1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સરકારી ગોદામોમાં 11 હજાર મેટ્રિક ટન અનાજ સડી ગયું

પુરવઠા વિભાગની લાપરવાહી, પુરતી કાળજી ન લેવાઈ, તંત્રની બેદકરારીને લીધે ગરીબોનું અનાજ પણ યોગ્ય રીતે સચવાતુ નથી, સરકારી ગોદામો જર્જરિત અવસ્થામાં, ઉંદરોનો પણ ત્રાસ અમદાવાદઃ રાજ્યના પુરવઠા વિભાગની બેદરકારીને લીધે છેલ્લા બે વર્ષમાં ગરીબોને રેશનીંગમાં આપવાનું 11 હજાર મેટ્રિક ટન અનાજ બગડી ગયું હતું. કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રાલયે રિપોર્ટ જાહેર કર્યો છે કે, વર્ષ 2023-24માં […]

પારડીના તરમલિયા નજીક ભેસુ ખાડીમાં કાર તણાઈ, પતિનો બચાવ, પત્ની અને દીકરીનું મોત

NDRFની ટીમ અને તરવૈયાઓએ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યા, ભારે વરસાદને કારણે નીચાણવાળો કોઝ વે પાણીમાં ગરકાવ થયો હતો, પાણીના તીવ્ર વહેણને કારણે શિક્ષિકા અને તેની પુત્રી કાર સાથે તણાયા વલસાડઃ  જિલ્લાના પારડી તાલુકાના તરમલિયા અને ખૂંટેજ વચ્ચે આવેલી ભેસુ ખાડીના કોઝવે પરથી એક કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર શિક્ષિકા તનાશા પટેલ અને […]

સુરેન્દ્રનગરના રતનપરમાં સામાન્ય બોલાચાલીમાં યુવાન પર બે રાઉન્ડ ફાયરિંગ

5 શખસોએ ફાયરિંગ કર્યા બાદ યુવાન પર છરીથી હુમલો કર્યો, ગંભીરરીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, જોરાવરનગર પોલીસે ગુનો નોંધીને નાસી ગયેલા શખસોની શોધખોળ આદરી સુરેન્દ્રનગરઃ  શહેરના રતનપર વિસ્તારમાં સામાન્ય બોલાચાલીની અદાવતમાં કારમાં ધસી આવેલા પાંચ શખસોએ એક યુવાન પર ફાયરીંગ કરી તેમજ છરી વડે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં […]

જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ હજુ 36 ગામો સંપર્ક વિહોણા, ઘેડ વિસ્તારમાં કફોડી સ્થિતિ

માણાવદરમાં વીજળી પડવાથી એકનું મોત, જનવજીવન અસ્તવ્યસ્ત, બામણાસા ઘેડ ગામમાં પાણી ઘૂસી ગયાં, છે, એક મકાન પણ તૂટી પડ્યું, જિલ્લાના 18 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા જૂનાગઢઃ સોરઠ પંથકમાં ગઈકાલે બુધવારે ભારે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા મેંદરડા, વંથલી અને કેશોદ સહિતના તાલુકાઓમાં જળબંબોળની […]

ભીમનાથમાં શનિવારે અમાસના દિને લોકમેળા લીધે ત્રણ ટ્રેનોને સ્ટોપેજ અપાશે

ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા લેવાયો નિર્ણય, ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 2 મિનિટ માટે રોકાશે, ગાંધીગ્રામ-બોટાદ-ગાંધીગ્રામ મેમુ ટ્રેન પણ ભીમનાથ સ્ટેશન પર 2 હોલ્ટ કરશે ધંધુકાઃ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધંધુકા નજીક આવેલા પૌરાણિક ભીમનાથ મહાદેવના મંદિર ખાતે શનિવારને અમાસની દિને લોકમેળો યોજાશે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. ત્યારે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા તા.23મીને શનિવારે […]

ભાવનગરના ઘોઘા બંદર પર 3 નંબરનું ભયસુચક સિગ્નલ લાગાવાયુ

દરિયાકાંઠે 60 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, દરિયામાં કરંટને લીધે ભારે મોજા ઉછળી રહ્યા છે, લોકોને દરિયા કાંઠા વિસ્તારથી દુર રહેવા તંત્રએ અપીલ કરી ભાવનગરઃ અરબી સાગરમાં ચક્રવાતની નવી સિસ્ટમ સર્જાતા સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરન્ટને લીધે દરિયો તોફાની બની રહ્યો છે. તેના લીધે સૌરાષ્ટ્રના અન્ય બંદરોની જેમ ઘોઘા બંદર પર ભયજનકની ચેતવણી આપતું ત્રણ […]

સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ચોથીવાર થયો ઓવરફ્લો, ડેમના 59 દરવાજા 2 ફુટ ખોલાયા

પાલીતાણાના 5 ગામો અને તળાજાના 12 ગામોને એલર્ટ કરાયા, ડેમમાંથી હાલ 15,340 ક્યુસેક પાણી શેત્રંજી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ભાવનગર, પાલિતાણા ગારીયાધારનો પાણીનો પ્રશ્ન હલ થયો ભાવનગરઃ અમરેલી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લીધે શેત્રુંજી નદીમાં પુર આવતા શેત્રૂંજી ડેમ ઓવરફ્લો થતાં જેમના 59 દરવાજા બે ફુટ ખોલવામાં આવતા પાલિતાણા અને […]

વડોદરા શહેરમાં દ્વીચક્રી વાહનચાલકોમાં હેલ્મેટની જાગૃતિ માટે પોલીસ દ્વારા રેલી યોજાઈ

શહેરમાં પોલીસની 3 KMની હેલ્મેટ રેલીમાં બે હજાર લોકો જોડાયા, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે લીલીઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું, વડોદરા શહેરના દ્વીચક્રી વાહનચાલકોને હેલ્મેટના કાયદાનું પાલન કરવા અપીલ કરાઈ વડોદરાઃ શહેર પોલીસ દ્વારા 15મી સપ્ટેમ્બરથી હેલ્મેટના કાયદાનું કડક પાલન કરાવવા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. ત્યારે દ્વીચક્રી વાહનચાલકોમાં હેલ્મેટની જાગૃતિ માટે પોલીસ દ્વારા જનજાગૃતિ […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 151 તાલુકામાં પડ્યો વરસાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ

ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારે 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, ભારે પવનને લીધે દ્વારકાધિશના મંદિરના શિખર પર ચઢાવવામાં આવતી ધ્વજા વૈકલ્પિક દંડ પર ચઢાવવામાં આવી અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 151 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ પડ્યો હતો. આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા […]

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે ફરીવાર હોબાળો મચતા તંગ સ્થિતિ

એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસે સ્કૂલ સામે દેખાવો કર્યા, હિન્દુ સંગઠનો દ્વારા બંધના એલાન બાદ 200થી વધુ શાળાઓ બંધ રહી, હત્યાના કેસમાં બે વિદ્યાર્થીઓ પોલીસ કસ્ટડીમાં અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ગઈકાલે ઉશ્કેરાયેલા લોકો દ્વારા તોડફોડ અને હોબાળો થયો હતો. શાળામાં વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ બંધનું એલાન આપતા આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code