1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનના 300 રોજમદાર સફાઈ કર્મચારીઓ બે મહિનાથી પગારથી વંચિત

ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા કલેક્ટર અને મ્યુનિને રજૂઆત, સફાઇ કામદારોને નિયમિત પગાર આપવાની પ્રાથમિક જવાબદી કોન્ટ્રાક્ટરની છે. 7 દિવસમાં પગાર નહીં ચુકવાય તો સફાઈ કર્મચારીઓ હડતાળ પર જશે સુરેન્દ્રનગરઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા 300 જેટલા સફાઈ કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત છે. સફાઈ કર્મચારીઓ પગાર માટે મ્યુનિમાં રજુઆત કરી રહ્યા છે. […]

ગાંધીનગરમાં રાયસણ-રાંદેસણના સર્વિસ રોડ પર બે મંદિર સહિતના દબાણો હટાવાયા

સર્વિસ રોડ પર શનિદેવ મંદિર અને દિપેશ્વરી માતાજીનું મંદિર દૂર કરી દેવાયું, લોકોનો વિરોધ ન થાય તે માટે મધરાતે દબાણો હટાવવાની કાર્યવાહી કરાઈ સરકારી જમીન પર બનાવાયેલું શનિદેવ મંદિર રસ્તા પર ટ્રાફિકની અવરજવરને નડતરરૂપ હતું ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. ત્યારે ગેરકાયદે દબાણો પણ વધ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન અને પાટનગર […]

જન્માષ્ટમીની 5 દિવસની રજાઓમાં ગોવા, મહાબળેશ્વર જવા માટે પ્રવાસીઓનો ક્રેઝ

પ્રવાસીઓમાં ડોમેસ્ટિકમાં ગોવા, મહાબળેશ્વર અને ઇન્ટરનેશનલમાં બાલી, દુબઇ હોટ ફેવરિટ, ઘણા પ્રવાસીઓ માઉન્ટ આબુ અને ઉદેપુર જઈને રજાઓ માણશે, પ્રવાસન સ્થળોની હોટલોમાં બુકિંગ ફુલ થવા લાગ્યા રાજકોટઃ જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે લોકો પરિવારજનો સાથે જન્માષ્ટમીની 5-6 દિવસની રજાઓમાં ફરવા જવા માટેનો પ્લાન ઘડી રહ્યા છે. પ્રવાસીઓમાં હાલ ગોવા અને મહાબળેશ્વરની […]

સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા

ડેન્ગ્યુથી એક યુવાનું અને બીજાનું તાવથી મોત નિપજ્યુ, સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં સવારથી જ દર્દીઓની લાગતી લાંબી લાઈનો, બાળકો માટેની ઓપીડીમાં વધારો કરાયો સુરતઃ વરસાદી સીઝનને કારણે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ઘેર ઘેર તાવ સહિતના કેસ જોવા મળી રહ્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં તો સવારથી દર્દીઓની લાંબી લાઈનો જાવા મળી રહી છે. […]

સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ 40 હજારની લાંચ લેતા પકડાયા

પીએસઆઈએ આરોપીને ન મારવા માટે લાંચ માગી હતી, ACBએ ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવીને પીએસઆઈને રંગેહાથ પકડી પાડ્યા, પીએસઆઈની અટકાયત કરીને એસીબીએ વધુ તપાસ હાથ ધરી સુરતઃ શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈને આરોપી પાસેથી રૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા. એક ગુનામાં પકડાયેલા આરોપીને માર ન મારવા તેમજ ઝડપી જામીન પર છોડવા […]

અમદાવાદમાં મ્યુનિના ગાર્બેજ વાહને બે ટૂ વ્હીલર્સને અડફેટે લેતા એકનું મોત, 2ને ઈજા

લોકોએ ગાર્બેજ વાનના ચાલકને પકડીને પોલીસ હવાલે કર્યો, ઈજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના જમાલપુર વિસ્તારમાં આજે બન્યો હતો. આજે સવારે મ્યુનિની ડોર-ટુ-ડોર કચરો કલેક્શન કરતી ગાર્બેજવાને બે દ્વીચક્રી વાહનોને ટક્કર મારી હતી. […]

સ્ટેચ્યુ ઓફ યનિટીને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવા વિકાસના કામો હાથ ધરાશે

ગાંધીનગરમાં સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની ૬ઠ્ઠી ગવર્નિંગ બોડીની બેઠક મળી, SOU નજીક ડુંગરો પર ટ્રેકિંગ ટ્રેલ – વોક-વે અને પ્રવેશદ્વાર પાસે સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ મૂકાશે, SOUના નિભાવ, જાળવણી અને ઇનહાઉસ કેપેસિટી ડેવલપ કરવા વ્યવસ્થા તંત્ર ઊભું કરાશે ગાંધીનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU એકતા નગરની મુલાકાતે આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે […]

ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને મિશન સ્કુલ ઓફ એક્સલન્સ-2.O અંતર્ગત આર્થિક સહાય અપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ દુરોગામી નિર્ણય, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને 10 લાખથી50 કરોડ સુધીની આર્થિક સહાય મળશે, ખૂટતા વર્ગખંડ બાંધકામ, વિશિષ્ટ ખંડોના નિર્માણ સહિત સુવિધાઓ ઊભી કરવા80:20ના ધોરણે સહાય અપાશે ગાંધીનગરઃ  મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે. ગુજરાત […]

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વિશ્વામિત્રિ નદી પરના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ

અમદાવાદઃ મુંબઈ‑અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વડોદરા જીલ્લામાં આવેલ વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થયો છે. ગુજરાતમાં નિર્ધારિત 21 નદીના પુલોમાંથી આ સત્તરમાં નદી પુલ તરીકે વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થયેલો છે.આ પુલ જેની લંબાઈ 80 મીટર છે. તે વડોદરા સુરત વેસ્ટર્ન રેલ્વેની મુખ્ય લાઇનને સમાંતર છે. આ પુલમાં ત્રણ થાંભલા છે- એક […]

જામનગરઃ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન, રૂ. 10 કરોડ નો વીમો ઉતારાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રના લોકમેળાઓની પરંપરાને જાળવી રાખતા, જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10મી ઓગસ્ટથી 24મી ઓગસ્ટ સુધી બે સપ્તાહ ચાલનારા આ મેળામાં લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે, મનપા દ્વારા ₹10 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે. આ રકમ ગયા વર્ષના ₹5 કરોડના વીમા કરતાં બમણી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code