેરના મ્યુનિ. કોર્પોરેશનમાં મહિનાઓ પહેલા આજુબાજુના ગાંમડાંને મર્જ કરવામાં આવ્યા હતા. આ ગાંમડાઓ ગાંધીનગર શહેરનો એક ભાગ ગણાય છે. તેથી હવે 32 જેટલી પ્રાથમિક શાળાઓનું સંચાલન જિલ્લા પંચાયત શિક્ષણ કમિટી પાસેથી લઇને મ્યુનિ.કોર્પોરેશનને સોંપવાનો મહત્વનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. અત્યારસુધી મહાનગરપાલિકા પાસે માત્ર 5 સ્કૂલો હતી હવે 32 સ્કૂલોનો વધારો […]

રાજકોટમાં પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે ઝૂંબેશ શરૂ કરાતા મિલકતધારકોએ 314 કરોડનો વેરો ભર્યો

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.દ્વારા પ્રોપર્ટી ટેક્સની બાકી વસુલાત માટે ઝૂંબેશ ચલાવવામાં આવી છે, આરએમસીએ વેરો વર્ષોથી વેરો ન ભરનારા રીઢા બાકીદારો ઉપર તવાઇ ઉતારવા કડક ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં શહેરના ત્રણેય ઝોનમાં ટેક્સ રીકવરી સેલની ટીમને ઉતારવામાં આવી હતી. 50 હજારથી વધુ વેરો બાકી હોય તેવા બાકીદારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. વાર્ષિક ટાર્ગેટ પૂરો […]

વડોદરા હોડી દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ હજુ અપાયો નથી, જિલ્લા કલેકટરે વધુ 4 દિવસ માગ્યા

વડોદરાઃ રાજ્યમાં કોઈપણ મોટી દુર્ઘટના બને ત્યારે લોકોનો રોષ ઠંડો પાડવા માટે તપાસ કમિટી નિમી દેવામાં આવતી હોય છે. અને સમય જતાં લોકો પણ તપાસ કમિટી કે તેના અહેવાલને ભૂલી જતા હોય છે. તાજેતરમાં વડોદરામાં હરણી લેકમાં બોટ દૂર્ઘટનામાં શાળાના 12 બાળકો અને બે શિક્ષિકા સહિત 14નાં મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં મુખ્યમંત્રી […]

અમદાવાદમાં 33 વર્ષ બાદ AMTS દ્વારા ડબલ ડેકર બસ સેવા શરૂ કરાઈ, 7 રૂટ પર બસ દોડાવાશે

અમદાવાદઃ શહેરનો એક સમયે જમાનો હતો. તત્કાલિન સમયે ગાંમડાંના લોકો પણ ડબલ ડેકરની બસને  જોવા માટે અમદાવાદ આવતા હતા, એટલું જ નહીં ડબલ ડેકર બસમાં પ્રવાસ પણ કરતા હતા. ત્યારબાદ  કોઈ કારણસર ડબલ ડેકર બંધ બંધ કરી દેવામાં આવી હતી. એટલે કે ડબલ ડેકર બસ એક ભૂતકાળ બની ગઈ હતી. હવે 33 વર્ષ બાદ ડબલડેકર […]

યુનિ,કોમન એક્ટને લીધે હવે અધ્યાપકો અને કર્મચારીઓ એસો, કે મંડળમાં જોડાઈ શકશે નહીં

અમદાવાદઃ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-2023 લાગુ કર્યા બાદ તેના અમલીકરણ માટે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં યુનિફોર્મ મોડલ સ્ટેચ્યુટ શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી માટે મોકલી આપવામાં આવેલ છે. જેને યુનિવર્સિટીના સત્તા મંડળ દ્વારા મંજૂરી આપવામાં આવશે, યુનિફોર્મ મોડલ સ્ટેચ્યુટ લાગુ થઈ જશે. શિક્ષણ વિભાગ દ્વારા મોકલવામાં આવેલી યુનિફોર્મ મોડલ સ્ટેચ્યુટમાં ભારતના સંવિધાન દ્વારા […]

અમદાવાદની VS હોસ્પિટલનું વર્ષ 2024-25નું 261 કરોડનું બજેટ, બિલ્ડિંગ મરામત માટે 40 કરોડ ખર્ચાશે

અમદાવાદઃ એક જમાનામાં વીએસ હોસ્પિટલનું નામ હતું. માત્ર અમદાવાદ શહેર જ નહીં પણ રાજ્યભરના દર્દીઓ વીએસમાં સારવાર લેવા માટે આવતા હતા. ત્યારબાદ મ્યુનિ.ના સત્તાધીશોએ SVPના વિકાસ માટે વીએસ હોસ્પિટલનો ભોગ લીધો. વીએસ હોસ્પિટલના કર્મચારીઓને પણ SVPમાં લઈ જવાતા અને કેટલોક ભાગ પણ તોડી પડાતા કાળક્રમે વીએસ હોસ્પિટલ ખંડેર બની ગઈ છે. હવે એએમસીના ભાજપના સત્તાધિશોને […]

ગુજરાતમાં જિલ્લાસ્તરે સ્પોર્ટ્સ સેન્ટરની સંખ્યામાં છેલ્લા બે દાયકામાં 8 ગણો વધારો થયોઃ CM

ગાંધીનગરઃ  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપથી સ્પોર્ટ્સ સહિતના સેકટરમાં યુવાશક્તિથી ભારતને આગળ લઈ જવાની અપીલ કરી છે. તેમણે ખેલે તે ખીલેના ભાવ સાથે ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે. ગોલ્ફ રમત ફિટનેસ, સ્કિલ અને સ્કેલ માગી લેતી રમત છે. ત્યારે અમદાવાદના આંગણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અનુરૂપ થીમ સાથે GFI TOURના આયોજનને મુખ્યમંત્રીએ રાઈટ જોબ એટ રાઈટ […]

સ્ટાર્ટઅપ ને લીધે આપણો યુવાન નોકરી માગતો નહીં પરંતુ નોકરી આપતો થયો: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ વેજલપુર ખાતે દેશનો સૌપ્રથમ વિધાનસભા કક્ષાનો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજાયો હતો જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ‘નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાઓનાં સપનાંને પ્લેટફોર્મ મળે તે હેતુથી ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા‘ની શરૂઆત કરાવી હતી. છેલ્લાં 10 વર્ષોમાં દેશમાં અનેક ક્ષેત્રે વિકાસ થયો હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code