1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ભાવનગર-અમદાવાદ હાઈવે પર મઢિયા ગામ પાસે આઈસર અને ટેન્કર વચ્ચે અકસ્માત

અકસ્માતમાં એકનું મોત અને 15 લોકોને ઈજા, રોડ પર બંધ પડેલા ટેન્કર પાછળ આયસર ઘૂંસી ગયું, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર આજે શુક્રવારે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર મઢીયા ગામ નજીક એક બંધ પડેલા ટેન્કર સાથે આઇસર અથડાતા 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે […]

ભચાઉમાં લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો, ત્રણ શખસોની ધરપકડ

લૂંટમાં વપરાયેલી બાઈક સહિત કુલ રૂ. 37 લાખનો મુદ્દામાલ કબજે, લૂંટારૂ શખસોએ છરીની અણિએ ટેમ્પાચાલકને લૂંટી લીધો હતો, પોલીસે આરોપીની વધુ પૂછતાછ હાથ ધરી ભૂજઃ  ભચાઉ શહેરમાં ટેમ્પામાંથી નમકીનનો સામાન કરી રહેલા ટેમ્પાચાલક અને વેપારીને ત્રણ શખસોએ બાઈક પર આવીને છરી બતાવીને ધમકી આપીને એક લાખથી વધુની રોકડની લૂંટ કરી હતી, લૂંટ બાદ લૂંટારૂ શખસો […]

જન્માષ્ટમીના તહેવારોમાં ખાનગી બસોનો ભાડા વધારો એસટીની બસોને ફળ્યો

રાજકોટ ડિવિઝનના ડેપો પર 50 એકસ્ટ્રા બસો મૂકાઈ, એકસપ્રેસમાં એડવાન્સ બુકિંગ વગર સીટ મળવી મુશ્કેલ, રાજકોટ એસટી ડિવિઝનને દરરોજની 70 લાખની આવક રાજકોટઃ જન્માષ્ટમીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે રાજ્યભરમાં 1200થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. આ વખતે ખાનગી ટ્રાવેલ્સની બસોના ભાડામાં તોતિગ વધારો કરાયો હોવાથી એસટી બસોના પ્રવાસી ટ્રાફિકમાં જબરો વધારો […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, ફિમેલ હેલ્થ વર્કર ફાર્માસિસટની ભરતીમાં ગોલમાલ, 8 ઉમેદવારોના માર્ક્સ વધારી અપાયા, 5 અધિકારીઓની કમિટી દ્વારા છેલ્લા પાંચ વર્ષની ભરતીની તપાસ અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મ્યુનિની સેન્ટ્રલ ઓફિસના સસ્પેન્ડેડ હેડ ક્લાર્ક પુલકિત સથવારાએ મે 2023થી ઓક્ટોબર 2024 દરમિયાન એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર, સહાયક સર્વેયર તેમજ હેલ્થ […]

ગુજરાતભરમાં આજે શીતળા સાતમનું પર્વ ભક્તિભાવથી ઊજવાયુ

શીતળા માતાજી અને બળિયાદેવની પૂજા માટે મંદિરોમાં ઉમટી પડી, શીતળા માતાજીના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના યોજાઈ, બળિયાદેવને ઠંડી વાનગીઓનો પ્રસાદ ધરાવાયો અમદાવાદઃ ગુજરાતભરમાં આજે શીતળા સાતમનું પર્વ ભક્તિભાવ રીતે ઊજવાયું હતુ. શીતળા માતાજીના મંદિરોમાં અને બળિયા દેવના મંદિરોમાં સવારથી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. મોટાભાગના પરિવારોએ આજે ઠંડુ ભોજન આરોગીને પર્વની ઉજવણી કરી હતી. શહેરો કરતા […]

પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું, સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી

દિલધડક બાઇક સ્ટંટ અને તલવાર રાસથી લોકો મંત્રમુગ્ધ, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ, ગુજરાત વિશ્વના બિઝનેસ માટે ગેટ વે બન્યું છે પોરબંદર: આજે 15મી ઓગસ્ટે 79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઊજવણી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે દબદબાભેર કરવામાં આવી હતી. શહેરના માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ દરમિયાન […]

અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ધ્વજવંદન કરીને શુભેચ્છા પાઠવી

નાગરિકોને વોટ ચોરીથી આઝાદી અપાવવાનો સંકલ્પ કરાયો, ભય, ભુખ અને ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ મક્કમતાથી લડત આપશે, સ્વાતંત્ર્ય પર્વની ઊજવણીમાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો હાજર રહ્યા અમદાવાદઃ આઝાદીના 78 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ધ્વજવંદન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલયના પટાંગણમાં કોંગ્રેસ પરિવારના […]

ગુજરાત એસટી નિગમ દ્વારા જન્માષ્ટમીના તહેવારોમાં પ્રવાસીઓ માટે 1200 એકસ્ટ્રા બસોનું સંચાલન

નાગરિકો જન્માષ્ટમીના તહેવારમાં સરળતાથી પોતાના વતન જઈ ઉજવણી કરી શકશે, રાજ્યના બે લાખથી વધુ મુસાફરોને મળશે લાભ, રાજ્યના દરેક પ્રવાસન સ્થળો માટે એકસ્ટ્રા બસોનું સંચાલન અમદાવાદઃ રાજ્યના નાગરિકો પવિત્ર શ્રાવણ માસમાં આવતા સાતમ, આઠમ-જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું […]

મુખ્યમંત્રીનો 79મા સ્વાતંત્ર્ય પર્વએ પ્રજાજોગ સંદેશઃ રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હૈયે રાખવાનું આહ્વાન

આઝાદીનાસાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને ભારત સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે, દેશનીસુરક્ષા–સલામતિ સામેનો કોઈ કાંકરીચાળો ભારતમાં ચાલશે નહીં, એવો સાફ સંકેત  નરેન્દ્ર મોદીએ દુનિયાને આપ્યો છે, ગુજરાતમાંઆપણે ગામે-ગામ અને નગરો-શહેરોમાં હર ઘર તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બનાવ્યું છે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ-સંધ્યાએ ગુજરાતના નાગરિકોને રાષ્ટ્ર હિત પ્રથમનો ભાવ હરહંમેશ હૈયે રાખવાનું આહ્વાન કરતો પ્રજાજોગ સંદેશ પાઠવ્યો છે. […]

દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સાથે મળીને કામ કરવું પડશેઃ રાજ્યપાલ દેવવ્રતજી

રાજ્યપાલ દેવવ્રતજીએ નાગરિકોને 79માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી, ‘હર ઘર તિરંગા‘ અભિયાન અંતર્ગત રાજભવન સ્થિત નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો, આપણે આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરીશુઃ રાજ્યપાલ  રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્ય અને દેશના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજભવન સ્થિત તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code