1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સુરતમાં ડ્રગ્સની ડિલીવરીના નેટવર્કનો પોલીસે પડદાફાસ કરીને બે શખસોને દબોચી લીધા

ડ્રગ્સ માફિયાએ ઘર આસપાસ 25 સીસીટીવી લગાવ્યા હતા, ડ્રગ્સ પેડલરોને વોકીટોકીથી સુચના આપતા હતા, ‘કપડે લેને આયા હૈ…’ કોડવર્ડ આપે એટલે ડ્રગ્સ જથ્થો અપાતો હતો સુરતઃ શહેરમાં હવે વિદેશી દારૂની જેમ ડ્રગ્સની પણ હોમ ડિલિવરી કરવામાં આવે છે. ત્યારે ડ્રગ્સ ડિલિવરીના નેટવર્કનો પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગૃપે પદડાફાસ કર્યો છે. શહેરના ભાઠેના પંચશીલનગરમાં 500 મીટરના એરિયામાં […]

અમદાવાદમાં રક્ષાબંધનના દિને મહિલાઓ AMTS બસમાં મફત મુસાફરી કરી શકશે

AMTS કમીટી દ્વારા લેવાયો નિર્ણય, ગત વર્ષે રક્ષા બંધનમાં 50 હજારથી વધુ મહિલાઓએ મફત મુસાફરી કરી હતી, કોઈ પણ રૂટ અને સ્થળની AMTS બસમાં મહિલાઓને ટિકિટ લેવાની રહેશે નહીં, અમદાવાદઃ રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે એએમટીએસ દ્વારા રક્ષાબંધનના દિને મહિલાઓને મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. બહેનો પોતાના ભાઈને રક્ષા બાંધવા […]

અમદાવાદમાં ગીતા મંદિર એસટી બસ સ્ટેશનની બહાર લારી-ગલ્લાના દબાણો દૂર કરવા માગ

એસટી વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો, લારી ગલ્લા અને રિક્ષાવાળાઓના કારણે મુસાફરો પરેશાન થાય છે, ગીતા મંદિર એસટી બસ સ્ટેશન પર રોજ 3000 બસોની અવરજવર અમદાવાદઃ શહેરના ગીતા મંદિર નજીક આવેલા એસટીના મુખ્ય બસ સ્ટેશનની બહાર લારી-ગલ્લાઓના દબાણો અને રિક્ષાઓ આડેધડ પાર્ક કરાતી હોવાથી પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. રાજ્યના તમામ […]

માછીમારોને OBM બોટ માટે અપાતી કેરોસીન-પેટ્રોલની સહાયમાં વધારો કરાશે

માછીમારોને કેરોસીન-પેટ્રોલની સહાય માટે વિશેષ ઓનલાઈન સોફ્ટવેર તૈયાર કરાશે, OBM બોટ માટે માછીમારોને પ્રતિ માસ 450 લીટર કેરોસીન-પેટ્રોલની સહાય અપાશે, મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક ગાંધીનગરઃ મત્સ્યોદ્યોગ મંત્રી  રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે ગીર-સોમનાથ જિલ્લાના વિવિધ માછીમારી કેન્દ્રો બાબતેના પ્રશ્નો અંગે માછીમાર આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તાલાલાના ધારાસભ્ય  ભગાભાઈ બારડ, મત્સ્યોદ્યોગ કમિશનર  સંદીપકુમાર […]

સાબરમતી આશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજક્ટની કામગીરીનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું

રૂ. 1200 કરોડના ખર્ચે સાબરમતી આશ્રમની રિ-ડેવલપમેન્ટ કામગીરી ચાલી રહી છે, રાજ્યના મુખ્ય સચિવ પણ સીએમ સાથે નિરીક્ષણમાં જોડાયા, મુખ્યમંત્રીને સાબરમતી આશ્રમમાં વિકાસ કામ અંગે વિગતવાર માહિતી અપાઈ અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી હાથ ધરાઈ રહેલા ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’ની કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. […]

