1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગાંધીનગરના સરગાસણમાં BMW કારે રોડ ક્રોસ કરતી યુવતીને અડફેટે લેતા મોત

અકસ્માત બાદ કારચાલક ભાગવા જતા લોકોએ પકડીને પોલીસના હવાલે કર્યો, પોલીસે કારચાલક હર્ષ મોરેશ્વરની કરી ધરપકડ, પોલીસે BMW કારને પણ જપ્ત કરી ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં બેફામ ઝડપે વાહનો ચલાવવાને લીધે રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના સરગાસણમાં અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. શહેરના સરગાસણ વિસ્તારમાં ગઈકાલે રાત્રે પૂરફાટ ઝડપે BMW કારે […]

સુરતમાં તાપી નદીમાં પાણીની સપાટી વધતા વિયર કમ કોઝવેને બંધ કરાયો

કોઝ-વે પર ભયજનક સપાટીને લીધે વાહન વ્યવહાર માટે બંધ, વાહનચાલકોને હવે ચંદ્રશેખર આઝાદ બ્રિજ અને ભોલી જહાંગીરપુરા બ્રિજનો ઉપયોગ કરવો પડશે, ગઈ તા. 11મી ઓગસ્ટે ફરીવાર બ્રિજ વાહન વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો હતો સુરતઃ શહેરમાં તાપી નદી પર વિયર કમ કોઝવે બનાવવામાં આવ્યો છે. જેના કારણે વાહનચાલકોને નદીના સામેના વિસ્તારોમાં જવા માટે સુગમતા રહે છે. […]

યાત્રાધામ અંબાજીમાં કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી 18 કિલો વજનના ચાંદીના થાળાની ચોરી

પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટનાથી શિવભક્તોમાં રોષ, ચાંદીનું થાળું 15 દિવસ પહેલાં જ એક ભક્તે શિવલિંગ પર અર્પણ કર્યુ હતુ, ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અંબાજીઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આવેલા પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિરમાં થાંદીના થાળાની ચોરીનો બનાવ બનતા શિવભક્તોમાં રોષ અને નિરાશા ફેલાઈ છે. કોટેશ્વર મહાદેવજીના મંદિરમાં ગત રાત્રિના સમયે […]

પાલનપુર-આબુરોડ હાઈવે પર ખેમાણા ટોલનાકાના વિરોધમાં 5000 ખેડૂતોની રેલી યોજાઈ

ટોલનાકાના 20 કિમીમાં આવતા ગામોના લોકોને ટોલમુક્તિ આપવા માગ, ટોલનાકા આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર- આબુરોડ નેશનલ હાઇવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝા સામે આજુબાજુના ગામોના સ્થાનિક લોકોએ ટોલ ટેક્સ વસુલાત સામે મોરચો માંડ્યો છે. ખેમાણા ટોલ પ્લાઝા […]

ગાંધીનગરમાં 10 જેટલા સેક્ટરોમાં હવે મીટરથી 24 કલાક પાણી અપાશે

સેકટર વાઇઝ ફરિયાદ નિવારણ નંબરો જાહેર કરાયા, નવા ભળેલા 18 ગામડાં સહિત સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારને આવરી લેવાયો, શહેરના નાગરિકોને પુરા ફોર્સની પાણી પુરવઠો 24 કલાક અપાશે ગાંધીનગરઃ શહેરમાં 10 જેટલા સેક્ટરોમાં હવે મીટરથી 24 કલાક પાણી આપવામાં આવશે. શહેરના સેક્ટર-14 થી 29 પૈકીના 10 સેક્ટરોના રહેવાસીઓને 24 કલાક પાણી પુરવઠો પુરા ફોર્સથી મળી રહેશે. અગમચેતી […]

સાવલી તાલુકાના ભાદરવા ગામે ભાજપના બે જુથો વચ્ચે પાણીના પ્રશ્ને મારામારી

મહિલા સરપંચના પરિવાર અને કિશાન મોરચાના હોદ્દેદાર બાખડી પડ્યા, મહિલા સરપંચના પુત્રનો લોકો પર કાર ચડાવવાનો પ્રયાસ, ગામમાં ઘણા સમયથી પાણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે ભાજપના બે જૂથો વચ્ચે પાણીના મુદ્દે મારામારીનો બનાવ બન્યો છે. ભાદરવા હાલના સરપંચના પતિ અને પ્રદેશ કિસાન મોરચાના હોદ્દેદાર વચ્ચે પાણી છોડવા મુદ્દે […]

ગુજરાતમાં ડિગ્રી-ડિપ્લોમાની ઈજનેરી કોલેજમાં 15મી સપ્ટેમ્બર સુધી પ્રવેશ મળશે

ઈજનેરીની વિદ્યાશાખાઓમાં પ્રવેશ પ્રક્રિયામાં વધારો કરાયો, ઈજનેરી કોલેજોમાં પ્રથમ શૈક્ષણિક સત્રનો પ્રારંભ 15મી સપ્ટેમ્બરથી કરાશે, વિદ્યાર્થીઓ 11 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ રદ કરાવી શકશે. અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 10 અને 12ના પરિણામ બાદ ડિપ્લોમા ઈજનેરી તેમજ ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 14 ઑગસ્ટ હતી. પરંતુ એઆઈસીસી દ્વારા […]

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા

ઘેલા સોમનાથ મહાદેવને ચાંદીના વરખનો દિવ્ય શણગાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી, સોમનાથ મંદિરમાં વહેલી સવારથી દર્શન માટે ભાવિકોની લાંબી લાઈનો લાગી અમદાવાદઃ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી ગુજરાતભરના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા હતા. વહેલી સવારથી લોકો મહાદેવજીના દર્શન અને પૂજા કરવા માટે શિવ મંદિરોમાં ઉમટ્યા હતા. બાર […]

ગ્રિમકો દ્વારા 5 વર્ષમાં લેધર-રેકઝીન આર્ટિકલ્સ મેકિંગ માટે 2000 લાભાર્થીઓ તાલીમબદ્ધ કરાયા

રાજ્ય સરકાર દ્વારા રૂ. 6.55 કરોડના ખર્ચે વિવિધ સ્થળોએ 73 તાલીમ વર્ગોનું આયોજન, કુલ રૂ.7500 સ્ટાઇપેન્ડ અને સિલાઇ મશીન આપી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરાયા, કુશળ તાલીમાર્થીઓને આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રકટર વેતન થકી રોજગારીની તક ગાંધીનગરઃ ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ-ગ્રિમકો દ્વારા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા સ્વરોજગાર ઇચ્છુક ભાઈ-બહેનો માટે લેધર અને રેકઝીન આર્ટિકલ્સ મેકિંગના ત્રણ માસના તાલીમ […]

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 131.02 મીટરે પહોંચી

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નર્મદા ડેમની સપાટીમાં વધારો, નર્મદા ડેમમાં હાલ 1,23,686 ક્યુસેક પાણીની આવક, RBPH અને CHPHના પાવરહાઉસ ફરીથી ચાલુ કરાયા અમદાવાદઃ ગુજરાતાના સૌથી મોટા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધીને 131.02 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે છેલ્લા 24 કલાકમાં ડેમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code