1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ધરોઈ ડેમમાંથી 25 હજાર ક્યુસેક પાણી છોડાતા સંત સરોવરનાં 4 દરવાજા ખોલાયા

ગાંધીનગર : સાબરમતી નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી મોટા પાયે પાણી છોડવામાં આવ્યું છે. રાત્રે ધરોઈ ડેમમાંથી 25 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણીનું પ્રમાણ વધી ગયું છે. ધરોઈ ડેમમાંથી છોડાયેલા પાણીના પગલે ગાંધીનગર સ્થિત સંત સરોવરના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ સંત […]

ધરોઈ ડેમના બે ગેટ ખોલાયા, સાબરમતી કાંઠાના ગામોને એલર્ટ

મહેસાણા : ધરોઈ ડેમમાં સતત પાણીની આવક થતાં શુક્રવારે તંત્રએ ડેમના બે ગેટ ખોલીને પાણી છોડવાનું શરૂ કર્યું છે. હાલ ડેમમાંથી 6,672 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. માહિતી મુજબ, ધરોઈ ડેમમાં હાલમાં 2,088 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ કારણે રૂલ લેવલ જાળવવા માટે ડેમના […]

તાપીઃ ઉકાઇ ડેમના 12 દરવાજા ખોલાતા 27 ગામોને એલર્ટ કરાયા

રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી સાંજથી રાત સુધી ધોધમાર વરસાદ વરસવાના અહેવાલ છે. ગાંધીનગર ખાતેથી જાહેર થયેલા અહેવાલ અનુસાર ગઇકાલે સવારના છ વાગ્યાથી પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 198 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં તાપીના ડોલવણમાં સાડા છ ઇંચ કરતાં વધુ જ્યારે સુરતના બારડોલીમાં પાંચ ઇંચ કરતાં વધુ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.અરવલ્લીમાં મોડી સાંજે ધનસુરા […]

ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ડેવલપ અંગે મુખ્યમંત્રીનો જાપાનના ડિલિગેશન સાથે પરામર્શ

ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં ટેકનિકલ સપોર્ટ અંગે ફળદાયી ચર્ચા, ભારત-જાપાનના ઉષ્માપૂર્ણ સંબંધોને લીધે જાપાનીઝ રોકાણોને ગતિ મળશે: મુખ્યમંત્રી ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની મુલાકાત જાપાનના ઈવાટે પ્રીફેક્ચરના વાઇસ ગવર્નર શ્રીયુત સાસાકી જૂનના નેતૃત્વમાં JICAના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. આ પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીમાં યોજાયેલા સેમિકોન ઇન્ડિયા-2025માં સહભાગી થવા ભારત આવેલું છે. તે દરમિયાન તેમણે રાજ્યમાં […]

શિક્ષકોની મહેનતના લીધે વાલીઓ બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશની પ્રાથમિકતા આપે છેઃ CM

બાળક માટે ભગવાન બાદ બીજા સ્થાને મા અથવા ગુરુ એટલે કે શિક્ષક હોય છે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ, મુખ્યમંત્રીએ 19 જિલ્લાના 37 શિક્ષકોને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા ગાંધીનગરઃ ‘શિક્ષક દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ સાયુજ્ય સાધીને બાળકોને અદ્યતન ટેકનોલોજી સાથેનું સમયને અનૂકૂળ શિક્ષણ આપી શકાય એ માટે રાજ્યમાં […]

ગાંધીનગરમાં વિધાનસભાના ત્રિદિવસીય સત્રને લીધે 800 પોલીસ જવાનો તૈનાત કરાશે

વિધાનસભા સંકુલ ફરતે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, કોંગ્રેસ વિધાનસભા સંકૂલનો ઘેરાવ ન કરે તે માટે તમામ માર્ગો પર પણ બંદોબસ્ત મુકાશે, શહેરમાં પ્રવેશતા રોડ પર વાહનોનું ચેકિંગ કરાશે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસા સત્રનો તા. 8મી સપ્ટેમ્બરને સોમવારથી પ્રારંભ થશે. વિધાનસભાના સત્ર દરમિયાન 800 જેટલા પોલીસ જવાનોનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ત્રણ દિવસ દરમિયાન કોઇ […]

વડોદરામાં આજવા સરોવરના 62 દરવાજા ખોલીને વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું

આજવા સરોવરનું લેવલ 46 ફૂટ સુધી પહોંચ્યું, વિશ્વામિત્રી નદીમાં કાલાઘોડા પાસે લેવલ 48 ફૂટે પહોંચ્યું, પ્રતાપપુરા સરોવરનું લેવલ પણ વધીને 85 ફૂટ થયું  વડોદરાઃ શહેરમાં વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજવા સરોવરના 62 દરવાજા ખોલવાની ફરજ પડી છે. સરોવરના રુલ લેવલ પ્રમાણે પાણી વધારે હોવાથી ધીરે ધીરે ખાલી કરવામાં આવી રહ્યું છે. હાલમાં આજવા […]

અંબાજીમાં ભદરવી પૂનમના મેળામાં ચોથા દિવસે 7 લાખ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા

અંબાજી જતા તમામ માર્ગો પદયાત્રીઓના ઊભરાયા, ચાર દિવસમાં કુલ 43 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી, 360 ગ્રામ સોનું અને 500 ગ્રામ ચાંદી માતાને અર્પણ કરાયું, અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળામાં લાખેની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. અંબાજી જતા તમામ માર્ગે પર મોટી સંખ્યામાં પદયાત્રિઓ જોવા મળી રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે […]

ગુજરાતમાં 9 મહિનામાં ટીબીના 87397 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

દેશમાં સૌથી વધુ 76 લાખ કેસ સાથે ઉત્તર પ્રદેશ મોખરે, ગુજરાતમાં પ્રતિદિન ટીબીના સરેરાશ 358 નવા કેસ નોંધાયા, રાજ્યમાં ટીબીના દર્દીઓને સારવાર પૂર્ણ થવાનો દર 91% નોંધાયો અમદાવાદઃ ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ના દર્દીઓમાં વધારો થતો જાય છે. છેલ્લા 9 મહિનામાં રાજ્યમાં ટીબીના 87397 કેસ નોંધાયા છે. આમ, પ્રતિ દિવસે ટીબીના સરેરાશ 358 નવા કેસ નોંધાય છે. […]

ડીસાના મહાદેવિયા ગામે નકલી નોટો છાપતી ફેકટરી પકડાઈ, બેની ધરપકડ

ખેતરની ઓરડીમાં અદ્યતન મશીન દ્વારા નકલી નોટો થપાતી હતી, પોલીસે 40 લાખની નકલી નોટો અને સાધનો જપ્ત કર્યા, ફેક નોટોનો કૌભાંડકારી મુખ્ય આરોપી ફરાર પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવીયા ગામની સીમના એક ખેતરની ઓરડીમાં નકલી ચલણી નોટો બનાવવાનું રેકેટ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યું છે. પોલીસે દરોડા દરમિયાન 40 લાખની ફેક નોટો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code