ભારત વિકાસ પરિષદ, બોપલ શાખા દ્વારા અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ : ભારત વિકાસ પરિષદ, બોપલ શાખા દ્વારા રવિવારે સવારે મણિપુર ગામ, અમદાવાદ સ્થિત સેવા અકાદમી પ્રાંગણમાં એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો, જેમાં શાખાના હોદ્દેદારો, સભ્યો અને તેમના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વધુ માહિતી આપતા મીડિયા સંયોજક ડૉ રાજેશ […]


