1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં હવે 50 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

યુનિની કોમર્સ ફેકલ્ટીમાં NSUIના આંદોલન બાદ પ્રવેશનો પ્રશ્ન ઉકેલાયો, મોડી રાત્રે વીસી, કોમર્સ ડીને વિદ્યાર્થી સંગઠનો સાથે બેઠક યોજી હતી, 450 બેઠક વધારવાનો નિર્ણય કરાયો વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વર્ષોથી સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશમાં અગ્રતા અપાતી હતી. આ વખતે જીકાસ દ્વારા પ્રવેશને લીધે કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાની ફરિયાદો ઊઠી હતી. […]

સુરતમાં 1.07 કરોડના ઈ-સિગારેટના જથ્થા સાથે બે યુવાનો પકડાયા

શહેરના અડાજણ અને પાલ વિસ્તારમાં સ્કૂલ નજીક વેચાણ થતુ હતું, આરોપીઓ ટેટુ પાર્લરની આડમાં ઈ-સિગારેટનું વેચાણ કરતા હતા, દિલ્હીથી ચાલતું હતું વિતરણનું નેટવર્ક સુરતઃ  શહેરના અડાજણ અને પાલ વિસ્તારમાં શાળાઓની નજીક ટેટૂ પાર્લરની આડમાં ચાલતા ઈ-સિગારેટના ગેરકાયદે વેચાણનો સુરત સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે પર્દાફાશ કર્યો છે. SOG પોલીસે બે ઈસમોને 1,07,01,400 ની કિંમતના ઈ-સિગારેટના મુદ્દામાલ સાથે […]

સુરતમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો પડદાફાશ, 164 બેન્કોમાં 2050 કરોડના ટ્રાન્ઝેક્શન થયા

વાહન ચેકિંગ દરમિયાન બે શખસો પાસેથી બેન્કોની પાસબુકો પકડાતા કૌભાંડ પકડાયુ, વિવિધ બેન્કોના 164 ખાતામાંથી RBL બેંકનાં 119 એકાઉન્ટ છે, સુરતથી મુંબઈ સુધી બેંક અધિકારીઓની પોલીસે કરી પૂછપરછ સુરતઃ શહેરમાં પોલીસને બગાસુ ખાતાં પતાસુ મળ્યા જેવો ઘાટ થયો છે. પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે એક બાઈક પર બે યુવાનને જોતા તપાસ કરવામાં આવી […]

અમદાવાદ કલેકટર કચેરીમાં વારસાઈના કામ માટે લાંચ માગતા 3 વચેટિયા પકડાયા

બે વકિલ સહિત 6 વ્યક્તિઓએ કામ કરી આપવા 75000 રૂપિયા માગ્યા હતા, ઓનલાઈન રૂપિયા આપવા છતાંય વારસાઈનું કામ ન થયું, એસીબીએ છટકું ગોઠવીને ત્રણ આરોપીની ધરપકડ કરી, અમદાવાદઃ રેવન્યુ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય છે. રજિસ્ટ્રાર અને સબ રજિસ્ટ્રાર કચેરી આસપાસ એજન્ટો આટાફેરા મારતા જોવા મળતા હોય છે. અને તેમના અંદરના સંપર્કને લીધે અઘરા […]

અમદાવાદમાં જગન્નાથજીની 148મી જળયાત્રા વાજતે-ગાજતે નિકળીને નીજ મંદિરે પરત ફરી

જળયાત્રામાં મહંત દિલિપદાસજી, ટ્રસ્ટીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા, મહંત, ટ્રસ્ટીઓએ ક્રૂઝ પર સવાર થઇને સાબરમતી નદીના મધ્યમાં જઈને જળ લીધું, નીજ મંદિરમાં ભગવાનનો જળાભિષેક કરાયો અમદાવાદઃ શહેરમાં ભાગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અષાઢી બીજને 27મી જુને યોજાશે. રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે જેઠસુદ પુનમના દિને જગન્નાથજીના મંદિરથી જળયાત્રા વાજતે-ગાજતે નિકળી હતી. જળયાત્રામાં […]

જુનાગઢ નજીક ડમ્પરે સ્કૂટરને અડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત

સ્કૂટરસવાર પત્નીના બન્ને પગ કપાઈ ગયા, બેફામ ઝડપે આવેલા ડમ્પરેચાલકે બેદરકારીપૂર્વક એક્ટિવાને ટક્કર મારી હતી, બેફામ દોડતા ડમ્પરચાલકો સામે કોઈ પગલા ન લેવાતા લોકોમાં રોષ જૂનાગઢઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જુનાગઢ કેશોદ હાઈવે પર મંગળપુર ફાટક નજીક રેતી ભરેલા ડમ્પર અને સ્કૂટરનો અકસ્માત સર્જાયો હતો. બેફામ ઝડપે આવેલા ડમ્પરે એકટિવા સ્કૂટરને […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

યોગ શિબિરમાં 15 હજારથી વધુ શહેરીજનો સહભાગી થયા, યોગ એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે, યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા અનુરોધ કરાયો અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય યોગ શિબિર યોજાઈ હતી. ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2025ની ઊજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના […]

સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન

ગાંધીનગરઃ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE) એ તેના મુખ્ય કાર્યક્રમ AmdaVadmA હેઠળ CEE કેમ્પસ, અમદાવાદ ખાતે “મેકિંગ ધ સિટી વાઇલ્ડ અગેઇન – અ કોલ ટુ ગ્રીન એક્શન” શીર્ષક સાથે એક સમૃદ્ધ અને વિચાર-પ્રેરક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ (IIID), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ (IIA) અમદાવાદ ચેપ્ટર અને અગ્રણી […]

હારીજ- ચાણસ્મા હાઈવે પર એસટી બસે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

હારીજના દાંતરવાડા નજીક સર્જાયો અકસ્માત, બાઈકચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું, પોલીસે એસટીબસના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી પાટણઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાટણના હારીજ-ચાણસ્મા હાઇવે પર અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો, એસટી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈકસવાર એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું […]

ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 1100ને વટાવી ગયો, રાજકોટમાં એકનું મોત

કોરોનાના 1076 દર્દીઓ હોમ આઇસોલેશનમાં, રાજકોટમાં કોરોનાથી મોતને ભેટેલા વ્યક્તિને ડાયાબિટિસ સહિત અન્ય બિમારીઓ હતી, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા  અમદાવાદઃ  ગુજરાતમાં ધીમી ગતિએ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1100ને પાર પહોંચી છે. ત્યારે કોરોનાથી રાજકોટમાં પહેલું મૃત્યુ નોંધાયું છે. ગઈકાલે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 55 વર્ષીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code