ગાંધીનગરમાં પૂર્વ સૈનિકોના ધરણાં, વિધાનસભા તરફ કૂચ કરતા મામલો બિચક્યો

માજી સૈનિકો સરકારી ભરતીમાં અનામતની માગ કરી રહ્યા છે, ગાંધીનગરમાં માજી સૈનિકો 9 દિવસથી ધરણા કરી રહ્યા છે, વિધાનસભા તરફ કૂચ કરતા રોકવા પોલીસે બેરિકેડ્સ લગાવ્યા ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પૂર્વ સૈનિકો સરકારી નોકરીમાં ભરતી માટે અનામતની માગ માટે છેલ્લા 9 દિવસથી ધરણા કરી રહ્યા છે. પૂર્વ સૈનિકોની માગણી છે કે સરકારી ભરતીમાં […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની આગોતરી વ્યવસ્થાની સમીક્ષા, જરૂરી સુચનો કરાયા

અંબાજીમાં1 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળો યોજાશે, પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમારે અંબાજીમાં અધિકારીઓની સાથે શ્રેણીબદ્ધ મીટિંગો કરી, રીંછડિયા મહાદેવ અને તેલિયા ઇકો ટ્રેલના વિકાસકાર્યોની પણ સમીક્ષા કરાઈ  અંબાજીઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના હાઈ પ્રાયોરિટી એટલે કે ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવાના એક નવા ઉપક્રમનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રીના આ જ ઉપક્રમને હવે ઉચ્ચ […]

મોરબીમાં AAPની જનસભામાં ઈસુદાનને સવાલ કરાતા યુવકને કાર્યકરે ઝાપટ મારતા વિવાદ

ઈસુદાન ગઢવીપ્રવચન કરતા હતા ત્યારે એક યુવકે સવાલ કર્યો, આપના કાર્યકરે માઈક છીનવી લઈને યુવકને લાફો માર્યો, વિવાદ શાંત થતાં ઈસુદાને સવાલનો જવાબ આપ્યો રાજકોટઃ મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા ‘ગુજરાત જોડો અભિયાન’ હેઠળ જાહેર સભાનું આયોજન કરાયું હતું. જાહેર સભામાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના પ્રવચન દરમિયાન એક યુવકે કેજરીવાલ વિશે પ્રશ્ન પૂછતા આપના […]

અમદાવાદમાં પર્યાવરણની રક્ષા માટે ઈકો-ફ્રેન્ડલી ગણપતિની મુર્તિ અપનાવવા મ્યુનિની અપીલ

પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) અને રાસાયણિક રંગોવાળી મૂર્તિઓ ન ખરીદવા અપીલ, ગૌવંશના છાણમાંથી બનતી મૂર્તિ, પોટ અને દીવાનો મ્યુનિ. દ્વારા પ્રચાર-પ્રસાર કરાશે, AMC દ્વારા ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓના વેચાણ માટે જાહેર સ્થળોએ વિનામૂલ્યે જગ્યા ફાળવશે,  અમદાવાદઃ શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવે છે. શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે  શહેરના […]

ગુજરાતમાં ખરીફ પાકમાં મગફળીનું સૌથી વધુ 20.11 લાખ હેકટરમાં વાવેતર કરાયું

હવામાન અનુકૂળ રહેશે તો મગફળીનું બમ્પર ઉત્પાદન થવાની શક્યતા, સરકારે ટેકાના ભાવમાં વધારો કરતા મગફળીના વાવેતરમાં વધારો, કપાસની સરખામણીમાં મગફળીનો પાક ઝડપથી તૈયાર થાય છે અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે અષાઢના પ્રરંભ પહેલા જ મેધરાજાનું વાજતે ગાજતે આગમન થયું હતું. રાજ્યમાં સીઝનનો 64 ટકા વરસાદ પડી ચૂક્યો છે. અને મોટાભાગના ખેડૂતોએ વાવણીનું કાર્ય પૂરૂ કરી દીધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code