1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સુપ્રસિદ્ધ તરણેતરના લોકમેળામાં ઝાલાવાડી સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવાશે

લોકમેળામાં છત્રી સજાવટ, ભરત ગૂંથણ, લોકગીત, લોકવાર્તા જેવી કુલ 31 સ્પર્ધા યોજાશે, રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે વિવિધ સ્પર્ધાનું આયોજન, પ્રથમ, દ્વીતિય અને તૃતીય વિજેતાઓને પુરસ્કાર અપાશે સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાન નજીક તરણેતર ગામે યોજાતા લોકમેળો માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તરણેતરનો ભાતીગળ મેળાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.ત્યારે […]

અડાલજમાં એક કંપનીના મેનેજરે ઓનલાઈન પાર્ટટાઈમ જોબની લાલચમાં 15.25 લાખ ગુમાવ્યા

ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો દાખલ, પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને 43,512ની રકમ રિકવર કરી, કંપનીના મેનેજરને ટેલિગ્રામ ગૃપમાં એડ કરીને પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી હતી ગાંધીનગરઃ જિલ્લાના અડાલજ ખાતે રહેતા ગોલ્ડલોન કંપનીના મેનેજર તરીકે નોકરી કરતા પાર્થ જશવંતભાઈ પંચોલીને ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબની લાલચ આપીને સાયબર માફિયાઓએ 15.25 લાખની ઠગાઈ કરતા […]

ભાવનગરમાં શાળામાં 3 વિદ્યાર્થિનીઓ સાથે જાતીય સતામણીના કેસમાં શિક્ષકને 3 વર્ષની કેદ

ભાવનગરમાં 6 વર્ષ પહેલા બનાવ બનતા પોલીસે ફરિયાદ નોંધી હતી, શિક્ષક વિદ્યાર્થિનીઓને અશ્લીલ વિડિયો બતાવીને પજવણી કરતો હતો, ભોગ બનેલી ત્રણેય વિદ્યાર્થિનીઓને 1.5 લાખનું વળતર આપવા હુક્મ ભાવનગરઃ શહેરમાં 6 વર્ષ પહેલા એક શાળામાં શિક્ષકે ત્રણ વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કરી હતી. શિક્ષક માસુમ વિદ્યાર્થિનીઓને મોબાઈલમાં અશ્લિલ વિડિયો બતાવીને પરેશાન કરતો હતો. આખરે કંટાળીને વિદ્યાર્થિનીઓને તેમના […]

સુરતમાં વરાછા વિસ્તારમાં સ્કૂલે જતા ગુમ થયેલી બાળકીને પોલીસે 2 કલાકમાં શોધી આપી

ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં બાળકી તેના માતા-પિતાથી વિખૂટી પડી ગઈ, માતા-પિતાને શોધવા રડતી રડતી બાળકી 4 કિમી દૂર પહોંચી ગઈ, પોલીસે સીસીટીવી તપાસીને બાળકીને શોધી આપી, સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં માતા-પિતા પોતાની 8 વર્ષની બાળકીને સ્કૂલે મુકવા માટે જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિકની ભારે ભીડમાં બાળકી માત-પિતાથી વિખૂટી પડી ગઈ હતી, માતા-પિતાએ ભારે શોધખોળ કરવા છતાંયે […]

બાલાસિનોરમાં શાળા છૂટ્યા બાદ ધો. 8ના વિદ્યાર્થીએ તેના ક્લાસમેટને ચપ્પુના ઘા માર્યા,

ધોરણ 8માં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી, વિદ્યાર્થીને ખભા પર અને પેટના ભાગે ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો, પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં હિંસક મનોવૃતિ વધતી હોય સમાજ માટે ચિંતાનો વિષય છે, અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું તેના સાથી […]

PM નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતમાં ₹ 307 કરોડના રોડ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

વિરમગામથી ખુડદ થઈ રામપુરા સુધીના21 કિમીના માર્ગનું લોકાર્પણ કરાશે, અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર ત્રણ છ-માર્ગીય વ્હિકલ અંડરપાસનું ખાતમુહૂર્ત, અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં PM મોદી ₹274 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને વિવિધ વિભાગો હેઠળ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. આમાં માર્ગ અને મકાન વિભાગના કુલ ₹307 કરોડના […]

ગુજરાત સરકાર દ્વારા તમામ આંગણવાડીઓને પોતાના મકાન ઉપલબ્ધ કરાવાશે

માત્ર ત્રણ જ મહિનામાં ઐતિહાસિક 862 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન, સતત મોનીટરીંગના લીધે નવી આંગણવાડીના બાંધકામની ગતિ વધુ તીવ્ર બની, 357 નવા આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ સંપન્ન ગાંધીનગરઃ આંગણવાડીએ નાના બાળકો માટે માત્ર ભણતરનું કેન્દ્ર જ નહિ, પરંતુ તેમના શૈક્ષણિક, શારીરિક અને માનસિક વિકાસનું પ્રથમ પગથીયું છે. ગુજરાતના તમામ આંગણવાડી કેન્દ્રોમાં શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉપરાંત આંગણવાડીમાં […]

સ્વદેશીપણું એ આત્મનિર્ભરતાનું જનક : ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત “સ્વદેશી અર્થતંત્રની રાષ્ટ્રવાદી વૈશ્વિકતા” વિષય પરના સેમિનારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગે ભારત માટે આગામી સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વદેશીપણું એ આત્મનિર્ભરતાનું જનક છે. મંત્રીએ ઇતિહાસના પ્રસંગો ટાંકીને કહ્યું કે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ લઈ જઈને તેને વિદેશમાં તૈયાર માલ તરીકે […]

પ્રધાનમંત્રી આવાસ યોજનાઃ અમદાવાદમાં 133.42 કરોડના આવાસોનું નિર્માણ કરાયું

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદના નિકોલ ખાતેથી તેઓ રૂ. 133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ અમલમાં આવેલા આ પ્રોજેક્ટથી સ્લમ વિસ્તારોમાં રહેતા પરિવારોને આધુનિક સુવિધાઓ સાથે પોતાનાં સપનાનું નવું ઘર મળશે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અને […]

સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બન્યો, જાફરાબાદની 3 બોટએ લીધી જળસમાધી

દરિયામાં કરન્ટને લીધે 500થી વધુ બોટ પરત ફરી, 5 ખલાસીને બચાવી લેવાયા 11 ખલાસીઓ લાપત્તા બનતા શોધખોળ જારી, મધદરિયે વાતવરણ ખરાબ હોવાના લીધે હેલિકોપ્ટરથી બચાવ કામગીરી ન થઈ શકી જાફરાબાદઃ સૌરાષ્ટ્રના દરિયામાં ચક્રવાતને લીધે ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે દરિયો તાફોની બનવાની આગોતરી ચેતવણી આપી હતી. મોટાભાગના માછીમારો પરત આવી ગયા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code