1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદમાં સ્વચ્છતા માટે કોર્પોરેશન અને એક સ્વૈચ્છિક ટ્રસ્ટ દ્વારા નવી પહેલ

અમદાવાદ, 7 ફેબ્રુઆરી, 2026 – cleanliness drive in Ahmedabad શહેરમાં સ્વચ્છતા માટે મહાપાલિકા તથા એક સ્વૈચ્છિક ટ્રસ્ટે સંયુક્ત રીતે એક નવી પહેલ શરૂ કરી છે. આ અંગે મળતી વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા Swarn Lata MotherSon Trust (SLMTT) ના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં “Segregation Of Organic Waste For It’s Recycling and Treatment  (S.O.R.T.) […]

GCCI દ્વારા “ભારતમાં ફેમિલી ઓફિસની રચના અને વેલ્થ મેનેજમેન્ટ સોલ્યુશન્સ” પર માહિતીપ્રદ સત્રનું આયોજન

અમદાવાદ, 7 ફેબ્રુઆરી, 2026: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા શુક્રવાર, ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ GCCI ખાતે “ભારતમાં ફેમિલી ઓફિસની રચના અને વેલ્થ મેનેજમેન્ટ સોલ્યુશન્સ” વિષય પર એક અત્યંત માહિતીપ્રદ અને વિચારપ્રેરક સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં GCCIના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજેશ ગાંધીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે ભારતીય વ્યાપારી […]

જુઓ VIDEO: CM ભૂપેન્દ્ર દાદાએ બનાસકાંઠાની દીકરીને આપેલું વચન પાળ્યું

વીડિયો સંવાદમાં આપેલા વચનથી શાળા મુલાકાત સુધી: સામ્યા અને મુખ્યમંત્રીનો લાગણીસભર સહજ સંવાદ ઉત્તમપુરા (બનાસકાંઠા), 7 ફેબ્રુઆરી, 2026 – CM Bhupendra Dada મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના વડીલસહજ વાત્સલ્ય અને માનવીય સંવેદનશીલતાનો પરિચય અવારનવાર આપતા રહ્યા છે. તેમનો આવો જ એક લાગણીસભર પ્રસંગ બનાસકાંઠા જિલ્લાના પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) અનુપમ પ્રાથમિક શાળામાં જોવા મળ્યો. તા. ૨૮/૦૪/૨૦૨૫ના રોજ […]

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં આગ લાગતા 25 બાઈક ખાક

અમદાવાદ, 6 ફ્રેબુઆરી 2026:  શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં આજે બપોરના ટાણે કોઈ કારણસર આગ લાગતા ડિટેઈન કરેલા 25 જેટલા બાઈક બળીને ખાક થઈ ગયા હતા. આગની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરના જવાનો ફાયટરો સાથે દોડી ગયા ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે. આ બનાવની વિગત એવી છે […]

છારી-ઢાંઢ’ને મળેલું વૈશ્વિક ‘રામસર સાઇટ’ દરજ્જાનું પ્રમાણપત્ર વનમંત્રીએ CMને કર્યુ અર્પણ

ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2026:  પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની પ્રકૃતિના સંવર્ધન અને સંરક્ષણની દૂરંદેશીતાના પરિણામે કચ્છના છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તારને વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં (રામસર સાઇટ)સ્થાન મળ્યું છે. છારીઢાંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વને 31 જાન્યુઆરી, 2026ના રોજ સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ (આંતરરાષ્ટ્રીય મહત્વનું ધરાવતો જળપ્લાવિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવ્યું અને એ સાથે જ ભારતની જળપ્લાવિત વિસ્તારોનાં […]

ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં યાયાવર સહિત પક્ષીઓની ગણતરીનો પ્રારંભ

જામનગર, 6 ફેબ્રુઆરી 2026:  શહેર નજીક આવેલું ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં હાલ મોટા પ્રમાણમાં વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.દર વર્ષે લાખોની સંખ્યામાં યાયાવર સહિતના અનેક પક્ષીઓ મહેમાન બને છે. જેથી દર વર્ષે પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. આજથી ખીજડીયા પક્ષી અભયારણ્યમાં જુદી-જુદી 3 સભ્યોની અનેક ટીમો બનાવીને પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે. પક્ષીઓની […]

જામનગરમાં રેલવે લાઈનની બન્ને તરફ 150થી વધુ ઝૂંપડા પર બુલડોઝર ફરી વળ્યું

જામનગર, 6 ફેબ્રુઆરી 2026:  શહેરના રેલવે ઓવરબ્રિજ તેમજ રેલવે ટ્રેક સમાંતર બન્ને બાજુ વર્ષોથી ખડકાયેલા ગેરકાયદે દબાણો પર તંત્રએ લાલ આંખ કરી છે. અસામાજિક પ્રવૃત્તિઓના અડ્ડા સમાન બની ગયેલી ઝૂંપડપટ્ટીને દૂર કરવા માટે આજે વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના  દિગ્જામ ઓવરબ્રિજની નીચે અને રેલવે ટ્રેકની બંને તરફ […]

બનાસકાંઠામાં પાંથાવાડા હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂંસી જતા એકનું મોત

પાલનપુર, 6 ફેબ્રુઆરી 2026:  બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ગુંદરી-પાંથાવાડા હાઈવે પર મોડી રાત્રે સર્જાયો હતો. ટ્રક પાછળ પૂરફાટ ઝડપે હોન્ડાસિટી કાર અથડાતા કારમાં સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, બનાસકાંઠાના […]

વઢવાણમાં શિયાણી પોળમાં આવેલી વર્ષો જુની શાક માર્કેટનું ડિમોલિશન, નવી બનાવાશે

વઢવાણ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરમાં વસતી સાથે વિસ્તાર પણ વધતો જાય છે. વઢવાણમાં હાલ એક લાખ જેટલી વસતી છે. અને શિયાણીની પોળમાં એક જ શાકમાર્કેટ આવેલી છે. જે વર્ષો જુની છે, અને તેનું મકાન પણ જર્જરિત અવસ્થામાં છે. ત્યારે સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શિળાણીની પોળની જર્જરિત શાક માર્કેટને જમીન દોસ્ત કરી છે. અને આજ સ્થળે આગામી […]

ભાવનગર પંથકમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

ભાવનગર, 6 ફેબ્રુઆરી 2026:  ગુજરાતમાં સૌથી વધુ ડૂંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. જેમાં મહુવા અને તળાજા તાલુકામાં આ વર્ષે પણ ડૂંગળીનું મબલખ ઉત્પાદન થયું છે. પણ ખેડૂતોને પુરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.  ભાવનગર શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં એકાએક ડુંગળીના ભાવમાં કડાકો થતા ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રડવાની નોબત આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code