1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

પ્લેન દૂર્ઘટનાઃ 130થી વધારેના મોતની આશંકા, મૃત્યુઆંક વધવાની શકયતા

• ઈમરજન્સી અને હેલ્પલાઈન નંબર જાહેર કરાયો • એટીએસની ટીમ તપાસમાં જોડાઈ ગાંધીનગરઃ અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાને પગલે ફાયરબ્રિગેડ સહિતની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અમદાવાદ ઉપરાંત આસપાસના નગરોની ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. દરમિયાન પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ગુજરાત ત્રાસવાદી દળની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી ગઈ […]

અમદાવાદ પ્લેનક્રેશમાં 60 જેટલા વિદેશી પ્રવાસી, 169 ભારતીય મુસાફર

ગાંધીનગરઃ અમદાવાદમાં લંડન જતી ફ્લાઈટ ક્રેશ થયાની ઘટનામાં હજુ સુધી જાનહાનીની કોઈ વિગતો સામે આવી નથી. બીજી તરફ ફાયરબ્રિગેડ સહિતની ટીમો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 40 વ્યક્તિના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન પ્રવાસીઓની યાદી જાહેર થઈ છે. જેમાં 60 જેટલા વિદેશી મુસાફરો હતા. જ્યારે 169 જેટલા ભારતીય […]

અમદાવાદમાં લંડન જઈ રહેલી ફ્લાઈટ થઈ ક્રેશ, એરપોર્ટ બંધ કરાયું

ગાંધીનગરઃ અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના સામે આવી છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જઈ રહેલું એરઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. અચાનક પ્લેન ક્રેશ થતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટે ઉડ્યાં હતા. આ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટેકઓફ દરમિયાન […]

ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચોમાસાના આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજનની તલસ્પર્શી માહિતી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મેળવી હતી. રાજ્યમાં પ્રિ-મોનસૂન કામગીરી વિવિધ વિભાગોએ હાથ ધરી છે અને વરસાદી સ્થિતિમાં જનજીવનને વિપરીત અસર ન પડે તેવું આયોજન પોતાના વિભાગોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરીને કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

કેદારનાથ જતી ગુજરાતી યાત્રીઓની બસને નડ્યો અકસ્માત, 18 ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો ચાર ધામ યાત્રાએ ગયા છે. ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉત્તરકાશીથી કેદારનાથ જતી વખતે પલટી ગઈ હતી. જેમાં 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં 30થી વધુ લોકો હતા. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે યાત્રીઓએ ત્રણ દિવસ પહેલા હરિદ્વારથી ચાર-ધામની યાત્રા માટે વાહન બુક કરાવ્યું હતું અને દુર્ઘટના સમયે કેદારનાથ જઈ રહ્યા […]

પોરંબદરમાં રામદેવપીર મહોત્સવમાં 50 ફુટ ઊંચો મંડપ ધરાશાયી થતાં એકનું મોત

પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે મહોત્સવ યોજાયો હતો, 50 ફુટ મંડપ ઊભો કરવામાં આવતા જ એકાએક ધરાશાયી થયો, 16 લોકોને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા પોરબંદરઃ શહેરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીર મંડપ મહોત્સવમાં આજે સવારે મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક તે ધરાશાયી થયો હતો. આ બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે 16 લોકોને […]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.સંલગ્ન કોલેજોમાં પ્રવેશના 3 રાઉન્ડ બાદ 75 ટકા બેઠકો ખાલી

જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશનો ત્રીજો રાઉન્ડ પૂર્ણ, યુનિ,સંલગ્ન 500 કોલેજોમાં 60.000 બેઠકો સામે 14.888એ પ્રવેશ મેળવ્યો, પ્રવેશના ત્રીજા રાઉન્ડના અંતે 45000 બેઠકો ખાલી રહી પાટણઃ હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 500 કોલેજોમાં સ્નાતક અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશના ત્રીજા રાઉન્ડના અંતે 75 ટકા બેઠકો ખાલી રહી છે.  જીકાસ પોર્ટલ પર ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ 60,000 […]

ગુજરાતમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ હવે તા, 26મી જુનથી યોજાશે

ગ્રામ પંચાયતોની ચૂંટણીને લીધે પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરાયો, રથયાત્રાના દિને પ્રવેશોત્સવને લીધે શાળાઓએ રજામાં ફેરફાર કરવા પડશે, મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સમાજોત્સવ બનાવવાની અપીલ કરી ગાંધીનગરઃ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અગાઉ તા. 18મીથી 20મી જુન દરમિયાન યોજાવાનો હતો. અને એનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો હતો. પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જાહેર થતાં […]

ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર માથાભારે શખસોએ રૂપિયા ન આપતા ટ્રકચાલકને લોહી લૂહાણ કર્યો

સોલડી ટોલ પ્લાઝા પાસે પોલીસના સ્વાંગમાં ખંડણી ઉઘરાવતા તત્વો, ટ્રકચાલકને મારમારતા અન્ય ટ્રકના ચાલકો વિફર્યા, કર્યો ચક્કાજામ, હાઇવેની બંને બાજુ વાહનોની લાંબી લાઇનો લાગી સુરેન્દ્રનગરઃ હાઈવે પર પોલીસના સ્વાંગમાં હાથમાં લાકડી-ડંડા રાખીને ટ્રકોને ઊભા રખાવીને ધાક-ધમકીથી રૂપિયા પડાવવામાં આવતા હોય છે. આવા તત્વો ખાસ કરીને પરપ્રાંતના ટ્રકચાલકો પાસેથી દાદાગીરી કરીને ખંડણી ઉઘરાવતા હોય છે. જોકે […]

કથાકાર મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેનનું 79 વર્ષની ઉંમરે નિધન

સ્વર્ગસ્થના પાર્થિવ દેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી, સ્વ. નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામે બંધ પાળ્યો, સંતો-મહંતો, રાજકીય નેતાઓ વગેરેએ આપી શ્રદ્ધાંજલિ ભાવનગરઃ જાણીતા કથાકાર સંત મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબેનનું ગઈ મોડી કાલે રાતે નિધન થયું હતું. જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને નર્મદાબેનએ અંતિમ શ્વાસ લીધા હતા. સ્વર્ગસ્થના પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code