1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વડોદરા નજીક હાઈવે પર ટેમ્પાએ સ્કૂટરને અડફેટે લેતા દંપત્તીનું ઘટના સ્થળે મોત

વાઘોડિયા બ્રિજ પર વહેલી સવારે સર્જાયો અકસ્માત, અકસ્માતના બનાવ બાદ ટેમ્પાચાલક ટેમ્પાને ઘટના સ્થળે મૂકી ફરાર, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેર નજીક નેશનલ હાઈવે પર સ્કૂટર અને આઈસર ટેમ્પા વચ્ચે સર્જાયો હતો. શહેરના વાઘોડિયા બ્રિજ ઉપરથી  […]

વડોદરામાં ગાજરવાડી વિસ્તારમાં મોડીરાતે 5 ફુટના મગરનું રેસ્ક્યુ કરાયું

સુએજ પંપ સ્ટેશન પાસે મગર ઝૂંપડામાં પહોંચી જતા દોડધામ મચી ગઇ, વન વિભાગની ટીમને સાથે રાખી પાંચ ફૂટનો મગરનું રેસ્ક્યુ કરાયું, મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે વડોદરાઃ શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરોનો વસવાટ છે. અને ચોમાસા દરમિયાન મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે. શહેરમાં તાજેતરમાં પડેલા […]

જીકાસ દ્વારા પ્રવેશમાં અનેક ત્રુટીઓ હોવાના આક્ષેપ સાથે ABVPએ વિરોધ કર્યો

GCASની પ્રવેશ પ્રકિયાને લીધે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી, સુરતમાં વીર નર્મદ યુનિના ગેટ પાસે ABVPએ વિરોધ કર્યો, ખાનગી યુનિવર્સિટીઓને પણ GCASમાં સમાવેશ કરવા માગ સુરતઃ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓનલાઈન પ્રવેશ કાર્યવાહીમાં કેટલીક ત્રૂટી હોવાના આક્ષેપ સાથે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના […]

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન 20 હજાર પોલીસ અને પેરા મિલિટરી ફોર્સનો બંદોબસ્ત રહેશે

રથયાત્રાના રૂટ પર 5 સ્થળે એન્ટી-ડ્રોન સિસ્ટમ, 75થી વધુ ડ્રોનથી મોનિટરિંગ કરાશે, લોકોમાં ભાગદોડ ના થાય એ માટે AIનો ઉપયોગ કરાશે અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને યોજાતી રથયાત્રાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે રથયાત્રા માટે આખરી તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા 27 જૂનના રોજ યોજાશે. દર વર્ષની […]

ગુજરાતમાં આજે રવિવારે બપોર સુધીમાં 118 તાલુકામાં વરસાદ, અમીરગઢમાં 5 ઈંચ

બનાસકાંઠા, પાટણ, મહીસાગર, સાબરકાંઠામાં રેડ એલર્ટ, 24 કલાકમાં વડાલીમાં 12 ઇંચ અને ખેડબ્રહ્મામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, પાવી જેતપુરમાં ડાયવર્ઝન ધોવાતા NH-56 બંધ  અમદાવાદઃ ગુજરાતમાં આજે  બપોરે 2 વાગ્યા સુધીમાં 118 તાલુકામાં વરાસદ પડ્યો હતોય જેમાં બનાસકાંઠાના અમીરગઢમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. આજે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે બપોર સુધીમાં […]

ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો વકરે તે પહેલા જ તકેદારી માટે હેલ્થ વિભાગની બેઠક મળી

મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સામે કામગીરી અસરકારક બનાવાશે, બાંધકામ સાઈટ્સ પર મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા પગલાં લેવાશે, શાળાઓના કેમ્પસમાં ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ સમયાંતરે કરાશે ગાંધીનગરઃ  કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2030માં મેલેરિયા નિર્મૂલનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં ‘વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ’ હેઠળ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીને વધુ […]

વિમાન દૂર્ઘટનાઃ કુલ 247 મૃતકોના DNA સેમ્પલ મેચ, 232 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

15 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ ઝડપથી સોંપાશે, 247 મૃતકોમાં 175 ભારતના નાગરિક, 60 વિદેશના તેમજ 12 નોન પેસેન્જરનો સમાવેશ, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ આપી માહિતી અમદાવાદઃ વિમાન દુર્ઘટનામાં 247 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 232 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું. વધુ વિગતો […]

ગુજરાતમાં સલામતીની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે આજે સવારથી  ગ્રામ પંચાયતો માટેની ચૂટણીનું મતદાન શરૂ

ગુજરાતમાં ગ્રામપંચાયતોની યોજાઇ છે. સવારે સાત વાગ્યાથી અંદાજે ત્રણ હજાર પાંચસો કરતા વધુ ગ્રામ પંચાયતો માટે મતદાન શરૂ થઇ ગયું છે. બલેટે પેપરથી થઇ રહેલા મતદાન માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરાઇ છે. સાડા ત્રણ હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતો માટે 81 લાખ જેટલા મતદારો સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણી માટે પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. ત્રણ […]

શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, ભાભર ખાતે 11માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 30 માર્ચ, 2025 ના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમમાં “Yoga for One Earth, One Health” આપી હતી તેના અનુરૂપ શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, ભાભર ખાતે 21 જૂન ના રોજ 11 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનાં મુખ્ય મહેમાન એ. ટી. પટેલ (પી. આઈ. ભાભર ), ડો. […]

યોગ ભારતની સાંસ્કૃતિક શક્તિનો વૈશ્વિક વિસ્તાર છે : આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગરઃ રાજભવન, ગાંધીનગરમાં આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ માત્ર શરીરને સ્વસ્થ રાખવાનો ઉપાય માત્ર નથી, પણ યોગ એ આપણા ચિત્ત, મન અને આત્માને એકાગ્ર બનાવીને પરમ ઉદ્દેશ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code