1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાતમાં હર ઘર તિરંગા અને સ્વચ્છતાના કાર્યક્રમમાં 22.40 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

તિરંગા યાત્રાને સફળ બનાવવા 50 લાખથી વધુ તિરંગાનું વિતરણ કરાયુ, રાજ્યના 33 જિલ્લામાં તિરંગા યાત્રા યોજાઈ, તિરંગા સાથે સેલ્ફી કાર્યક્રમમાં 5.45 લાખથી વધુ નાગરિકો જોડાયા અમદાવાદઃ રાષ્ટ્રધ્વજના સન્માનમાં તા.8થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ‘સ્વતંત્રતા સપ્તાહ’ ઉજવવામાં આવી રહ્યું છે. રાજ્યના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ, સ્વચ્છતા તેમજ દેશ પ્રત્યે વધુ રાષ્ટ્ર ભાવના આવે તે માટે ‘રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ’ની ઉજવણી […]

ગુજરાતઃ ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ દુકાનોમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્રના દરોડા

અમદાવાદઃ જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે રાજ્ય સરકારની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ જેટલી મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટ અને ગિફ્ટ વગેરેની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગેરરીતી કરતા કુલ ૧૨૬ એકમો સામે ગુન્હાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી […]

દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ પૂરજોશમાં

દ્વારકાઃ દેવભૂમિદ્વારકા સહિત રાજ્યભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે દ્વારકામાં તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે છપ્પન સિડી સ્વર્ગદ્વારથી પ્રવેશ અને મોક્ષદ્વારથી નિકાસની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ જગતમંદિરના પટાંગણમાં પણ વિશાળ મંડપ બનાવાયો છે. સમગ્ર મંદિરને કલાત્મક રોશનીથી શણગારવાનું કામ પણ ચાલી રહ્યું હોવાનું દ્વારકાધીશ જગત મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું. […]

છોટાઉદેપુર: કવાંટમાં પ્રવાસીઓ માટે કુદરતી સૌંદર્યનું અનોખું આકર્ષણ

સુરતઃ કુદરતી સૌંદર્યથી ભરપૂર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનો નર્મદા નદીનો કાંઠા વિસ્તાર હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાત એમ ત્રણ રાજ્યોની સરહદોના ત્રિવેણી સંગમ પર આવેલા તુરખેડા, ધારસિમેલ અને ખોખરાના ધોધ અને આસપાસની પર્વતમાળાઓનું કુદરતી સૌંદર્ય ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ચોમાસાએ પ્રાણ પૂર્યા કુદરતી સૌંદર્યમાં ચોમાસાની ઋતુમાં […]

ગુજરાતની ધો. 1 થી 8ની તમામ શાળામાં 360 ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મુકાશે

માત્ર લેખિત કસોટીથી મૂલ્યાંકન કરવાને બદલે સતત અને સર્વાંગી મૂલ્યાંકન કરાશે, વિદ્યાર્થીઓના માત્ર ગુણાંક નહીં સર્વાંગી વિકાસને પણ પ્રોત્સાહન અપાશે, શિક્ષણને માત્ર પરીક્ષા કેન્દ્રિત ન રાખીને જીવન માટે જરૂરી કૌશલ્યો પર ભાર મુકાશે, માર્ક્સથી આગળ બાળકોમાં જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોનો ત્રિ-આયામી વિકાસ થશે ગાંધીનગરઃ શિક્ષણમાં ગુણવત્તા વધારવા, શિક્ષણ પ્રણાલીને વધુ સરળ બનાવી ભણતરની સાથે બાળકમાં અન્ય કૌશલ્યો […]

પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવા ગુજરાત સરકાર મક્કમ છેઃ ઋષિકેશ પટેલ

વિપક્ષ દ્વારા આદિવાસી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ, લિંક પ્રોજેક્ટનો કોઇપણ નવોDPR (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ) રજૂ કરાયો નથી, પાર–તાપી–નર્મદા લિંક પ્રોજેક્ટ સંદર્ભે વર્ષ–2017માં બનેલાDPR બાદ નવો કોઇપણ DPR બન્યો નથી ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા અને સિનિયર કેબિનેટ મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના વર્ષ 2022માં  લીધેલા નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડિખમ છે. તેમણે આ યોજના […]

સૌરાષ્ટ્રમાં કૃષિ વીજ પુરવઠો 10 કલાક અપાતા દૈનિક 5.2 કરોડ યુનિટનો વપરાશ

મહેસાણા જિલ્લામાં કાલથી ખેતીવાડી વીજ પુરવઠો 10 કલાક અપાશે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 74.85 લાખ હેક્ટર એટલે કે ૮૭.૪૮ ટકામાં કૃષિ વાવેતર, તેલીબીયા પાકનું વાવેતર 26.94 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક્માં વીજળી સંદર્ભે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ […]

ગુજરાત પોલીસ ટેકનોલોજીમાં અગ્રેસર: બે ‘ડીપ ટ્રેકર’ અંડરવોટર વિહિકલ વસાવ્યાં

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષા અને તપાસની કામગીરીમાં નવા આયામો સર કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, રાજ્ય પોલીસે પાયલટ પ્રોજેક્ટ તરીકે રૂ. 2.80 કરોડના ખર્ચે બે અદ્યતન ‘ડીપ ટ્રેકર’ અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહિકલ ખરીદ્યા છે. આ બે પૈકી એક વિહિકલ વડોદરા […]

ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા કોલેજની ભેટ: હિંમતનગરમાં 80 સીટ પર પ્રવેશ અપાશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સુવિધાઓ વધારવાના પ્રયાસોના ભાગરૂપે, કેન્દ્ર સરકાર દ્વારા હિંમતનગરમાં નવી પશુ ચિકિત્સા અને પશુપાલન કોલેજને મંજૂરી આપવામાં આવી છે. આ કોલેજમાં વર્ષ 2025-26થી 80 સીટ પર પ્રવેશની પ્રક્રિયા આગામી મહિનાથી શરૂ થશે. ગુજરાતમાં પાંચમી વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત શરૂ થનારી આ કોલેજ ગુજરાતની પાંચમી વેટરનરી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવશે

વડાપ્રધાન વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે, વડનગરમાં મોદી મલ્ટી મોડલ ટ્રાન્સ્પોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે, બેચરાજી પાસે સુઝુકી મોટર્સના પ્લાન્ટની વડાપ્રધાન મુલાકાત લેશે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 ઓગસ્ટથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. જોકે વડાપ્રધાનના સત્તાવાર રીતે કાર્યક્રમની જાહેરાત થઈ નથી પણ સરકારી તંત્રએ વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code