1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ઉત્તર ગુજરાતના 4 સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અને અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની વકી રહેલી છે, આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની વકી છે.  40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. બંદરો પર 3 નંબરનું સિગ્લન લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે […]

નળ સરોવર રોડ પર કુમારખાણ ગામ પાસે બે બાઈક સામસામે અથડાતા બેના મોત

બન્ને બાઈક ઓવરસ્પિડમાં સામસામે અથડાયા, વિરમગામ-નળસરોવર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી, સાંકડા અને જર્જરિત રસ્તાને લઈને વારંવાર સર્જાતા અકસ્માતો અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે નળસરોવર રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયા બન્ને બાઈકચાલકોના મોત નિપજ્યા હતા. આ ભનાવની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને […]

મહીસાગર નદી પરના કડાણા ડેમના 6 દરવાજા ખોલાયા, કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા

ડેમમાંથી 60.000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, કડાણા ડેમ 80 ટકા ભરાતા એલર્ટ સ્ટેજ પર મુકાયો, લુણાવાડા ,ખાનપુર અને કડાણા તાલુકાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા, લુણાવાડા: મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ અને મહીસાગર નદીના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે મહીસાગર નદી પરના કડાણા ડેમના 6 ગેટ 4 ફુટ ખોલવામાં આવતા નદીકાંઠી વિસ્તારના હેઠવાસના ગામોને […]

ગુજરાતમાં બપોર સુધીમાં 189 તાલુકામાં વરસાદ પડ્યો, સીઝનનો 81.74 ટકા નોંધાયો

સીઝનનો સૌથી વધુ 84.58 ટકા વરસાદ કચ્છનો નોંધાયો, સરદાર સરોવર ડેમ 83.33 ટકા ભરાયો, રાજ્યના 62 જળાશયો છલોછલ ભરાયા અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 189 તાલુકામાં વરસાદ પડ્યો છે. આજે દિવસ દરમિયાન આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા રહ્યા છે. રાજ્યભરમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યાર સુધી સરેરાશ 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 […]

કચ્છના માતાના મઢમાં 21મી સપ્ટેમ્બરે ઘટસ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ થશે

માતાના મઢમાં નવરાત્રીની તૈયારીનો પ્રારંભ કરાયો, 29 સપ્ટેમ્બરે સાંજે 7:30 કલાકે ગાદી પૂજન થશે, 30 સપ્ટેમ્બરે સવારે 8 કલાકે કચ્છ રાજ પરિવાર દ્વારા પતરી વિધિ કરાશે ભૂજઃ નવરાત્રીને હવે એક મહિનો બાકી છે. ત્યારે  કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી માં આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં અશ્વિન નવરાત્રીની ભવ્ય ઉજવણીની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માતાના […]

ભાવનગરના નવા રતનપર ગામે દરિયામાં નહાવા ગયેલા 4 યુવાનો ડૂબ્યા, એકનું મોત

સ્થાનિક લોકોની મદદથી ત્રણ યુવાનોને બચાવી લેવાયા, લાંબી શોધખોળ બાદ એક યુવકનો મૂતદેહ મળી આવ્યો, દરિયામાં અમાસની ઓટ અને કરન્ટને લીધે યુવાનો તણાયા ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ અને સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ સર્જાતા દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામે કૃષ્ણપરા ચોકડી પાસે આવેલી એક કંપની નજીક દરિયામાં નાહવા પડેલા […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પોર નજીક ટ્રાફિક જામથી વાહનચાલકો કંટાળી ગયા

હાઈવે પર પોર-બામણગામ વચ્ચે બે કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો, હાઈવે પર ઠેર ઠેર ખાડાને લીધે વાહનચાલકોને પડતી મુશ્કેલી, ટ્રાફિકજામના કારણે એમ્બ્યુલન્સને 2 કિ.મી. રોંગ સાઈડમાં ચલાવવી પડી અમદાવાદઃ શહેરી વિસ્તાર જ નહીં હવે તો નેશનલ હાઈવે પર પણ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇ-વે નંબર 48 પર પોર અને બામણગામ […]

અમદાવાદના બોપલમાં ચોરીનો ભેદ ઉકેલાયો, 7 રાજસ્થાની ઘરઘાટીઓની ધરપકડ

ઘરઘાટી મહિલાએ પતિ અને અન્ય ઘરઘાટીઓ સાથે મળીને 17 લાખની ચોરી કરી હતી, પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી, તસ્કરો પકડાયા બાદ 40 લાખની ચોરી થયાની વિગતો બહાર આવી અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં ચિદાનંદ બંગલોઝમાં ગઈ તા. 17મી ઓગસ્ટના રોજ રાતના સમયે સોના-ચાંદીના દાગીના સહિત 17 લાખની મત્તાની ચોરીનો બનાવ બન્યો […]

વડાપ્રધાન મોદીને આવકારવા માટે અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધીના રસ્તાઓ સજાવાયા

નિકોલમાં સભા સંબોધતાં પહેલાં મોદીનો દોઢ કિમીનો રોડ શો યોજાશે, સમગ્ર રોડ ઉપર તિરંગા અને સિંદૂરના હોર્ડિંગસ તેમજ બેનરો લગાવાયા, સમગ્ર વિસ્તારમાં તિરંગાની લાઇટિંગ બિલ્ડીંગો પર કરવામાં આવી અમદાવાદઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે તા. 25 અને 26 ઓગસ્ટ એમ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતી કાલે તા. 25મી ઓગસ્ટનો સોમવારના રોજ સાંજે […]

ઊના નજીકના ખાપટ ગૌશાળામાં મધરાતે બે સિંહ ત્રાટક્યા, 6 ગાયોનું મારણ કર્યું

ગૌશાળામાં 52 ગાયો જીવ બચાવવા દોડાદોડી કરી, વનરાજો ગૌશાળામાં રાતે મિજબાની માણી સવારે સીમ ભાગ્યા, સિંહોએ મજબુત ફેન્સિંગ તોડીને ગૌશાળામાં પ્રવેશ કર્યો હતો ઊના, ગીર સોમનાથ જિલ્લાના ઊના શહેરની નજીક ખાપટ ગામ પાસે આવેલી ગૌશાળામાં ગત મધરાત બાદ બે સિંહએ ગૌશાળાની મજબુત ફેન્સિંગ તોડીને પ્રવેશ કરી 6 ગાયોનું મારણ કર્યું હતું. ગાયોના મારણ બાદ મિજબાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code