1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

મહિસાગર પરનો ગંભીરા બ્રિજ ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવા ગ્રામજનોની માગ

પાદરા અને આંકલાવ તાલુકાના 30થી વધુ ગામોનો વ્યવહાર ખોરવાઇ જતાં ભારે હાલાકી, ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી, બ્રિજ તૂટતા ખાનગી કંપનીમાં નોકરી કરતાં 4700 યુવકોને નોકરી છોડવી પડી, વડોદરાઃ પાદરા નજીક હાઈવે પર મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ 35 દિવસ પહેલા તૂટી જતા 22 લોકોનો ભોગ લેવાયો હતો. ગંભીરા બ્રિજ તૂટી જતા પાદરા […]

અમદાવાદના જયશંકર સુંદરી હોલનું મ્યુનિ.દ્વારા 5 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે

ગુજરાત સરકારનો જયશંકર સુંદરી હોલ AMCને 30 વર્ષ માટે સોપવાનો નિર્ણય, શહેરના કોટ વિસ્તારમાં નાટ્યાત્મક સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમો યોજી શકાશે, જયશંકર સુંદરી હોલની બેઠકો પણ બદલીને નવીન બનાવવામાં આવશે, અમદાવાદઃ શહેરના લોકો સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ માણી શકે તે માટે જયશંકર સુંદરી હોલનું વર્ષો પહેલા નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ જયશંકર સુંદરી હોલ જર્જરિત […]

ગુજરાતમાં નવ રચિત 9 મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીઓ 6 મહિનામાં યોજાય તેવી શક્યતા

9 મહાપાલિકામાં મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂંકો કરાઈ, વર્ષના અંતે 15 મહા પાલિકાઓની ચૂંટણી યોજાશે, શહેરમાં વોર્ડ વાઈઝ મતદાર યાદી તૈયાર કરાશે ગાંધીનગરઃ ગુજરાતમાં મહિનાઓ પહેલા નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદ નગરપાલિકાઓને મહા નગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ આ તમામ શહેરમાં મ્યુનિ,કમિશનરોએ વહિવટ સંભાળી લીધો છે. તમામ નવ મહાનગર પાલિકાઓમાં નવા વિસ્તારોનો […]

ગુજરાતમાં 12 દિવસીય સ્પેસ સાયન્સ આઉટરીચ કાર્યક્રમ કાલે મંગળવારથી યોજાશે

સ્પેસ ફેસ્ટિવલમાં ૫૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે, સ્પેસ સાયન્સ શિક્ષણને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજાશે, ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS) મોડેલ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરાશે ગાંધીનગરઃ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આવતી કાલે 12 ઓગસ્ટથી 23 ઓગસ્ટ 2025 દરમિયાન સમગ્ર ગુજરાતમાં 12-દિવસીય સ્પેસ સાયન્સ આઉટરીચનો કાર્યક્રમનું આયોજન કરાશે. આ […]

અમરેલીમાં ભાજપના નેતાની હાજરીમાં અમેરિકન વસ્તુઓની હોળી કરીને બહિષ્કાર કરાયો

ટ્રમ્પના ટેરિફ સામે સૌરાષ્ટ્રમાંથી વિરોધ શરૂ, દિલીપ સંઘાણીએ અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરવા લોકોને આહવાન કર્યું, ટ્રમ્પે ટેરિફ નાખતા ભારતના અનેક ઉદ્યોગોને ફટકો પડવાની ભીતિ અમરેલીઃ  અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આકરા ટેરિફ સામે લોકોમાં વિરોધ ઉઠતો જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પએ  25 ટકા ટેરિફ લાગુ કરાયા બાદ વધુ 25 ટકા ટેરિફ લગાવવાની […]

ગુજરાતમાં ચોમાસામાં અત્યાર સુધીમાં સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો

સૌથી વધુ 68 ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં વરસ્યો, રાજ્યમાં 82 ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું- ખરીફ વાવેતર પૂર્ણ, રાજ્યના 52 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયા, સમાન સરદાર સરોવર ડેમમાં 75 ટકાથી વધુ જળસંગ્રહ ગાંધીનગરઃ રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 11 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. […]

મુખ્યમંત્રીએ ઐતિહાસિક વડનગરમાં અદ્યતન વિકાસ પ્રોજેક્ટના ચાલતા કામોનું નિરીક્ષણ કર્યું

વડનગર રેલ્વે સ્ટેશન સામે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશન હબનું કામ ચાલી રહ્યુ છે, પાર્કિંગ – એમ્ફી થિયેટર, ફૂડ પ્લાઝા સહિતની વધુ સુવિધાઓ પ્રવાસીઓને ઉપલબ્ધ થશે, પ્રોજેક્ટ્સની કામગીરીમાં ગુણવત્તાયુક્ત કામો અંગે મુખ્યમંત્રીએ જરૂરી સૂચનો કર્યા ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહર સમાન વડનગરમાં રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સની કામગીરી પ્રગતિનું નિરીક્ષણ […]

ગાંધીનગરમાં વિશ્વ સિંહ દિને ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની 5000 નાગરિકોએ લીધી મુલાકાત

ગીર ફાઉન્ડેશન દ્વારા મુલાકાતીઓને સિંહ સંરક્ષણ અંગે વિડીયો પ્રેઝન્ટેશન અપાયુ, મુલાકાતીઓને ફૂલ છોડનું પણ વિતરણ કરાયું, “ફિલ ધ રોઅર, હિલ ધ ફીયર – ઇન્ફો ટોક ઓન લાયન એન્ડ નેચર ટ્રેઈલ” કાર્યક્રમમાં નાગરિકોએ ભાગ લીધો ગાંધીનગરઃ વિશ્વભરમાં દર વર્ષે તા.10મી ઓગસ્ટના રોજ જંગલના રાજા તરીકે વિખ્યાત સિંહને સમર્પિત “વિશ્વ સિંહ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ […]

પોરબંદર-ઓખાના દરિયામાં ભારતીય નેવીની યુઘ્ધ કવાયત

આજથી બે દિવસની ભારતીય નેવીની કવાયતમાં યુઘ્ધ જહાજો જોડાયા, ભારતની જેમ પાકિસ્તાને પણ કવાયત માટે નોટામ જારી કર્યું,   ભારતીય અને પાકિસ્તાની નૌકાદળોની એકબીજાના દરિયાઈ વિસ્તારો નજીક અલગ કવાયતો પોરબંદરઃ આખા અને પોરબંદરના દરિયામાં ભારતીય નેવી દ્વારા યુદ્ધ કવાયતનો પ્રારંભ કરાયો હતો.ઓપરેશન સિંદૂર બાદ જાહેર થયેલા યુધ્ધ વિરામ પછી પ્રથમ વખત ભારત અને પાકિસ્તાનની નૌકાદળો […]

શ્રાવણ મહિનાનો આજે ત્રીજો સોમવાર, શિવાલયોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટી પડ્યું

સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તિનો માહોલ, સોમનાથ દાદાની ભવ્ય પાલખીયાત્રા નીકળી, શિવ મંદિરો ‘બમ બમ ભોલે‘ અને ‘હર હર મહાદેવ‘ના જયઘોષથી ગુંજી ઊઠ્યા અમદાવાદઃ આજે, પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે, જે શિવભક્તો માટે અત્યંત આસ્થા અને ઉત્સાહનો દિવસ છે. વહેલી સવારથી જ ગુજરાતભરનાં શિવાલયોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતુ. શવ મંદિરોનું વાતાવરણ ‘બમ બમ ભોલે’ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code