1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં 33 વર્ષ બાદ AMTS દ્વારા ડબલ ડેકર બસ સેવા શરૂ કરાઈ, 7 રૂટ પર બસ દોડાવાશે
અમદાવાદમાં 33 વર્ષ બાદ AMTS દ્વારા  ડબલ ડેકર બસ સેવા શરૂ કરાઈ, 7 રૂટ પર બસ દોડાવાશે

અમદાવાદમાં 33 વર્ષ બાદ AMTS દ્વારા ડબલ ડેકર બસ સેવા શરૂ કરાઈ, 7 રૂટ પર બસ દોડાવાશે

0
Social Share

અમદાવાદઃ શહેરનો એક સમયે જમાનો હતો. તત્કાલિન સમયે ગાંમડાંના લોકો પણ ડબલ ડેકરની બસને  જોવા માટે અમદાવાદ આવતા હતા, એટલું જ નહીં ડબલ ડેકર બસમાં પ્રવાસ પણ કરતા હતા. ત્યારબાદ  કોઈ કારણસર ડબલ ડેકર બંધ બંધ કરી દેવામાં આવી હતી. એટલે કે ડબલ ડેકર બસ એક ભૂતકાળ બની ગઈ હતી. હવે 33 વર્ષ બાદ ડબલડેકર (બે માળની) બસ અમદાવાદના માર્ગો પર દોડશે. શનિવારે વાસણા-ચાંદખેડા વચ્ચે પહેલી ડબલડેકર ઇલેક્ટ્રિક એસી AMTS બસને મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના હોદ્દેદારો અને કમિશનરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મેયર, ડેપ્યુટી મેયર, AMTS ચેરમેન સહિતના હોદ્દેદારો-અધિકારીઓએ ડબલ ડેકર બસમાં બેસીને આનંદ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે 33 વર્ષ પહેલાં રોડ પર દોડતી બે માળની બસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હતી. ફરી ડબલડેકર બસ શરૂ થતાં લોકોની જૂની કેટલીક યાદો તાજી થઈ છે.

અમદાવાદમાં 33 વર્ષ બાદ ફરી ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે. ઈવી ડબલડેકર બસમાં  નીચે 29 અને ઉપર 36 એમ કુલ 60થી વધુ પેસેન્જરની બેસવાની ક્ષમતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં 7 જેટલી બસો ખરીદી દોડાવવામાં આવશે. જોકે હાલમાં માત્ર એક બસ આવી છે, જેને વાસણા- ચાંદખેડા વચ્ચે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડબલડેકર એસી બસનું ભાડું હાલમાં જે પ્રવર્તમાન દર છે એ મુજબનું જ રાખવામાં આવશે. AMTSમાં પહેલી એસી બસ દોડાવવામાં આવી છે. બાકીની 6 બસ ક્યાં રૂટ પર દોડાવવી એ અંગે આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.

એએમટીએસની ડબલડેકર ઈલેક્ટ્રિક એસી બસમાં નીચેના ભાગે બે અને ઉપરના ભાગે બે એમ કુલ ચાર જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. કોઈપણ ઈમર્જન્સી અથવા તો એનાઉન્સમેન્ટ માટે ડ્રાઇવર પાસે વોકીટોકી સેટ રાખવામાં આવ્યો છે, એ મારફત ડ્રાઇવર બસમાં એનાઉન્સમેન્ટ કરી શકશે. ડ્રાઇવરના સામેના ભાગમાં સીસીટીવી કેમેરાનું ડેશબોર્ડ લગાવવામાં આવેલું છે, જેમાં સીસીટીવી લાઈવ જોઈ શકાય છે.

આ ઉપરાંત આ ફુલ્લી એરકન્ડિશનર બસ છે. દરેક સીટ વચ્ચે યુએસબી લગાવવામાં આવ્યા છે, જેમાં મોબાઈલ ચાર્જ સુવિધા પણ છે. બસના આગળપાછળ અને સાઈડના તરફ રૂટની માહિતી દર્શાવતાં ડિજિટલ રૂટ બોર્ડ પણ લગાવવામાં આવેલાં છે તેમજ મુસાફર સલામતી માટેના ઇમર્જન્સી એક્ઝિટના કાચ બ્રોકર પણ રાખવામાં આવ્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code